Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે LSG vs DC:દિલ્હીએ લખનઉ સામે 7માંથી 4 મેચ જીતી, ગત સીઝનમાં બંને મેચમાં હરાવ્યું હતું

    2 days ago

    IPLની પાંચમી મેચમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ આમને-સામને હશે. બંને ટીમ વચ્ચે આ મુકાબલો લખનઉના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાવાનો છે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 7:00 વાગ્યે થશે. બંને ટીમ અત્યાર સુધી પોતાનું પ્રથમ ટાઇટલ જીતી શકી નથી. 2022થી લીગમાં રમી રહેલી લખનઉ સુપર જાયન્ટ્સ પાછલી સીઝનમાં સાતમા સ્થાને રહી હતી, જ્યારે દિલ્હી કેપિટલ્સ પાંચમા નંબરે રહી હતી. દિલ્હી કેપિટલ્સે 57% મેચ જીતી IPLમાં અત્યાર સુધી લખનઉ અને દિલ્હી વચ્ચે 7 મેચ રમાય છે. જેમાંથી 4 મેચ દિલ્હીએ જીતી છે, જ્યારે 3 મેચમાં લખનઉને જીત મળી છે. IPL 2025માં આ બંને ટીમ વચ્ચે કુલ 2 મેચ રમાઈ હતી અને બંને વખતે દિલ્હી કેપિટલ્સ જીતી હતી. લખનઉમાં બંને ટીમ 3 વાર આમને-સામને થઈ છે, જેમાં 2 વાર DC અને એક વાર LSGને જીત મળી છે. ટીમ અપડેટ- ડકેટે નામ પાછું ખેંચ્યું DC: દિલ્હીએ કન્ફર્મ કર્યું છે કે ઇંગ્લેન્ડના બેન ડકેટે ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આવી સ્થિતિમાં કરુણ નાયર અથવા પથુમ નિસાંકાને કેએલ રાહુલ સાથે ઓપનિંગ મળી શકે છે. લેફ્ટ આર્મ પેસર મિચેલ સ્ટાર્ક શરૂઆતની કેટલીક મેચમાંથી બહાર રહેશે. તેઓ એપ્રિલના બીજા સપ્તાહમાં ટીમ સાથે જોડાઈ શકે છે. મિલરના આવવાથી દિલ્હીનો મિડલ ઓર્ડર મજબૂત દિલ્હીની ટીમ આ સીઝનમાં ઘણી બેલેન્સ્ડ નજર આવી રહી છે. ટૉપ ઓર્ડરમાં ટીમ પાસે કેએલ રાહુલ હાજર છે. રાહુલ સિવાય કરુણ નાયર, ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ મિલર પાસેથી પણ આ સીઝનમાં ટીમ દમદાર પ્રદર્શનની આશા રાખશે. મિલરના આવવાથી ટીમનું મિડલ ઓર્ડર વધુ સંતુલિત દેખાઈ રહ્યું છે. સમીર રિઝવી અને આશુતોષ શર્મા ફિનિશરની ભૂમિકા ભજવતા જોવા મળશે. બીજી તરફ, અક્ષર પટેલ અને વિપરાજ નિગમ બેટ અને બોલ બંનેથી મહત્વનું યોગદાન આપશે. પંતનું ફોર્મ લખનઉ માટે મહત્વનું લખનઉ સુપર જાયન્ટ્સનું ટૉપ ઓર્ડર ઘણું શાનદાર દેખાઈ રહ્યું છે. મિચેલ માર્શ અને એડન માર્કરમ પાસેથી આ સીઝનમાં પણ ટીમ શાનદાર પ્રદર્શનની આશા રાખશે. તો નિકોલસ પૂરન એકલા હાથે કોઈપણ મેચનું પાસું પલટી શકે છે. જોકે, કેપ્ટન રિષભ પંતનું ફોર્મ લખનઉની ટીમ માટે ઘણું મહત્વનું રહેશે. લખનઉનું મિડલ ઓર્ડર થોડું નબળું દેખાઈ રહ્યું છે. મોહમ્મદ શમી, આવેશ ખાન, એનરિક નોર્કિયા, મયંક યાદવ અને મોહસિન ખાનના રૂપમાં લખનઉ પાસે દમદાર પેસ એટેક હાજર છે. જ્યારે સ્પિન વિભાગની કમાન દિગ્વેશ રાઠી સંભાળશે. પીચ રિપોર્ટ અને ટૉસ ફેક્ટર લખનઉના સ્ટેડિયમની પીચ પર ક્યારેક લો-સ્કોરિંગ તો ક્યારેક હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે છે. અહીં થોડું ઝાકળ પણ એક ફેક્ટર છે. ઝાકળને કારણે બીજી ઇનિંગમાં બોલરોને બોલ ગ્રીપ કરવામાં મુશ્કેલી પડે છે, જેનો ફાયદો બેટિંગ કરનારી ટીમને થાય છે. આવી સ્થિતિમાં ટૉસ મહત્વનો રહેશે. ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. લખનઉ સ્ટેડિયમમાં IPLની અત્યાર સુધી 22 મેચ રમાઈ છે. જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 9 મેચ જીતી છે, જ્યારે ચેઝ કરનારી ટીમને 12 મુકાબલામાં જીત મળી છે. વળી, એક મેચ અનિર્ણિત રહી છે. લખનઉમાં વરસાદની શક્યતા નથી લખનઉમાં આજની મેચમાં વરસાદની કોઈ સંભાવના નથી. જોકે, આ દરમિયાન ભારે ગરમી રહેશે. તાપમાન 23 ડિગ્રીથી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. બન્ને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-12 લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, જોશ ઇંગ્લિસ/એડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, શાહબાઝ અહમદ, વાનિન્દુ હસરંગા, દિગ્વેશ રાઠી, મોહમ્મદ શમી, મોહસિન ખાન, મયંક યાદવ. દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટ)ન, કેએલ રાહુલ (વિકેટકીપર), કરુણ નાયર/પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, લુંગી એન્ગિડી, કુલદીપ યાદવ, આકિબ નબી, થંગારસુ નટરાજન. મેચ ક્યાં જોઈ શકાય છે? IPL મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. જ્યારે જિયો હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, મેચના સ્કોર અને તમામ અપડેટ્સ દિવ્ય ભાસ્કર એપ પર પણ જોઈ શકાય છે.
    Click here to Read More
    Previous Article
    'હું શિવનો અવતાર, સંભોગ કર, પવિત્ર થઈ જઈશ':SIT ઓફિસર બોલ્યા- નરબલિની શંકા; 150 મહિલા પીડિત, 58 અશ્લિલ વીડિયો મળ્યા
    Next Article
    कमर्शियल गैस सिलेंडर महंगा, 195 रुपये बढ़ाए गए दाम, नई कीमत 2 हजार पार

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment