Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેઝલે હિન્દુ ડોક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું:માતાએ રડતાં-રડતાં કહ્યું- મારી દીકરીને લવ જેહાદમાં ફસાવી બ્રેનવોશ કર્યું, SITની રચના કરવા PMને પત્ર

    10 hours ago

    વડોદરાના કરજણ તાલુકાના કિયા ગામના ફેઝલ દિવાન નામના યુવકે ભરૂચ જિલ્લાના જંબુસરની હિન્દુ ડોક્ટર યુવતીને ભગાડીને લઈ ગયા બાદ જંબુસર પોલીસમાં લગ્નનું બનાવટી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. યુવતીના પિતાએ અગાઉ પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ લગ્ન સર્ટિફિકેટની ખરાઈ કરાવતા વડોદરાના કુબેર ભવનની સબ રજિસ્ટ્રાર અને લગ્ન અધિકારીની કચેરીમાં તપાસ કરતા રેકોર્ડમાં આવા કોઈ લગ્નની નોંધ ન હોવાનું સામે આવ્યું હતું. આ મામલે જંબુસર પોલીસમાં યુવતીના પિતાએ ફરિયાદ નોંદાવતા આરોપી ફેઝલની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત પિતાએ સમગ્ર કેસની તપાસ માટે SITની રચના કરવા વડાપ્રધાનને પત્ર લખ્યો છે. તો માતાએ દીકરીને લવ જેહાદમાં ફસાવી બ્રેનવોશ કર્યાના આક્ષેપ સાથે દીકરીને પરત લાવી આપવા માગ કરી છે. પરિવારને ફોન કરી ઘરે નહીં આવું કહ્યું, સોનાનો હાર પણ લેતી ગઈ BHMSનો અભ્યાસ કરેલી જંબુસરની યુવતી વડોદરામાં રહીને ગોત્રીની હોસ્પિટલમાં નોકરી કરતી હતી. 7 મેના રોજ સાંજના સમયે તેણે પરિવારને ફોન કરીને કહ્યું કે, 'મેં કોર્ટ મેરેજ કરી લીધા છે, આજથી હું ઘરે નહીં આવું અને હું સોનાનો 6 તોલાનો હાર મારી પાસે છે, હું તમને બે મહિના પછી આપી દઈ શ' કહી ફોન કાપી નાખ્યો હતો. પિતાએ પોલીસમાં અરજી કરી પરિવારે યુવતીની શોધખોળ કરતા બીજા દિવસે વાતચીત થઈ હતી. પરિવારજનોએ તેને ઘરે પરત આવવા સમજાવી હતી, પરંતુ યુવતીએ પરિવારની વાત માની ન હતી. આ અંગે 11 મેએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમજ જંબુસર પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી. મેરેજ સર્ટિફિકેટની ખરાઈ બાદ પોલીસ ફરિયાદ આ વચ્ચે પરિવારને જાણવા મળ્યું કે, યુવતીએ કરજણના કિયા ગામના ફેઝલ મજીદ દિવાન સાથે કોર્ટ-મેરેજ કર્યા છે. આ લગ્નનું સર્ટિફિકેટ યુવકના મામા દ્વારા જંબુસર પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યું છે. પરિવારે આ મેરેજ સર્ટિફિકેટની ખરાઈ વડોદરાના કુબેર ભવનમાં કરાવતા કચેરીએ 30 જૂનના રોજ લેખિતમાં જણાવ્યું કે, રેકોર્ડની ચકાસણી કરતા યુવક અને યુવતીના નામે 16 જૂન સુધીમાં કોઈ લગ્ન નોંધણી થઈ નથી. તેમજ કચેરી તરફથી આવું કોઈ લગ્ન સર્ટિફિકેટ અપાયું નથી. જંબુસર પોલીસે યુવતીના પિતાની ફરિયાદ લઈને યુવક સામે ગુનો નોંધ્યો છે. વકીલ ચેતન દેસાઈએ જણાવ્યું કે, મેં મહિનામાં એક પુખ્ત વયની ડૉક્ટર દીકરી અન્ય ધર્મના છોકરા સાથે ઘરેથી ભાગી ગઈ હતી. ત્યારબાદ બે મહિનામાં પરિવારે ઘણી બધી ફરિયાદ કરી હતી. આ ડુપ્લિકેટ મેરેજ સર્ટિફિકેટમાં કોની-કોની મદદગારી છે?, સાક્ષીમાં કોણે સહી કરી છે અને કોણે બનાવટી સિક્કા બનાવ્યા છે? તેની તપાસ કરવા માટે પોલીસે હાલમાં ફરિયાદ નોંધી છે. કાયદાના ઘણા વિકટ પ્રશ્નો હતા, તેથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી. હાલમાં જંબુસર પોલીસે વોટ્સએપ દ્વારા મળેલી માહિતીના આધારે આ ફરિયાદ નોંધી છે. છોકરાએ પ્રેમજાળમાં ફસાવી ઘરમાં ચોરી કરવીઃ માતા યુવતીની માતાએ આક્રંદ સાથે કહ્યું કે, હું અને મારા પતિ જંબુસર રહીએ છીએ અને અગાઉ મારો દીકરો તથા દીકરી વડોદરા રહેતો હતા. મારી દીકરી રોજ હોસ્પિટલ જતી હતી. ત્યાં તેને વાત કરીને એક છોકરાએ પ્રેમજાળમાં ફસાવીને મારા ઘરે ચોરી કરાવી હતી અને સોનાની 6 તોલાની માળા લઈને નીકળી ગઈ હતી. તેણે અમને જાણ કર્યા વગર માત્ર ફોન કરીને કહ્યું કે, "મમ્મી, હું જાઉં છું, હવે તમારું ધ્યાન રાખજો." બસ એટલી જ વાત કરી હતી અને પછી અમારી સાથે કોઈ વાત થઈ નથી. બે મહિના સુધી તેનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. અમે રોજ ફોન કરવાનો પ્રયત્ન કરતા હતા પણ ફોન સ્વિચ ઓફ જ આવતો હતો. 'મારી છોકરીનું બ્રેનવોશ કર્યું, પાછી લવી આપો' તેઓએ વધુમાં કહ્યું કે, યુવકના મામાએ બીજા દિવસે દીકરી સાથે વાત કરાવી હતી, પરંતુ અમને મળવા ન દીધા. મામા-ભાણેજ લવ જેહાદ જેવી પ્રવૃતિ કરે છે અને અમારી દીકરીને પ્રેમજાળમાં ફસાવી દીધી છે. મારી દીકરીને પાછી લાવી આપો. આ વાતને 4 મહિના થવા આવ્યા છે, પણ અમારી સાથે કોઈ વાત કે ફોન થયો નથી. તે છોકરાએ મારી છોકરીનું બ્રેનવોશ કરીને ખોટું મેરેજ સર્ટિફિકેટ બનાવડાવી લીધું છે અને એવું કહી દીધું કે, હવે આપણા લગ્ન થઈ ગયું છે, એટલે હવે આપણે અહીં જ રહેવાનું છે, આપણે ત્યાં જવાનું નથી. સરકાર દ્વારા SITની રચના કરવામાં આવેઃ VHP વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ સહ-મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું કે, આ પ્રકારના કિસ્સાઓમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ અથવા અન્ય રીતે અનેક સર્ટિફિકેટો રજૂ થતા હોય છે. આવા તમામ સર્ટિફિકેટોની યોગ્ય અને સઘન તપાસ થાય તે માટે સરકાર દ્વારા SITની રચના કરવામાં આવે તેવી અમારી મુખ્ય માગણી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર કોંગ્રેસે 6 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા:પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ શિસ્તભંગના પગલાં;રામદેવ ઓડેદરાએ આક્ષેપો ફગાવી માનહાનિ કેસની ચીમકી આપી
    Next Article
    માંજલપુરમાં સિનિયર સિટીઝન સાથે લૂંટ:પૌત્રની શાળામાંથી પરત ફરતી વેળાએ બે બાઇકસવાર વૃદ્ધાના કાનમાંથી સોનાની કડી આંચકી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment