Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇથેનોલ બ્લેન્ડિંગ પર સુપ્રીમ કોર્ટમાં 31 ઓગસ્ટે સુનાવણી:અરજીમાં માંગ- પંપ પર જણાવવામાં આવે કે પેટ્રોલમાં કેટલું ઇથેનોલ ભેળવી રહ્યા છે

    12 hours ago

    સુપ્રીમ કોર્ટ 31 ઓગસ્ટે તે જનહિત અરજી પર સુનાવણી કરશે, જેમાં દેશના તમામ પેટ્રોલ પંપના નોઝલ અને પેટ્રોલ બિલ પર ઇથેનોલની ચોક્કસ માત્રા એટલે કે ટકાવારી લખેલી હોવાની માંગ કરવામાં આવી છે. PTI મુજબ જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચ આ મામલાની સુનાવણી કરશે. આ અરજી નરેન્દ્ર કુમાર ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. પંપના નોઝલ અને પેટ્રોલ બિલ પર ઇથેનોલની માત્રા લખવી પડશે અરજીમાં કેન્દ્ર સરકાર અને સંબંધિત અધિકારીઓને એ નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે કે પેટ્રોલ પંપના દરેક ડિસ્પેન્સિંગ નોઝલ પર ઇથેનોલ બ્લેન્ડિંગની ટકાવારી સ્પષ્ટપણે લખવામાં આવે. આ સાથે જ, જ્યારે પણ કોઈ ગ્રાહક પેટ્રોલ ખરીદે, તો તેને મળતી રસીદ પર પણ ફરજિયાતપણે લખેલું હોય કે તે ઇંધણમાં કેટલા ટકા ઇથેનોલ ભેળવેલું છે. વાહનો માટે ઓનલાઈન સુસંગતતા ડેટાબેઝ બનાવવાની માંગ અરજદારે કોર્ટને વિનંતી કરી છે કે સરકાર એક સત્તાવાર અને સાર્વજનિક ઓનલાઈન ડેટાબેઝ તૈયાર કરે. આ ડેટાબેઝમાં વાહન ઉત્પાદક, મોડલ, એન્જિનના પ્રકાર અને ઉત્પાદનના વર્ષ પ્રમાણે સર્ચ કરવાની સુવિધા હોવી જોઈએ. આનાથી સામાન્ય નાગરિકો સરળતાથી જાણી શકશે કે તેમનું વાહન E20 અથવા અન્ય ઇથેનોલ મિશ્રણ માટે અનુકૂળ છે કે નહીં. E20 પેટ્રોલની અસર તપાસવા માટે નિષ્ણાત સમિતિનો સુઝાવ અરજીમાં એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. આ સમિતિમાં: સામેલ હોવા જોઈએ. આ સમિતિ રસ્તાઓ પર ચાલતા વાહનો પર E20 ઇંધણની વાસ્તવિક અસરની તપાસ કરીને જાહેર અહેવાલ બહાર પાડશે. માઇલેજ, એન્જિન લાઇફ અને પર્યાવરણ પર થતી અસરનું મૂલ્યાંકન કરવામાં આવશે અરજીમાં જણાવાયું છે કે આ નિષ્ણાત સમિતિ નીચેના પાસાઓનો અભ્યાસ કરીને અહેવાલ રજૂ કરે:
    Click here to Read More
    Previous Article
    આણંદમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નિમિત્તે સ્પેસ ક્વિઝ યોજાઈ:"વિકસિત ભારત" થીમ પર વિદ્યાર્થીઓએ ભાગ લીધો
    Next Article
    ટ્રેનના AC કોચમાં દારૂની બોટલો ભરેલી બેગનો ઢગલો, VIDEO:બાંદ્રાથી ભુજ ટ્રેનમાં દારૂની 5 બૂટલેગર ખેપ મારતા મુસાફરોએ 3ને પકડીને સુરત RPFને સોંપ્યા, 2 ફરાર

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment