Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું શિવનો અવતાર, સંભોગ કર, પવિત્ર થઈ જઈશ':SIT ઓફિસર બોલ્યા- નરબલિની શંકા; 150 મહિલા પીડિત, 58 અશ્લિલ વીડિયો મળ્યા

    4 days ago

    "લગ્ન પછી મને દીકરો નહોતો થતો. મારા સાસરિયાં મને ખૂબ જ ત્રાસ આપતા હતા. કંટાળીને હું કેપ્ટન બાબા પાસે ગઈ. એપ્રિલ 2022 થી ડિસેમ્બર 2024 સુધી હું નાસિકમાં તેમની ઓફિસમાં ગઈ. બાબાએ તાંત્રિક વિધિઓ દ્વારા બધું બરાબર થઈ જશે તેવી ખાતરી આપી. તેમણે મને તાંબાના વાસણમાંથી પાણી પીવા અને ખાવા માટે કંઈક આપ્યું. થોડા સમય પછી મારું માથું ફરવા લાગ્યું અને મારું શરીર સુન્ન થઈ ગયું. આનો ફાયદો ઉઠાવીને બાબાએ મારા પર બળાત્કાર કર્યો અને કહ્યું, 'હું શિવનો અવતાર છું; મારી સાથે સંભોગ કરીને, તું પવિત્ર થઈ ગઈ છે.'" આ 36 વર્ષીય પીડિતાની કહાની છે જેની ફરિયાદના આધારે નાસિક પોલીસે અશોક કુમાર ખરાત ઉર્ફે 'કેપ્ટન બાબા'ની ધરપકડ કરી હતી. ભાસ્કરે કેસની તપાસ માટે રચાયેલી SIT ના અધિકારી સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે આ કેસમાં માનવ બલિની શંકા છે. તપાસ ચાલુ છે. ખરાત 1 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં છે. SIT ને જાણવા મળ્યું છે કે ખરાતે 150 થી વધુ મહિલાઓનું શોષણ કર્યું છે. તપાસ ટીમને અત્યાર સુધી શું મળ્યું છે તે વાંચો... 150 મહિલાઓ, 10 FIR, ઓફિસ-પ્રોપર્ટી સીલ, પોલીસ કરી રહી છે વ્યવહારોની તપાસ 18 માર્ચે નાસિક પોલીસે અશોક ખરાતની ધરપકડ કરી હતી. SIT મુજબ, તેણે 150થી વધુ મહિલાઓનું શોષણ કર્યું છે. એક પીડિતાએ જણાવ્યું કે ખરાત પૂજા વખતે ધાર્મિક પથ્થર ગણાવીને 'ચિંચોકા' વેચતો હતો. મરાઠીમાં આંબલીને 'ચિંચ' અને તેના બીજને 'ચિંચોકા' કહેવાય છે. ખરાત આના બદલામાં 10 હજારથી 1 લાખ રૂપિયા સુધી લેતો હતો. પોલીસે ખરાતની ઓફિસ અને પ્રોપર્ટી સીલ કરી દીધી છે. બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. તેના નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે. પહેલી પીડિતા જાદુઈ પાણી આપ્યું, સંબંધો બાંધ્યા, ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યો આ પીડિતાએ નાસિકના સરકારવાડા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. તેના જણાવ્યા અનુસાર, તે ફેબ્રુઆરી 2020 થી 18 માર્ચ 2026 સુધી અશોક ખરાતના સંપર્કમાં હતી. ખરાતે તેને પોતાની ઓફિસે બોલાવી હતી. તાંબાની બોટલમાં જાદુઈ પાણી પીવા આપ્યું. ત્યારબાદ ધાર્મિક વિધિના બહાને 6 વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા. તે ગર્ભવતી થઈ તો ખરાતે હર્બલ દવા કહીને ગોળીઓ ખવડાવી, જેનાથી તેનો ગર્ભપાત થઈ ગયો. પીડિતાએ જણાવ્યું કે અશોક ખરાત કહેતો હતો કે જો તે ધાર્મિક વિધિ નહીં કરે, તો તે અને તેનો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જશે. બીજી પીડિતા ગર્ભાવસ્થા દરમિયાન બોલાવી, શરીર પર પેશાબ ફેંક્યો, પૂજાના નામે રેપ કર્યો ફરિયાદ મુજબ, બાબાએ નવેમ્બર 2023થી ડિસેમ્બર 2025 સુધી ગર્ભાવસ્થા દરમિયાન ધાર્મિક અનુષ્ઠાનના બહાને નાસિક ઓફિસમાં બોલાવી. આ દરમિયાન ખરાતે પેટ-છાતી પર હાથ ફેરવ્યો. પોતાનો પેશાબ છાંટ્યો. પૂજાના નામે પ્રાઈવેટ પાર્ટને અડ્યો અને પછી રેપ કર્યો. પીડિતાએ વિરોધ કર્યો તો બાબાએ જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્રીજી પીડિતા બાબા બોલ્યો- મારી પાસે દિવ્ય શક્તિ છે, અડવાથી ઠીક થઈ જશો સરકારવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ત્રીજી FIRમાં પીડિતાએ જણાવ્યું, '12 ઓક્ટોબર, 2024ની સવારે લગભગ 11 વાગ્યે હું પતિ સાથે અશોક ખરાતને મળવા તેની ઓફિસ ગઈ હતી. બાબાએ પતિને બહાર મોકલી દીધો. સમસ્યા જણાવતા હાથમાં કાળો પથ્થર ફેરવી કાનમાં મંત્ર ભણ્યા. માથા અને પીઠ પર હાથ ફેરવ્યો. આ દરમિયાન બાબાએ છાતી પર અડક્યો. હું ગભરાવા લાગી તો બાબા બોલ્યો કે ડર નહીં, તું મારે ત્યાં છે. મારી પાસે દિવ્ય શક્તિ છે. મારા અડવાથી તું ઠીક થઈ જઈશ. મેં તને પવિત્ર કરી દીધી છે.' ચોથી પીડિતા ‘હું શિવનો અવતાર છું, તને પવિત્ર કરી દઈશ, ના પાડી તો નાગ ડંખશે’ પીડિતા જણાવે છે, 'જુલાઈથી ડિસેમ્બર 2024 વચ્ચે અશોક ખરાતે ઘણી વાર રેપ કર્યો. ફોન પર ધમકી આપતો હતો. કહેતો હતો કે હું શિવનો અવતાર છું. મારી પાસે દિવ્ય શક્તિઓ છે. હું તને પવિત્ર કરી દઈશ. જો તેં ના પાડી તો તારા બાળકોનું ભવિષ્ય બગડી જશે. તેમને નાગ ડંખશે. તેમની જિંદગી બરબાદ થઈ જશે.' મર્ચન્ટ નેવીમાંથી નિવૃત્તિ, ગામમાં બનાવ્યું ‘કેપ્ટન બાબા’નું મંદિર અશોક ખરાત નાસિકના કહાંડલવાડી ગામનો રહેવાસી છે. તેણે BSc સુધી અભ્યાસ કર્યો. પછી મર્ચન્ટ નેવીમાં 22 વર્ષ સુધી કેપ્ટનના પદ પર કામ કર્યું. નોકરી પછી 2010માં ઘરે પરત ફર્યો. આસપાસના વિસ્તારમાં તેની છબી નિવૃત્ત અધિકારી જેવી હતી. કેસની તપાસ માટે બનેલી SITમાં સામેલ એક અધિકારી જણાવે છે, 'પરત ફર્યા પછી અશોકે મીરગાંવ તાલુકા પાસે 20 એકર જમીન ખરીદી. અહીં તેણે દેવસ્થાન બનાવ્યું, જેને ઈશાન્યેશ્વર મહાદેવ મંદિર નામ આપ્યું. 2016-17 સુધીમાં આ મંદિર નાસિકનું તીર્થ બની ગયું. દર સોમવારે અને શિવરાત્રિ પર ભીડ એકઠી થવા લાગી. ખરાતનું મંદિર હોવાને કારણે લોકો તેને 'કેપ્ટન બાબા'નું મંદિર કહેવા લાગ્યા.' 'મંદિરના કારણે અશોક ખરાતની લોકપ્રિયતા પણ વધવા લાગી. દાન આવવા લાગ્યું, તો ખરાતે વધુ જમીનો ખરીદી. નાસિકના કેનેડા કોર્નર વિસ્તારમાં 'ઓક્સ પ્રોપર્ટીઝ' નામે ઓફિસ ખોલી. અહીં તે લોકોનું ભવિષ્ય જણાવતો હતો. સમસ્યા દૂર કરવા માટે પૂજા-અનુષ્ઠાન કરાવવા લાગ્યો.' પોલીસના જણાવ્યા અનુસાર, ખરાતના ખોટા કામોનો ખુલાસો 17 માર્ચ, 2026ના રોજ થયો, જ્યારે 35 વર્ષની એક મહિલાએ તેની વિરુદ્ધ કેસ નોંધાવ્યો. તેણે આરોપ લગાવ્યો કે ખરાતે દૈવી શક્તિઓનો દાવો કરીને વિશ્વાસ જીત્યો. સમસ્યા દૂર કરવા ઓફિસે બોલાવી. પછી નશીલું પાણી પીવડાવી રેપ કર્યો. સરકાર પાસેથી મળ્યા સવા કરોડ રૂપિયા, દાનથી બનાવ્યું 18 કરોડનું ફાર્મહાઉસ 18 માર્ચે અશોક ખરાતની ધરપકડ બાદ મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું કે અશોક ખરાત પાસે 40 કરોડ 87 લાખ રૂપિયાની સંપત્તિ છે. 2017-18માં ઈશાન્યેશ્વર દેવસ્થાનના વિકાસ માટે 25 લાખ રૂપિયાનું સરકારી ફંડ આપવામાં આવ્યું હતું. આ પહેલા રાજ્ય સરકારે 1.05 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. આસપાસના લોકો દાવો કરે છે કે ખરાતે મંદિરમાં આવતા દાન અને ફંડિંગથી મીરગાંવમાં 16 એકરમાં આલીશાન ફાર્મહાઉસ બનાવ્યું. આના પર 18 કરોડ રૂપિયા ખર્ચ થયા. અહીં તે રજાઓમાં આવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ખરાતની નાસિકવાળી ઓફિસમાં પણ લોકોની લાંબી લાઈન લાગતી હતી. તેના ભક્તોમાં સરકારી અધિકારીઓ, નેતાઓ, ડોક્ટરો અને મોટા બિઝનેસમેન સામેલ હતા. CM-મંત્રીઓના આવવાથી વર્ચસ્વ વધ્યું, એકનાથ શિંદેએ ગૌશાળા માટે દાન આપ્યું મહારાષ્ટ્રના સિનિયર જર્નાલિસ્ટ વરુણ સિંહ કહે છે, 'ઈશાન્યેશ્વર દેવસ્થાનમાં હાઈપ્રોફાઈલ લોકો દર્શન માટે જતા હતા. નવેમ્બર 2022માં CM પદે હતા ત્યારે એકનાથ શિંદે પણ આવ્યા હતા. તેમની સાથે પત્ની લતા શિંદે, મહેસૂલ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ અને પ્રાથમિક શિક્ષણ મંત્રી દીપક કેસરકર પણ હતા. શિંદેએ મંદિરની ગૌશાળા માટે દાન પણ આપ્યું હતું. મુખ્યમંત્રીના આવવાથી અશોક ખરાતનું વર્ચસ્વ વધુ વધી ગયું.' 'મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રહી ચૂકેલા રૂપાલી ચાકણકર ખરાત ટ્રસ્ટના નામાંકિત સભ્ય છે. બાબાની ધરપકડના થોડા કલાકોમાં જ તેમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. જેમાં રૂપાલી ખરાતના પગ પર માથું મૂકીને પ્રણામ કરી રહ્યા છે. એક ફોટામાં તેઓ ખરાત માટે છત્રી પકડીને ઉભા હતા.' સૂત્રો એમ પણ જણાવે છે કે શિવસેના લીડર દીપક કેસરકરે અશોક ખરાતના ભાઈ દિલીપને ખોટા દસ્તાવેજો દ્વારા શાળાઓ અને કોલેજો માટે સરકારી મંજૂરી લેવામાં મદદ કરી હતી. સરકારી વકીલ બોલ્યા- કેમિકલ આપીને મગજ કંટ્રોલ કરતો હતો ખરાત ખરાતના વીડિયો વાયરલ થયા બાદ પીડિતાઓ અને તેમના પરિવારજનો સામે નથી આવી રહ્યા. તેની વિરુદ્ધ FIR નોંધાવનાર મહિલાના એક સંબંધીએ અમને પીડિત પક્ષના વકીલ એમ.વાય. કાલેનો નંબર આપ્યો. કાલે નાસિક કોર્ટમાં સરકારી વકીલ છે. તેઓ દાવો કરે છે કે ખરાત દૈવી શક્તિનો ખોટો દાવો અને કેમિકલ આપીને મહિલાઓના મગજ પર કંટ્રોલ કરતો હતો. તે મહિલાઓને હિપ્નોટાઈઝ અને ટોર્ચર કરતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે તેણે મોબાઈલ અને કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાંથી ડેટા ડિલીટ કરી દીધો છે. હવે તપાસનો મુખ્ય ભાગ તેની પર્સનલ ચેટ, કોલ રેકોર્ડ અને ડિલીટ કરેલા વીડિયો રિકવર કરવાનો રહેશે. ખરાતે એક CAની મદદથી આશરે 100 કરોડ રૂપિયા દુબઈ મોકલ્યા હતા. આ CA ધરપકડના ડરથી ખરાત વિરુદ્ધ જુબાની આપી શકે છે. તપાસ અધિકારી બોલ્યા- પૂજાના બહાને નરબલિ આપવાની પણ શંકા કેસની તપાસ કરી રહેલી SITના સિનિયર ઓફિસર કિરણ કુમાર સૂર્યવંશીના જણાવ્યા મુજબ, 'ખરાત પાસેથી મળેલા કારતૂસોમાંથી કેટલાક ખાલી ખોખા ગાયબ છે. તપાસ કરવામાં આવી રહી છે. અમને એ પણ શંકા છે કે આરોપીએ કેટલીક વિધિઓમાં નરબલિ આપી હોય. ખરાત પોતાની જાતને સિદ્ધ પુરુષ ગણાવી છેતરપિંડી કરી રહ્યો હતો. નકલી સાપ અને વાઘનો ઉપયોગ કરીને ડર પેદા કરતો હતો. કસ્તુરીનો ઉપયોગ કરી રહ્યો હતો. તેના પર વન્યજીવ અધિનિયમના ઉલ્લંઘનની પણ શંકા છે.' અમે ખરાત પર લાગેલા આરોપો અંગે તેમના વકીલ સચિન ભાટે સાથે પણ વાત કરી, તેમણે કેસ કોર્ટમાં હોવાનું જણાવી કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો.
    Click here to Read More
    Previous Article
    'મારા પતિનો હાથ કાપ્યો હતો, બદલો લેતા રહીશું':RSSની 5000 શાખા, 4 લાખ મેમ્બર, 300 સ્વયંસેવકોની હત્યા; BJP ફેલ કેમ?
    Next Article
    IPLમાં આજે LSG vs DC:દિલ્હીએ લખનઉ સામે 7માંથી 4 મેચ જીતી, ગત સીઝનમાં બંને મેચમાં હરાવ્યું હતું

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment