Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પુરુષોત્તમ માસની અગિયારસે ભજન-સત્સંગ:લાલ સાહેબ સમાધિ સ્થાને પિતૃ તૃપ્તિ માટે ફરાળ પ્રસાદ અપાયો

    एक दिन पहले

    પાટણના મીરા દરવાજા વિસ્તારના લક્ષ્મીપરામાં આવેલા સંત શ્રી લાલ સાહેબ તથા રાઘવેન્દ્ર સરકાર પરિવાર મંદિરે પુરુષોત્તમ માસની પવિત્ર અગિયારસ નિમિત્તે ભજન-સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. ગુરુવારે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ વંદનીય રતિલાલ રામચંદજી પરિવારના હસ્તે અને મનીષાબેન વિનોદકુમાર ઠક્કરના સહયોગથી યોજાયો હતો. રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાલેલા આ ભજન-સત્સંગમાં પિતૃઓની તૃપ્તિ અને તેમની સ્મૃતિના સન્માનમાં ફરાળ (ભોજન પ્રસાદ)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લાલ સાહેબ કમિટી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ધામ તમામ સમાજના ભક્તો માટે ખુલ્લું છે. અહીં અગિયારસના દિવસે ભજન-સત્સંગ અને અમાસના દિવસે આનંદના ગરબાના કાર્યક્રમો નિયમિતપણે યોજાય છે. આ ઉપરાંત, માતા-પિતાની પુણ્યતિથિ, જન્મજયંતિ, લગ્નવર્ષગાંઠ અને બાળકોના શુભ પ્રસંગો જેવા વિવિધ સામાજિક તથા ધાર્મિક અવસરો પર પણ ભક્તો કાર્યક્રમોનું આયોજન કરી શકે છે. દાતાઓના સહયોગથી નિર્માણ પામેલા સુવિધાસભર એર કન્ડિશન્ડ હોલ, ઠંડા પાણી, ચા-કોફી અને પ્રસાદની વ્યવસ્થા અહીં ઉપલબ્ધ છે. આ સુવિધાઓ ભક્તોને આધ્યાત્મિક વાતાવરણ સાથે આરામદાયક અનુભવ પૂરો પાડે છે. બહારગામથી આવતા ભજન મંડળો પણ અહીં પોતાની વાણી દ્વારા ભક્તિરસ પીરસે છે. આ પ્રસંગે વિશિષ્ટ મહેમાનોમાં ભગિની સમાજમાંથી લીલાબેન સ્વામી અને વાલીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોના મતે, આજના આધુનિક યુગમાં ભજન-સત્સંગ અને ગરબામાં મળતો આનંદ વિશેષ હોય છે. આવા કાર્યક્રમો મનને શાંતિ, સંસ્કાર અને જીવનને નવી દિશા આપે છે. આયોજકોએ સર્વે ભક્તોને આવા ધાર્મિક કાર્યક્રમોમાં જોડાઈ ભક્તિનો લાભ લેવા અને માનવજીવનને સાર્થક બનાવવા અપીલ કરી હતી. ભક્તિ, સેવા અને સંસ્કારનું આ કેન્દ્ર સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ અને એકતાનો સંદેશ પ્રસરાવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં અપહરણ ગુનાનો આરોપી એક વર્ષ બાદ પકડાયો:પેરોલ ફર્લો સ્કવોડે માતરીયા મુઢેલ ફળિયામાં દરોડો પાડી ઝડપી પાડ્યો
    Next Article
    ખેડાના વલેટવા સીમમાં SMCનો દરોડો:1,033 બોટલ વિદેશી દારૂ, મોબાઈલ સહિત 5.17 લાખનો મુદ્દામાલ જપ્ત, પીપળાતા સીટના BJPના જિ.પં. સભ્ય સહિત 5 સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment