Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં અપહરણ ગુનાનો આરોપી એક વર્ષ બાદ પકડાયો:પેરોલ ફર્લો સ્કવોડે માતરીયા મુઢેલ ફળિયામાં દરોડો પાડી ઝડપી પાડ્યો

    1 day ago

    પંચમહાલ જિલ્લામાં પેરોલ ફર્લો સ્કવોડને મોટી સફળતા મળી છે. મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. રાજ્યભરમાં ગુમ થયેલા બાળકો, મહિલાઓ અને પુખ્ત વયની વ્યક્તિઓને શોધી પરિવાર સાથે પુનઃમિલન કરાવવા માટે "ઓપરેશન મિલાપ" સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ ગુમ અને અપહરણ થયેલા બાળકોને શોધવા માટે વિશેષ કામગીરી થઈ રહી છે. આ કામગીરી અંતર્ગત, પેરોલ ફર્લો સ્કવોડના આર્મ્ડ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વાઘજીભાઈને માનવ સ્રોત અને ટેક્નિકલ વિશ્લેષણ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગુનાનો આરોપી દશરથભાઈ બાબુભાઈ પટેલ, રહે. વાડી માતરીયા મુઢેલ ફળિયું, તાલુકો મોરવા(હ), પોતાના ગામમાં હાજર હતો. આ બાતમીના આધારે, પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વાડી માતરીયા મુઢેલ ફળિયામાં દરોડો પાડી આરોપી દશરથભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપી અને ભોગ બનનારને વધુ કાયદેસરની કાર્યવાહી માટે મોરવા(હ) પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કલ્યાણપુરના જામપર નજીક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો:મુસાફરોનો આબાદ બચાવ, કોઈ જાનહાની નહીં
    Next Article
    પાટણમાં પુરુષોત્તમ માસની અગિયારસે ભજન-સત્સંગ:લાલ સાહેબ સમાધિ સ્થાને પિતૃ તૃપ્તિ માટે ફરાળ પ્રસાદ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment