Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં બેફામ સ્પીડ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગે બે જિંદગીઓ લીધી:દાણીલીમડામાં ડમ્પરે કચડતાં યુવકનું મોત, ભાવસાર હોસ્ટેલ પાસે બાઇક અથડાતાં ચાલકનું મોત

    1 day ago

    અમદાવાદ શહેરમાં બેફામ ગતિએ દોડતાં ભારે વાહનો અને રોંગ સાઇડમાં ચાલતાં વાહનચાલકોના કારણે માર્ગો પર નિર્દોષ નાગરિકોના લોહી રેડાઈ રહ્યા છે. ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવતા બે અલગ-અલગ ગમખ્વાર અકસ્માતોમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે. દાણીલીમડામાં પીરાણા રોડ પર પૂરઝડપે આવેલા ડમ્પરચાલકે આગળ જતી સ્કૂટરને અડફેટે લઈ યુવકને કચડી નાખ્યો હતો. જ્યારે અન્ય એક બનાવમાં અખબારનગરથી ભાવસાર હોસ્ટેલ બીઆરટીએસ સ્ટેન્ડ નજીક રોંગ સાઇડમાં ધસી આવેલા બાઇક ચાલકે સામેથી આવી રહેલા બાઇકને ટક્કર મારતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બંને બનાવો અંગે ટ્રાફિક પોલીસે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાણીલીમડા: રેસ્ટોરન્ટનો સામાન લેવા નીકળેલા યુવકના માથા પર ડમ્પર ફરી વળ્યું પ્રથમ બનાવની વિગત મુજબ, દાણીલીમડામાં શના મસ્જિદ સામે આવેલા ગુલાબનગરમાં રહેતા 30 વર્ષીય ઝુબેરઆલમ શેખ રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. તેમનો નાનો ભાઈ 26 વર્ષીય અય્યુબઆલમ શેખ સુઝુકી બર્ગમેન સ્કૂટર લઈને ગણેશનગર ખાતે રેસ્ટોરન્ટ માટે કરિયાણું અને સામાન ખરીદવા નીકળ્યો હતો. અય્યુબઆલમ ખોડીયારનગરથી પીરાણા રોડ પર ગુલાબનગર નવજીવન ઓટો બોડી નામની દુકાન સામે પહોંચ્યો ત્યારે પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવેલા ડમ્પરચાલકે તેના સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાં જ અય્યુબઆલમ રોડ પર નીચે પટકાયો હતો અને ડમ્પરનું તોતિંગ ટાયર તેના માથા તથા ચહેરાના ભાગે ફરી વળતાં ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પરચાલક વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ 'K' ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતે મોત અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ફરાર ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભાવસાર હોસ્ટેલ BRTS પાસે રોંગ સાઇડ ડ્રાઇવિંગ જીવલેણ સાબિત થયું બીજા બનાવમાં, ઘાટલોડિયા સત્તાધાર ચાર રસ્તા પાસે આવેલા અજીયા કોમ્પ્લેક્સમાં રહેતા અને PG હોસ્ટેલમાં નોકરી કરતા હિતેશભાઈ અહારી પોતાના મિત્ર નરેશભાઈ પ્રકાશભાઈ કોટેડ સાથે બાઇક પર રાણીપ ડી-માર્ટથી પરત ઘેર આવી રહ્યા હતા. તેઓ અખબારનગર તરફથી ભાવસાર હોસ્ટેલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પહેલાં અંકિત કોમ્પ્લેક્સ પાસે પહોંચ્યા ત્યારે સામેથી રોંગ સાઇડમાં પૂરઝડપે આવેલા એક અજાણ્યા બાઇક ચાલકે હિતેશભાઈની બાઇકને સામેથી જોરદાર ટક્કર મારી દીધી હતી. બે બાઇક વચ્ચે સામસામે ટક્કર આ જોરદાર ટક્કરમાં હિતેશભાઈ તથા તેમના મિત્ર નરેશભાઈ બાઇક પરથી નીચે પટકાતાં બંનેને શરીરે ઇજાઓ પહોંચી હતી. જ્યારે રોંગ સાઇડમાં બાઇક લઈને બેફામ રીતે ઘૂસેલા ચાલકને માથાના ભાગે અત્યંત ગંભીર ઇજાઓ થઈ હતી. બનાવને પગલે આસપાસના લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ગંભીર ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે 'B' ડિવિઝન ટ્રાફિક પોલીસે રોંગ સાઇડ વાહન હંકારી અકસ્માત સર્જનાર મૃતક બાઇકચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    SMCનો સેનેટરી ઈન્સ્પેક્ટર અને સફાઈકર્મી 11 હજારની લાંચ લેતા ઝડપાયા:પીપલોદ આરોગ્ય કચેરીમાં ACBની સફળ ટ્રેપ, ફટાકડાના લાઈસન્સની અરજી બાબતે લાંચની માગણી કરી'તી
    Next Article
    'Took Anti-Government Stand': Mumbai Civic Body Mayor On Dia Mirza Video Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment