Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડાના વલેટવા સીમમાં SMCનો દરોડો:1,033 બોટલ વિદેશી દારૂ, મોબાઈલ સહિત 5.17 લાખનો મુદ્દામાલ જપ્ત, પીપળાતા સીટના BJPના જિ.પં. સભ્ય સહિત 5 સામે ગુનો

    1 day ago

    ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વલેટવા ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. નર્મદા કેનાલ પાસે આવેલ ભગુભાઈ ફુલાભાઈ પરમારના મકાન અને ગોડાઉનમાંથી પોલીસને લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ રેઇડ દરમિયાન પોલીસે એક આરોપીને રંગેહાથ ઝડપી લીધો છે, જ્યારે મુખ્ય સંચાલકો સહિત ચાર આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે. આ ગુનામાં ખેડા જિલ્લા પંચાયતના પીપળાતા બેઠકના ભાજપના સભ્ય પ્રફુલ પરમાર ઉર્ફે સ્વામીની સંડોવણી બહાર આવતા સમગ્ર જિલ્લાના રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ખેડા જિલ્લામાં પ્રોહીબીશનના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે વલેતવા ગામની સીમમાં ભગુભાઈ પરમાર પોતાના રહેણાંક મકાન અને ગોડાઉનમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને વલેતવા સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલા બે માળના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ કરતા મકાનની પાછળના ભાગે આવેલા આશરે 80 ફૂટ લાંબા અને 20 ફૂટ પહોળા શેડ એટલે કે ગોડાઉનમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ભરેલા ખાખી અને સફેદ કલરના કાર્ટન મળી આવ્યા હતા. પોલીસે ગોડાઉનમાંથી રોયલ સ્ટેગ વ્હીસ્કી, ઓલ સીઝન્સ વ્હીસ્કી, મેજિક મોમેન્ટ્સ વોડકા અને એવરગ્રીન વ્હીસ્કી સહિતની અલગ-અલગ બ્રાન્ડની સીલબંધ કુલ 1,033 નંગ બોટલો કબજે કરી છે. આ જપ્ત કરાયેલા વિદેશી દારૂની કુલ કિંમત 5,07,644 રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી પકડાયેલા આરોપી પાસેથી 10,000 રૂપિયાની કિંમતનો વીવો કંપનીનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. આમ, પોલીસે દારૂ અને મોબાઈલ ફોન મળીને કુલ 5,17,644 રૂપિયાનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન સ્થળ પરથી હિતેષ અરવિંદભાઈ પરમાર નામનો 25 વર્ષીય યુવક ઝડપાઈ ગયો હતો. પોલીસે જ્યારે આ વિદેશી દારૂના જથ્થા અંગે તેની કડક પૂછપરછ કરી ત્યારે તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પકડાયેલા આરોપી હિતેષ પરમારે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો મકાન માલિક ભગુભાઈ ફુલાભાઈ પરમાર, અતુલ રાજેશભાઈ પરમાર અને પ્રફુલભાઈ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમારનો છે. આ ત્રણેય ઈસમો ભાગીદારીમાં દારૂનો ગેરકાયદેસર ધંધો કરે છે અને તેઓ અલગ-અલગ વાહનોમાં દારૂનો જથ્થો બહારથી મંગાવીને અહીં સંગ્રહ કરતા હતા, જ્યારે પોતે આ ગાડીઓમાંથી દારૂ ખાલી કરવાનું અને ભરવાનું કામ કરતો હતો. આ ગુનામાં જેનું નામ ખુલ્યું છે તે આરોપી પ્રફુલ પરમાર પીપળાતા સીટ પરથી ખેડા જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય છે. શાસક પક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિ જ દારૂના કાળા કારોબારમાં ભાગીદાર હોવાનું સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપીઓ સામે અગાઉ પણ દારૂના ગુના નોંધાઈ ચૂક્યા છે અને તેઓ ગેરકાયદેસર દારૂનો ધંધો કરવા માટે આખી ટોળકી બનાવીને સતત ગુનાહિત પ્રવૃત્તિ આચરી રહ્યા છે. પકડાયેલા જથ્થાની ઓળખ ન થાય તે માટે આરોપીઓએ બોટલો પરથી મેન્યુફેક્ચરિંગ તારીખ અને બેચ નંબર પણ ભૂંસી નાખ્યા હતા. આ સમગ્ર મામલે સ્ટેટ મોનીટરીંગ સેલની ફરિયાદના આધારે વડતાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હિતેષ અરવિંદભાઈ પરમાર, ભગુભાઈ ફુલાભાઈ પરમાર, પ્રફુલભાઈ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમાર, અતુલ રાજેશભાઈ પરમાર અને દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યા શખ્સ સહિતના તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. સત્તાધારી પક્ષના જિલ્લા પંચાયત સભ્યનું નામ દારૂના કેસમાં ખુલતા હવે ભાજપ પોતાના સભ્ય સામે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પુરુષોત્તમ માસની અગિયારસે ભજન-સત્સંગ:લાલ સાહેબ સમાધિ સ્થાને પિતૃ તૃપ્તિ માટે ફરાળ પ્રસાદ અપાયો
    Next Article
    બિમારીથી સિંહોના મોત મામલે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી:કહ્યું-આ અપ્રિય સમાચાર, સિંહ કોરિડોરમાં વિસ્ટાડોમના આયોજન અંગે સરકારને પૂછ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment