Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીપડો સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક રીવર રાફ્ટિંગ વિસ્તારમાં દેખાયો:પ્રવાસીઓમાં ભય, વન વિભાગે પાંજરા ગોઠવી પકડવાની કવાયત શરૂ કરી

    1 day ago

    નર્મદા જિલ્લામાં દીપડાઓની સંખ્યામાં વધારો થતાં તેઓ ખોરાકની શોધમાં રહેણાંક અને પ્રવાસન વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. રાજપીપળા નજીક આવેલો આ જિલ્લો 43% વિસ્તાર જંગલથી ઘેરાયેલો છે અને અહીં 50થી વધુ દીપડા હોવાનો અંદાજ છે. તાજેતરમાં, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ખલવાણી રીવર રાફ્ટિંગ વિસ્તારમાં એક દીપડો જોવા મળ્યો હતો. પ્રવાસીઓએ દીપડાનો વીડિયો પણ ઉતાર્યો હતો. દીપડો ખલવાણી રીવર રાફ્ટિંગ સ્થળના પુલ પર લટાર મારતો જોવા મળ્યો હતો. આ પુલ પર સામાન્ય રીતે પ્રવાસીઓની ભીડ રહે છે, જેના કારણે તેમની સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ છે. આ ઘટના બાદ વન વિભાગ સક્રિય બન્યું છે અને દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, માત્ર પ્રવાસન સ્થળો જ નહીં, પરંતુ નર્મદા જિલ્લાના તિલકવાડા, સાગબારા અને નાંદોદ તાલુકાના વડિયા, કરાંઠા, સિસોદરા, અમલેથા સહિતના અનેક ગામડાઓમાં પણ દીપડા જોવા મળ્યા છે. દીપડાઓની વધતી સંખ્યાને કારણે તેમને પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવાની જરૂરિયાત ઊભી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    વસીમ ફ્રુટવાલાએ ખોલી ‘શ્રી રામ એજન્સી’ની પોલ!:100 પરિવારોને રસ્તા પર લાવી તેજુ 14 દિવસથી મિસ્ટર ઇન્ડિયા, સેન્ટ્રલ ઝોનમાં ટેન્ડર વિના જ એજન્સીને ડિમોલિશનનો કોન્ટ્રાક્ટ
    Next Article
    પત્નીની સામે પતિની હત્યા કરનાર આરોપી ઝડપાયો:દર્શન મારવાડી હત્યા બાદ મુંબઈ થયો હતો ફરાર, વડોદરા પરત આવતા પોલીસે દબોચ્યો;બીજો આરોપી હજુ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment