Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર કોંગ્રેસે 6 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા:પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ શિસ્તભંગના પગલાં;રામદેવ ઓડેદરાએ આક્ષેપો ફગાવી માનહાનિ કેસની ચીમકી આપી

    10 hours ago

    જામનગર શહેર કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ 6 સભ્યોને પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. પક્ષના હિત વિરુદ્ધ કામ કરનારા સભ્યો સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. ગત ચૂંટણી દરમિયાન કેટલાક સભ્યો દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરીને સંગઠનના હિતને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું શહેર કોંગ્રેસની નેતાગીરીના ધ્યાન પર આવ્યું હતું. આ અંગે પક્ષના ઉપરી પદાધિકારીઓને લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી હતી. ઉપરી નેતાગીરીએ આ બાબતની ગંભીર નોંધ લીધા બાદ શહેર કોંગ્રેસે સસ્પેન્શન ઓર્ડર જારી કર્યો છે. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં અશોકભાઈ ત્રિવેદી, ઉમર સોઢા, નુરમામદભાઈ પલેજા, ભરત ભાનુશાળી, રાજેશસિંહ કુશવાહ અને રામદેવ ઓડેદરાનો સમાવેશ થાય છે. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, આ તમામ 6 સભ્યોને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી અને તમામ જવાબદાર હોદ્દાઓ પરથી આગામી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પક્ષમાં શિસ્ત અને સંગઠનનું હિત સર્વોપરી છે. જોકે, આ સસ્પેન્શન સામે રામદેવ ઓડેદરાએ આકરો વળતો પ્રહાર કર્યો છે. તેમણે શહેર પ્રમુખ દ્વારા પાઠવવામાં આવેલા સસ્પેન્શન ઓર્ડરને ગેરબંધારણીય, સત્તા બહારનો અને દ્વેષપૂર્ણ ગણાવીને સદંતર ફગાવી દીધો છે. ઓડેદરાએ શહેર પ્રમુખ સામે ફોજદારી કાર્યવાહી અને માનહાનિનો કેસ કરવાની ચેતવણી પણ આપી છે. રામદેવ ઓડેદરાએ શહેર પ્રમુખને સત્તાવાર પત્ર લખીને કેટલાક મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના બંધારણ મુજબ સભ્યને સસ્પેન્ડ કરવાની સત્તા માત્ર પ્રદેશ કોંગ્રેસ કે શિસ્ત સમિતિ પાસે છે, શહેર પ્રમુખ પાસે નહીં. કારણદર્શક નોટિસ આપ્યા વિના લેવાયેલું આ પગલું કાયદાકીય રીતે રદબાતલ છે. ઓડેદરાએ આમ આદમી પાર્ટીને સમર્થન આપવાના કે સોશિયલ મીડિયામાં પક્ષની છબી ખરાબ કરવાના આક્ષેપોને તથ્યવિહીન ગણાવ્યા છે. તેમણે આ કાર્યવાહીને બદલાની ભાવનાથી કરવામાં આવેલી ગણાવી છે. ઓડેદરાના મતે, પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ શહેર પ્રમુખની ગેરરીતિઓના પુરાવા રજૂ કરાયા હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે. ઓડેદરાએ શહેર પ્રમુખ પર સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ રદ થવા દેવા અને ખેડૂતો સાથે દાદાગીરી કરતી કંપની સામે લડતા ખેડૂતોને ધમકાવવા જેવા સાચા પક્ષ વિરોધી કૃત્યોનો આરોપ મૂક્યો છે. આ અંગેના ઓડિયો પુરાવા પ્રદેશ હાઈકમાન્ડ સુધી પહોંચાડવામાં આવ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પરફ્યુમમાં વપરાતા સુગંધી એમ્બરગ્રીસનો નકલીનો કરોડોનો કારોબાર:જાણો કઇ રીતે બને છે 'તરતું સોનુ', ભાસ્કરે ત્રણ એજન્ટો સાથે ડીલ કરવાનું કહી ખુલ્લો પાડયો છેતરપિંડીનો ખેલ
    Next Article
    ફેઝલે હિન્દુ ડોક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું:માતાએ રડતાં-રડતાં કહ્યું- મારી દીકરીને લવ જેહાદમાં ફસાવી બ્રેનવોશ કર્યું, SITની રચના કરવા PMને પત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment