Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલ્પેશ દોંગા ગેંગ સામે જામનગરમાં પણ SIT ની રચના:એક જ ટોળકી સામે બે અલગ તપાસ ટીમનો અનોખો કિસ્સો;રાજકોટના કેસો માટે પહેલેથી જ SIT કાર્યરત

    1 day ago

    રાજકોટના અલ્પેશ દોંગા અને તેની ગેંગ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. આ ગેંગ ખેડૂતોને ઊંચા વ્યાજે ફસાવી, ધાકધમકી આપી ખંડણી ઉઘરાવતી તેમજ જમીનો પચાવી પાડવાનું કામ કરતી હતી. રાજકોટ રેન્જ DIG દ્વારા જામનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. રાજ્યમાં એક જ ગેંગ સામે બે અલગ-અલગ જિલ્લામાં SIT બની હોય તેવો આ અનોખો કિસ્સો છે. જામનગરના ગુનાઓ માટે વિશેષ તપાસ ટીમ અલ્પેશ દોંગા ગેંગ વિરુદ્ધ રાજકોટ અને જામનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. રાજકોટના કેસોની તપાસ માટે અગાઉથી જ SIT કાર્યરત છે. હવે જામનગરમાં દાખલ થયેલી ફરિયાદોની ઊંડાણપૂર્વક અને ઝડપી તપાસ કરવા માટે આ નવી ટીમની રચના કરવામાં આવી છે. આ કાર્યવાહીથી ગુનેગારોમાં ભારે ફાળ પડી છે અને પીડિતોને ન્યાય મળવાની આશા જાગી છે. ઉચ્ચ અધિકારીઓની ટીમ અને રિપોર્ટિંગ જામનગરમાં રચાયેલી આ નવી SITના અધ્યક્ષ તરીકે લાલપુર વિભાગના ASP પ્રતિભા રાવની નિમણૂક કરવામાં આવી છે. તેમની સાથે જામનગર ગ્રામ્યના DySP જે.એન. ઝાલા મદદનીશ અધિકારી તરીકે જોડાશે. તપાસ ટીમ માટે નિયમ બનાવવામાં આવ્યો છે કે તેમણે દર સોમવારે હાથ ધરેલી કાર્યવાહીનો વિગતવાર તપાસ રિપોર્ટ રાજકોટ રેન્જ DIGને સીધો સુપ્રત કરવાનો રહેશે.
    Click here to Read More
    Previous Article
    મોરબી જિલ્લામાં ત્રણ અપમૃત્યુમાં બે બાળકી પાણીમાં ડૂબી:મોરબી, વાંકાનેર અને ટંકારા તાલુકામાં બની ઘટનાઓ; યુવાનને ઝેરી જનાવર કરડ્યું
    Next Article
    '50 વર્ષના ઈતિહાસમાં આવો સમય નથી જોયો':18 વર્ષમાં પહેલીવાર ગંભીર વીજ સંકટ, દ.ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં વીકમાં એક દિવસ 8 કલાકનો વીજકાપ, સુરતને રોજ 300 કરોડનો ફટકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment