Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુરમાં સિનિયર સિટીઝન સાથે લૂંટ:પૌત્રની શાળામાંથી પરત ફરતી વેળાએ બે બાઇકસવાર વૃદ્ધાના કાનમાંથી સોનાની કડી આંચકી ફરાર

    8 hours ago

    વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ વડસર બ્રિજ રોડ પર ધોળે દિવસે લૂંટની ઘટના સામે આવી છે. અંબિકા સોસાયટીમાં રહેતા 60 વર્ષીય નયનાબેન પટેલનો પૌત્ર અંબે સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરે છે. 13 ઓગસ્ટના રોજ શાળામાં યોજાયેલી વાલી મીટિંગ પતાવી નયનાબેન બપોરે અંબે સ્કૂલથી વડસર બ્રિજ તરફ ચાલીને ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવેલા બાઇકસવાર બે યુવાનો પૈકી પાછળ બેઠેલા શખ્સે નયનાબેનના જમણા કાનમાંથી સોનાની કડી આંચકી લીધી હતી અને વડસર બ્રિજ તરફ બાઇક ભગાવી મૂકી હતી. સીસીટીવીના આધારે શોધખોળ લૂંટારૂઓ કાનમાંથી કડી ખેંચીને વડસર બ્રિજ તરફ બાઇક ભગાવી ગયા હતા. ઝૂંટવી લેવાયેલી આ સોનાની કડીનું વજન આશરે અઢી ગ્રામ અને કિંમત ₹25,000 આંકવામાં આવી છે. વૃદ્ધાના જણાવ્યા મુજબ, બંને આરોપી યુવા વયના છે. આ ઘટના બાદ વૃદ્ધાના પરિવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસીને ફરાર લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ફેઝલે હિન્દુ ડોક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું:માતાએ રડતાં-રડતાં કહ્યું- મારી દીકરીને લવ જેહાદમાં ફસાવી બ્રેનવોશ કર્યું, SITની રચના કરવા PMને પત્ર
    Next Article
    Thalapathy Vijay औरAmit Shah की मुलाकात Viral, बैठक में Kaveri Jal Vivad पर चर्चा?Tamil Nadu Meeting

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment