Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિમારીથી સિંહોના મોત મામલે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી:કહ્યું-આ અપ્રિય સમાચાર, સિંહ કોરિડોરમાં વિસ્ટાડોમના આયોજન અંગે સરકારને પૂછ્યું

    1 day ago

    ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2018માં ગુજરાતમાં એશિયાટિક સિંહોના અપમૃત્યુને લઈને સમાચાર સંસ્થાઓના અહેવાલને આધારે સુઓ મોટો પિટિશન હાથ ધરી હતી. જે મુદ્દે આજે 12 જૂને હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ વધુ સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટે સિંહોના બિમારીથી મૃત્યુના સમાચાર અંગે ચિંતા વ્યકત કરતા તેને અપ્રિય સમાચાર કહ્યા હતાં. વળી સિંહ કોરિડોરમાં સિંહ દર્શન માટે રેલવેમાં વિસ્ટાડોમ કોચ જોડવાના સરકારના આયોજન ઉપર સરકારી વકીલને પૂછ્યું હતું. રેલવે અને જંગલ ખાતાની સંયુક્ત કમિટીનો રીપોર્ટ રજૂ કરવા નિર્દેશ સરકારી વકીલોએ જણાવ્યું હતું કે, સિંહોના વસવાટના વિસ્તારોમાં રેલવે લાઇન ઉપર ઇન્ટ્રુશન ડિટેકશન ડીવાઈસ લગાવવાની કામગીરી ચાલી રહી છે, જે ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થઈ જશે. આ ડીવાઈસ લાગી જતા રેલવે ટ્રેકના 15 મીટરના વિસ્તારોમાં સિંહોની હલન ચલન ખબર પડતા, અકસ્માત ટાળી શકાશે. સિંહ કોરીડોરમાં રેલવે લાઇનને બ્રોડગેજમાં ફેરવવાનો નિર્ણય પડતો મુકાયો છે. વળી સિંહ કોરિડોરમાં અંડરપાસ પણ પ્રિ મોન્સુન કામગીરીને લઈને સાફ કરાઈ રહ્યા છે. કોર્ટે રેલવે અને જંગલ ખાતાની સંયુક્ત કમિટી દ્વારા રીપોર્ટ રજૂ કરવા પણ નિર્દેશ આપ્યા છે. 'ચાલુ વર્ષે એક પણ સિંહનો ટ્રેન સાથે અકસ્માત થયો નથી' ઉલ્લેખનીય છે કે, જામનગર, રાજુલા, મહુવા, પીપાવાવ જેવા સિંહોના વિસ્તાર જે ભાવનગર રેલવે ડિવિઝનમાં આવેલું છે. તેમાં ડિવાઇસ લગાવવામાં આવી રહ્યા છે. રેલવે અને વન વિભાગની બનેલી હાઈ લેવલ કમિટીએ આ પ્રોજેક્ટને મંજૂરી આપેલ છે. રેલ્વે ટ્રેકના 15 મીટરના વિસ્તારમાં સિંહોની હલચલ હશે તો તેની જાણ અગાઉથી થતા અકસ્માત ઝીરો થશે. ચાલુ વર્ષે એક પણ સિંહનો ટ્રેન સાથે અકસ્માત થયેલ નથી. જંગલમાંથી પસાર થતી રેલવે લાઈનને સમાંતર નખાશે આ પ્રોજેક્ટમાં ફાઈબર કેબલ જંગલમાંથી પસાર થતી રેલવે લાઈનને સમાંતર નાખવામાં આવશે. જેથી સિંહોની અવર જવરની અગાઉથી રેલવે પાયલટ અને વન વિભાગના અધિકારીઓને ખબર પડતાં, અકસ્માત અટકાવી શકાશે. અગાઉ કોર્ટે ગત વર્ષે સિંહોના અપમૃત્યુ અંગે રિપોર્ટ પણ માંગ્યો હતો. સેક્રેટરી સહિતની એક હાઈ લેવલ કમિટી બનાવાઈ સરકારે જણાવ્યું હતું કે, રેલવે અને જંગલ વિભાગના સેક્રેટરીએ એક હાઈ લેવલ કમિટી બનાવી છે. આ હાઈ લેવલ કમિટીમાં પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વટેર ફોરેસ્ટ, ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન, પ્રિન્સિપલ ચીફ સિગ્નલ એન્જિનિયર વેસ્ટર્ન રેલ્વે, પ્રિન્સિપલ ચીફ ઈલેક્ટ્રિક એન્જિનિયર વેસ્ટર્ન રેલ્વે, પ્રિન્સિપલ ચીફ એન્જિનિયર વેસ્ટર્ન રેલ્વે, રીપ્રેઝન્ટેટિવ ઓફ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, એડિશનલ જોઈન્ટ ડેપ્યુટી સેક્રેટરી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ, ડિવિઝન રેલવે મેનેજર ભાવનગર અને ચીફ કન્ઝર્વેટર ફોરેસ્ટનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ખેડાના વલેટવા સીમમાં SMCનો દરોડો:1,033 બોટલ વિદેશી દારૂ, મોબાઈલ સહિત 5.17 લાખનો મુદ્દામાલ જપ્ત, પીપળાતા સીટના BJPના જિ.પં. સભ્ય સહિત 5 સામે ગુનો
    Next Article
    વસીમ ફ્રુટવાલાએ ખોલી ‘શ્રી રામ એજન્સી’ની પોલ!:100 પરિવારોને રસ્તા પર લાવી તેજુ 14 દિવસથી મિસ્ટર ઇન્ડિયા, સેન્ટ્રલ ઝોનમાં ટેન્ડર વિના જ એજન્સીને ડિમોલિશનનો કોન્ટ્રાક્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment