Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બે દરખાસ્ત:ટેક્સટાઇલ હબ આંજણા-ભાઠેનાને જોડતો લિંબાયતનો મુખ્ય માર્ગ 100 ફૂટનો બનશે, 14 રૂફટોપ સોલાર પ્લાન્ટ અમદાવાદની એજન્સીને સોંપશે

    9 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ગ્રીન એનર્જી ક્ષેત્રે બે મહત્વના નિર્ણયો લેવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક તરફ ટેક્સટાઇલ હબ આંજણા-ભાઠેના અને લિંબાયત વિસ્તારની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે મીઠી ખાડીથી નીલગિરી સર્કલ સુધીના મુખ્ય માર્ગને 100 ફૂટ (30 મીટર) પહોળો કરવાનો તખ્તો ઘડી કઢાયો છે, જેના માટે 481 જેટલી મિલકતો પર કપાતનો હથોડો ઝીંકાશે. તો બીજી તરફ, પાલિકાના વિવિધ વોટર વર્ક્સ અને વહીવટી કચેરીઓ ખાતે સ્થાપિત 750 કિલોવોટ ક્ષમતાના રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ્સના આગામી 10 વર્ષના રીપેરિંગ અને વાર્ષિક મેઇન્ટેનન્સ માટે અમદાવાદની એક ખાનગી એજન્સીને આશરે ₹65 લાખના ખર્ચે ઈજારો આપવાની તજવીજ હાથ ધરાઈ છે. 24 મીટરના રસ્તાને 30 મીટર સળંગ પહોળો કરાશે લિંબાયતના હૃદય સમાન નીલગિરી સર્કલ સાથે જોડાતો આ વિસ્તાર પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિકજામનો ભોગ બને છે. સુરત મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ટી.પી. સ્કીમ નં-39 (લિંબાયત) અને ટી.પી. સ્કીમ નં-40 (ઉધના-લિંબાયત-ડિંડોલી) હેઠળ આવતા મીઠી ખાડી બ્રિજથી મદનપુરા વેજિટેબલ માર્કેટ અને ત્યાંથી નીલગિરી સર્કલ સુધીના હયાત 24 મીટર પહોળા માર્ગને બંને બાજુ લાઇનદોરી મૂકીને સળંગ 30 મીટર (100 ફૂટ) પહોળો કરવાની તૈયારી દર્શાવી છે. આ સળંગ ટ્રાફિક કોરિડોર પહોળો થવાથી હજારો વાહનચાલકો અને ટેક્સટાઇલ વેપાર સાથે સંકળાયેલા લોકોને ટ્રાફિકજામમાંથી કાયમી મુક્તિ મળશે. 235 પાકાં મકાનો, 245 શેડ અને 1 દેરી કપાતમાં આવશે આ મહત્વકાંક્ષી લાઇનદોરી પ્રોજેક્ટના અમલીકરણ માટે પાલિકાએ બે અલગ-અલગ દરખાસ્તો તૈયાર કરી સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) સમક્ષ રજૂ કરી છે, જેના પર શુક્રવારે મળનારી બેઠકમાં શાસકો આખરી નિર્ણય લેશે. પ્રોજેક્ટ અંતર્ગત કુલ 481 નાની-મોટી મિલકતો ડિમોલિશન હેઠળ આવશે. જેમાં 235 પાકાં મકાનો, 245 કામચલાઉ અને કોમર્શિયલ શેડ તેમજ 1 ધાર્મિક દેરી કપાતમાં લેવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા મિલકતધારકોને જરૂરી પ્રક્રિયા મુજબ સાંભળીને ઝડપથી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અમદાવાદની એજન્સીને 10 વર્ષ માટે નિભાવ ઈજારો બીજા મહત્વના પ્રોજેક્ટમાં સુરત મનપાના લાઈટ એન્ડ ઈઇસી વિભાગ દ્વારા શહેરના 14 સ્થળો પર કાર્યરત 750 કિલોવોટના રૂફટોપ સોલાર પ્લાન્ટ્સની મરામત માટે કામગીરી તેજ કરાઈ છે. આ પ્લાન્ટ્સ પાલિકાના વિવિધ વોટર વર્ક્સ, પાણી વિતરણ મથકો અને ઝોનલ કચેરીઓ પર 10 વર્ષ અગાઉ સ્થાપિત કરાયા હતા. પાછલા કોન્ટ્રાક્ટની મુદત પૂર્ણ થયા બાદ સતત 7 વખત ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આખરે અમદાવાદની અનુભવી એજન્સીને વાર્ષિક ₹6.48 લાખ લેખે આગામી 10 વર્ષ માટે અંદાજે ₹65 લાખના ખર્ચે સમગ્ર નિભાવ કામગીરી સોંપવાનો તખ્તો તૈયાર થયો છે. ₹18 લાખના મટીરીયલ્સ સાથે મનપા સ્ટેચ્યુટરી ચાર્જ ચૂકવશે નવી એજન્સીને તમામ રૂફટોપ સોલાર પ્લાન્ટ વ્યવસ્થિત અને ચાલુ કન્ડિશનમાં સુપરત કરવા માટે હાલના તબક્કે જરૂરી મટીરીયલ્સ સપ્લાય અને ઇન્સ્ટોલેશન માટે પાલિકા વધારાના ₹18 લાખ સુધીનો ખર્ચ કરશે. જેથી પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે ₹83 લાખ સુધી પહોંચશે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટની 10 વર્ષની સમયમર્યાદા દરમિયાન તમામ ઇન્શ્યોરન્સ પોલિસીઓ સુરત મહાનગરપાલિકા દ્વારા જ લેવામાં આવશે તેમજ સોલાર પ્લાન્ટને લાગુ પડતા તમામ કાયદેસરના સ્ટેચ્યુટરી ચાર્જ પણ પાલિકા પોતાના ભંડોળમાંથી એજન્સીને ચૂકવશે.
    Click here to Read More
    Previous Article
    ભંડુરી ગામે દારૂના વિરોધમાં ફાયરિંગ કરનાર આરોપીઓની ધરપકડ.:દેશી દારૂના વેચાણનો વિરોધ કરવા બાબતે ફરિયાદીના ઘર પર ફાયરિંગ કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી,અન્ય આરોપીઓને પકડવા પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    SA20 2027 Auction Highlights: Faf Du Plessis, Kieron Pollard Bought By Super Kings But Costliest Buy Is Someone Else

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment