Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્ડિયા-A સામે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, 11 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામેલ:રાઈસ મારિયૂ કેપ્ટન, આવતીકાલથી 3 અન-ઑફિશિયલ ટેસ્ટની સિરીઝ શરૂ

    1 day ago

    ન્યૂઝીલેન્ડ ક્રિકેટેએ ઈન્ડિયા-A સામેની 3 અન-ઑફિશિયલ ટેસ્ટ મેચની સિરીઝ માટે ટીમ જાહેર કરી છે. આ ટીમમાં 11 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિરીઝ 24 ઓક્ટોબરથી શરૂ થશે. 19 નવેમ્બરથી શરૂ થનારી સિનિયર ટીમની 2 ટેસ્ટ મેચની સિરીઝ પહેલાં રેડ-બોલ તૈયારી કરાવવાનો તેનો હેતુ છે. પ્રથમ મેચ લિંકનના બર્ટ સટક્લિફ ઓવલમાં રમાશે. ઈન્ડિયા-A ટીમમાં યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, રિષભ પંત અને વોશિંગ્ટન સુંદર જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. મારિયૂને કમાન સોંપાઈ, નિક કેલી પણ રમી શકે છે કેન્ટરબરીના રાઈસ મારિયૂ પ્રથમ બે મેચોમાં ન્યૂઝીલેન્ડ-A ટીમની કેપ્ટનશીપ કરશે. ત્રીજી મેચના કેપ્ટનનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. ટીમમાં આદિ અશોક, ક્રિસ્ટિયન ક્લાર્ક, ડીન ફોક્સક્રોફ્ટ, મેટ ફિશર, મિચ હે, જેડન લેનોક્સ, બેન લિસ્ટર, હેનરી નિકોલ્સ અને ટિમ રોબિન્સન સામેલ છે. આ તમામને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો અનુભવ છે. નિક કેલી ત્રીજી મેચમાં રમી શકે છે. ફોર્ડ ટ્રોફીની સાથે સિરીઝ યોજાશે આ સિરીઝ બ્લેકકેપ્સની ભારત સામેની વ્હાઇટ-બૉલ સિરીઝ અને ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક 50 ઓવરની સ્પર્ધા ફોર્ડ ટ્રોફીની સાથે યોજાશે. દરેક મેચ માટે 13 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. બાકીના ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટની જવાબદારીઓ માટે ઉપલબ્ધ રહેશે. કેમ પૉલ ન્યૂઝીલેન્ડ-A તરફથી ડેબ્યૂ કરી શકે છે કેન્ટરબરીના ઓલરાઉન્ડર કેમ પૉલ પણ ન્યૂઝીલેન્ડ-A માટે ડેબ્યૂ કરી શકે છે. ઈજાને કારણે તે છેલ્લો પ્રવાસ રમી શક્યો નહોતો. 21 વર્ષીય કેમ પૉલે પોતાની પાંચ ફર્સ્ટ-ક્લાસ મેચમાં બે વખત પાંચ વિકેટ ઝડપી છે. તેની બોલિંગ સરેરાશ 22થી થોડી ઓછી છે. ઈન્ડિયા-A સામે ન્યૂઝીલેન્ડ-Aની ટીમ પ્રથમ મેચ: રાઇસ મારિયૂ (કેપ્ટન), મેટ બોયલ, મેક્સ ચૂ, ક્રિસ્ટિયન ક્લાર્ક, ડીન ફોક્સક્રોફ્ટ, જેક ગિબ્સન, મિચ હે (વિકેટકીપર), કર્ટિસ હીફી, સાયમન કીન, જેડન લેનોક્સ, જારોડ મેકે, ટિમ રોબિન્સન, ફ્રેઝર શીટ. બીજી મેચ: રાઇસ મારિયૂ (કેપ્ટન), મેટ બોયલ, ક્રિસ્ટિયન ક્લાર્ક, મેટ ફિશર, ડીન ફોક્સક્રોફ્ટ, જેક ગિબ્સન, મિચ હે (વિકેટકીપર), કર્ટિસ હીફી, સાયમન કીન, જેડન લેનોક્સ, જારોડ મેકે, ટિમ રોબિન્સન, ફ્રેઝર શીટ. ત્રીજી મેચ: આદિ અશોક, મેટ બોયલ, મેક્સ ચૂ (વિકેટકીપર), ડીન ફોક્સક્રોફ્ટ, કર્ટિસ હીફી, સાયમન કીન, નિક કેલી, બેન લિસ્ટર, રાઇસ મારિયૂ, જારોડ મેકે, કેમ પૉલ, હેનરી નિકોલ્સ, ફ્રેઝર શીટ.
    Click here to Read More
    Previous Article
    '50 વર્ષના ઈતિહાસમાં આવો સમય નથી જોયો':18 વર્ષમાં પહેલીવાર ગંભીર વીજ સંકટ, દ.ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં વીકમાં એક દિવસ 8 કલાકનો વીજકાપ, સુરતને રોજ 300 કરોડનો ફટકો
    Next Article
    ચીન સાથે અરુણાચલમાં ઝપાઝપી ચાલુ:ITBP DG બોલ્યા- સૈન્ય તાકાત-ટેક્નોલોજીમાં ઘણી આગળ, હવે જૂની રીતોથી મુકાબલો મુશ્કેલ; કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment