Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીની સામે પતિની હત્યા કરનાર આરોપી ઝડપાયો:દર્શન મારવાડી હત્યા બાદ મુંબઈ થયો હતો ફરાર, વડોદરા પરત આવતા પોલીસે દબોચ્યો;બીજો આરોપી હજુ ફરાર

    1 day ago

    શહેરના કલાલી વિસ્તારમાં 3 જૂને 30 વર્ષીય યુવકની જૂની અદાવતમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એક સામાજિક પ્રસંગમાં ગયેલા યુવાન પર પત્નીની નજર સામે જ તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવકનું ઘટના સ્થળેથી મોત થયું હતું. આ કેસમાં મુખ્ય આરોપી દર્શન મારવાડીની વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે અને એક દિવસના મેળવીને તેની પૂછપરછ શરૂ કરી છે. બીજો આરોપી કરણ હજુ પણ ફરાર છે. આરોપીએ મૃતકની પત્નીની છેડતી કરી હતી મૃતક ગિરીશભાઈ ભાલીયાની 24 વર્ષીય પત્ની પૂજાબેને ભાલીયાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 29 એપ્રિલ, 2026ના રોજ અમદાવાદ જિલ્લાના દહેગામ ખાતે તેમના મામા સસરા સંજયભાઈના લગ્ન પ્રસંગમાં તેઓ તેમના પતિ તેમજ સાસુ-સસરા સાથે હાજર રહ્યા હતા. તે દરમિયાન દર્શન મારવાડીએ પૂજાનો હાથ પકડી તેમની છેડતી કરી હતી. આ ઘટનાની જાણ તેમણે તરત જ તેમના પતિ, સાસુ-સસરા અને અન્ય સગા સંબંધીઓને કરતા દર્શન મારવાડી ત્યાંથી ભાગી ગયો હતો. સમાજમાં અપમાન થતા આરોપી ઉશ્કેરાયો હતો વડોદરા પરત ફર્યા બાદ સમાજના આગેવાનો અને સભ્યોની હાજરીમાં બોલાવવામાં આવેલી પંચાયત દરમિયાન દર્શન મારવાડીએ છેડતી કર્યાની કબૂલાત કરી હતી. આ ઘટનાને કારણે તેને સમાજમાં અપમાનનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન સમાજનો માતાજીનો માંડવો કલાલીના ગોકુળનગર પાછળ આવેલા મેદાનમાં યોજાયો હતો. જ્યાં પૂજા, તેમના પતિ ગિરીશભાઈ તથા દિયર મેહુલભાઈ હાજર હતા. રાત્રે આશરે 3.15 વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થતાં તેઓ ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે ગિરીશભાઈ પાણીની બોટલ લેવા સ્ટોલ પાસે ઊભા હતા. બે આરોપીએ મૃતક પર હુમલો કરી પતાવી દીધો તે દરમિયાન દર્શન મારવાડી અને કરણ મારવાડી ગાડીમાં ત્યાં પહોંચ્યા હતા. બંને ગાડીમાંથી ઉતરી ગિરીશભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. દર્શને ગિરીશભાઈના માથા પર મુક્કો મારી તેમજ ચાવી વડે કપાળ પર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ બંનેએ તેમને નીચે પાડી માર માર્યો હતો. દરમિયાન દર્શન મારવાડીએ પોતાની પાસે રહેલા ચપ્પુથી ગિરીશના પેટની નીચેના ભાગે તેમજ બંને જાંઘ પર ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ લોહીલુહાણ થઈ ગયા હતા. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા પૂજાબેને બૂમાબૂમ કરતા તેમના દિયર મેહુલભાઈ વચ્ચે પડ્યા હતા, જેના કારણે બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બાદમાં ઘાયલ ગિરીશભાઈને સગાસંબંધીઓની મદદથી અક્ષર ચોક સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાંથી સરકારી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ મળતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ગિરીશભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ બંને આરોપી ફરાર થઈ ગયા છે. દર્શન મારવાડી મુંબઈ ભાગી ગયો હતો ACP અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, અટલાદરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ LCBની ટીમ સતત આરોપીઓની પાછળ હતા. આ દરમિયાન મુખ્ય આરોપી દર્શન મારવાડી પકડાઈ ગયો છે. આરોપી પહેલા પાદરા ભાગી ગયો હતો. ત્યાર પછી ખોડિયાર નગર ગયો હતો. જ્યાંથી તે વાપી ભાગી ગયો હતો. ત્યારબાદ મુંબઈ ગયો હતો. મુંબઈમાં તે અલગ-અલગ જગ્યાએ રોકાયો હતો. ત્યાંથી પછી પાછો તે વડોદરા આવતો હતો, ત્યારે કપુરાઈ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને પકડી લીધો છે. બીજો આરોપી કરણ મારવાડીને પકડવામાં આવશે અશોક રાઠવાએ વધુમાં જણાવ્યું હતું કે, દર્શન મારવાડી સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે. તે લિસ્ટેડ બુટલેગર છે. બીજો આરોપી કરણ મારવાડી સુરત જતો રહ્યો છે. તેને દર્શનને કહ્યું હતું કે, 'મારો આમાં કોઈ રોલ નથી, હું પોલીસમાં હાજર થઈ જઈશ' એમ કહીને ત્યાંથી નીકળી ગયો છે. તેની પાછળ પણ અમારી ડી-સ્ટાફની ટીમ, LCBની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ લાગેલી છે. ખૂબ જ ટૂંક સમયમાં બીજા આરોપીને પણ પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દીપડો સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક રીવર રાફ્ટિંગ વિસ્તારમાં દેખાયો:પ્રવાસીઓમાં ભય, વન વિભાગે પાંજરા ગોઠવી પકડવાની કવાયત શરૂ કરી
    Next Article
    Ameesha Patel To NDTV On Gadar's 25 Years: 'Pakistani Women Called Me Crying, Named Daughters Sakina'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment