Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જિલ્લામાં ત્રણ અપમૃત્યુમાં બે બાળકી પાણીમાં ડૂબી:મોરબી, વાંકાનેર અને ટંકારા તાલુકામાં બની ઘટનાઓ; યુવાનને ઝેરી જનાવર કરડ્યું

    1 day ago

    મોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે. મોરબી, વાંકાનેર અને ટંકારા તાલુકામાં આ ઘટનાઓ બની હતી. જેમાં બે બાળકી પાણીમાં ડૂબી જવાથી અને એક યુવાનનું ઝેરી જનાવર કરડવાથી મોત થયું છે. મોરબીના બરવાળા ગામે 10 વર્ષની તનુબેન દેલવાડીયા માતા સાથે કપડાં ધોવા ગઈ હતી ત્યારે પાણીના ખાડામાં ડૂબી ગઈ. વાંકાનેરના રાણેકપર ગામે 15 વર્ષની રેનાબેન પસાયા વાડીના કુવામાં પડી જવાથી ડૂબી ગઈ. બંને બાળકીઓને હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરોએ મૃત જાહેર કરી. ટંકારાના હરબટીયાળી ગામે મજૂરી કરતા 22 વર્ષીય મુકેશ વાખડાને વાડીમાં ઝેરી જનાવર કરડ્યું. બેભાન હાલતમાં તેને મોરબીની સરકારી હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો. આ ત્રણેય બનાવ અંગે પોલીસે જાણ થતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'હું રાજકારણમાં છું,લોકોની સેવા કરું છું', કહી અડપલાં કર્યા:કોલેજિયન યુવતીની સારવારના બહાને યુવકે વિશ્વાસ જીત્યો, કારમાં અયોગ્ય વર્તન કરતાં વિદ્યાર્થિની ભાગી, અભયમની મદદથી પોલીસમાં અરજી
    Next Article
    અલ્પેશ દોંગા ગેંગ સામે જામનગરમાં પણ SIT ની રચના:એક જ ટોળકી સામે બે અલગ તપાસ ટીમનો અનોખો કિસ્સો;રાજકોટના કેસો માટે પહેલેથી જ SIT કાર્યરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment