Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '50 વર્ષના ઈતિહાસમાં આવો સમય નથી જોયો':18 વર્ષમાં પહેલીવાર ગંભીર વીજ સંકટ, દ.ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં વીકમાં એક દિવસ 8 કલાકનો વીજકાપ, સુરતને રોજ 300 કરોડનો ફટકો

    1 day ago

    રાજ્યભરમાં ઊર્જા સંકટ વચ્ચે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક એકમો પર લાદવામાં આવેલા સાપ્તાહિક વીજકાપથી સુરત સહિતના ટેક્સટાઇલ ઉદ્યોગોને રોજનો 300 કરોડ રૂપિયાનો જંગી ઉત્પાદન ફટકો પડી રહ્યો છે. DGVCL દ્વારા સુરત, ભરૂચ, નવસારી અને વલસાડના ઔદ્યોગિક ક્લસ્ટર્સમાં સપ્તાહમાં 1 દિવસ સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી (સળંગ 8 કલાક) વીજ કાપનો કડક અમલ શરૂ કરાયો છે. પીક પ્રોડક્શનના આ સમયમાં ફેક્ટરીઓ બંધ રહેતાં દૈનિક વીજ વપરાશ 134 મિલિયન યુનિટથી ઘટીને સીધો 126 મિલિયન યુનિટ પર આવી ગયો છે. દક્ષિણ ગુજરાતના ઈતિહાસમાં દિવાળીના તહેવારો પૂર્વે 5.97 ટકાના મોટા ઘટાડાની સીધી અસર ટેક્સટાઇલ પ્રોસેસિંગ, વીવિંગ, ડાઈંગ અને કેમિકલ એકમો પર પડી છે. કરોડોના આર્થિક નુકસાનનો આંકડો વીજ કાપના કારણે ઉદ્યોગોને લાખો અને કરોડો રૂપિયાનું સીધું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પ્રોસેસિંગ મિલોમાં કામ ચાલુ રાખવા જનરેટરનો સહારો લેવો પડે છે, જેના કારણે 400 થી 450 મિલોને 4 અઠવાડિયામાં અંદાજિત 40થી 50 કરોડ રૂપિયાનો માત્ર જનરેટર પાછળ વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. આ ગણતરી મુજબ દરેક મિલને સરેરાશ 10 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ વીવિંગ સેક્ટરમાં પણ સાપ્તાહિક રજાના કારણે એક જ દિવસમાં 15થી 20 કરોડ રૂપિયાનું માતબર નુકસાન ટેક્સટાઈલ ચેઈનને થઈ રહ્યું છે. કાચા માલના ભાવમાં થયેલા વધારા વચ્ચે આ પાવર કટ પડ્યા પર પાટું સમાન છે. '50 વર્ષના ઈતિહાસમાં આટલો કપરો સમય જોયો નથી' દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ જીતુભાઈ વખારિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 12-13 દિવસમાં અચાનક મીટિંગ કરીને વીજ કાપ લાદી દેવાયો છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ક્રૂડ, કોલસો અને ડાઈસ કેમિકલના ભાવ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. આવા સંજોગોમાં પાવરનો વધારાનો 8થી 10 લાખનો મહિને ખર્ચ આવે તો પ્રોફિટ કમાવવાની કોઈ શક્યતા નથી. મારા 50 વર્ષના ઈતિહાસમાં આટલો કપરો સમય મેં જોયો નથી. કોરોના એક કુદરતી આફત હતી, પણ આ માનવ સર્જિત છે. વીજ કાપના સમયમાં ફેરફારની માંગ દિવાળી પહેલા ઉદ્યોગોમાં ડિસ્પેચિંગ અને પેમેન્ટનું ભારે ભારણ હોય છે ત્યારે વીજ કાપનો સમય બદલવાની માંગ ઉઠી છે. ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિયેશનના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, "વીવિંગ ઈન્ડસ્ટ્રીમાં 45 થી 48 હજાર યુનિટ કાર્યરત છે. દિવાળીના સોદા પૂરા કરવાના હોય, ઓર્ડર ડિસ્પેચ કરવાના હોય અને કારીગરોના પગાર-બોનસ આપવાના હોય ત્યારે આ કાપ નુકસાનકારક છે. અચાનક કટથી ઇલેક્ટ્રોનિક કાર્ડ બળ્યા આધુનિક ટેકનોલોજી વાપરતા એકમો માટે અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જવો ભારે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. મશીનો અચાનક બંધ થઈ જતા તેમાં લાગેલા 5000થી લઈને 50000 રૂપિયા સુધીની કિંમતના ઈલેક્ટ્રોનિક કાર્ડ ઉડી જવાના કિસ્સાઓ બન્યા છે. અશોકભાઈએ વધુમાં જણાવ્યું કે, મશીન બંધ કરવું સરળ છે પણ તેને ફરીથી શરૂ કરવામાં 2 કલાક જેટલો સમય લાગી જાય છે. અગાઉથી જાણ કર્યા વિના થતા પાવર કટથી બહુ મોટી ખાનાખરાબી થાય છે. જો અગમચેતીના ભાગરૂપે 15 મિનિટ પહેલા જાણ કરવામાં આવે તો વ્યવસ્થિત રીતે મશીનો બંધ કરી શકાય અને આર્થિક નુકસાન અટકાવી શકાય. નિકાસ અને માર્કેટ ડિમાન્ડ પર અસર નિકાસ અને સ્થાનિક ડિમાન્ડ પર પણ આ સંકટની ગંભીર અસર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવવધારાના કારણે ગ્રે કાપડ અને પ્રોસેસિંગ ચાર્જ વધતા માર્કેટમાં દિવાળી હોવા છતાં અડધી જ ડિમાન્ડ છે. અશોકભાઈના મતે સારી ક્વોલિટીનું કપડું બનાવવા અવિરત વીજળી જરૂરી છે. પાવર વચ્ચે કટ થાય તો કાપડમાં ડિફેક્ટ આવે છે, જે વિદેશી માર્કેટમાં ચાલતું નથી. ચીનની જેમ 8 દિવસમાં ડિસ્પેચિંગ આપવાની તાકાત ઊભી કરવી હોય તો ગુણવત્તાયુક્ત પાવર અનિવાર્ય છે, જે વડાપ્રધાનના એક્સપોર્ટ વિઝન માટે પણ જરૂરી છે. ઉદ્યોગો માટે અસ્તિત્વનો જંગ દિવાળીના તહેવારો સમયે જ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો ચારે બાજુથી ભીંસમાં મુકાયા છે. એક તરફ આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે વધેલી મોંઘવારી તથા ઘટેલી ડિમાન્ડ અને બીજી તરફ સરકારનો 8 કલાકનો આકરો વીજ કાપ. આ પરિસ્થિતિમાં ઉદ્યોગકારો અને MSME એકમો માંડ માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે વીજ કાપના સમયમાં વ્યવહારુ ફેરફાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરતના અનેક કારખાનાઓને ફરજિયાતપણે તાળા મારવાની નોબત આવી શકે છે, જેની સીધી અસર દિવાળી ટાણે લાખો કારીગરોની રોજગારી પર પડશે. વીજ સંકટના કારણો
    Click here to Read More
    Previous Article
    અલ્પેશ દોંગા ગેંગ સામે જામનગરમાં પણ SIT ની રચના:એક જ ટોળકી સામે બે અલગ તપાસ ટીમનો અનોખો કિસ્સો;રાજકોટના કેસો માટે પહેલેથી જ SIT કાર્યરત
    Next Article
    ઈન્ડિયા-A સામે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, 11 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામેલ:રાઈસ મારિયૂ કેપ્ટન, આવતીકાલથી 3 અન-ઑફિશિયલ ટેસ્ટની સિરીઝ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment