Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIRની અસર:SIR છતાં 13 વોર્ડમાં મતદાન ઘટ્યું, 10 વોર્ડમાં 0.22થી 2.6 ટકાનો વધારો

    4 days ago

    અમદાવાદમાં એસઆઇઆરની પ્રક્રિયા થયા બાદ 38 લાખ મતદાર નોંધાયા હતા. તે પહેલા ઓક્ટોબર 2025ની સ્થિતિએ શહેરમાં 46 લાખ મતદાર હતા. સ્થળાંતરણ, મતદારના મૃત્યુ, ગેરહાજર રહેવું જેવા કારણોથી 8.24 લાખ મતદાર ઘટ્યા હતા. એસઆઇઆર બાદ મતદાનનું પ્રમાણ ઘણું વધવાની સંભાવના હતી, પરંતુ 2021ની સરખામણીમાં માત્ર 3.21% મતદાન વધ્યું છે. એ વખતે 42.51% મતદાન હતું. કુલ 48 વોર્ડમાંથી 13માં મતદાન ઘટ્યું છે. જ્યારે 10 વોર્ડમાં 0થી 2.6%નો વધારો નોંધાયો હતો. કુલ 20.62 લાખ લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો નથી. 19.67 લાખ પુરુષમાંથી 9.69 લાખ એટલે 49.26% પુરુષોએ મતદાન કર્યું હતું. જ્યારે 18.33 લાખ મહિલામાંથી 7.68 લાખ, એટલે કે 41.91% મતદાન કર્યું હતું. અહીં વોટિંગમાં સૌથી મોટો ઘટાડો (ઘટાડો 2021ની સરખામણીએ) ખાડિયા, શાહપુર, જમાલપુર જેવા કોટ વિસ્તારોમાં બપોર પછી મતદાન વધ્યું તમામ 48 વોર્ડમાં સરેરાશ મતદાન જે બપોરે 1 વાગ્યે 28.23 ટકા હતું, તે સાંજે 5 વાગ્યા સુધીમાં વધીને 45.35 ટકા પર પહોંચ્યું હતું. શહેરમાં સરેરાશ 17.12 ટકાનો વધારો નોંધાયો હતો. કોટ વિસ્તારમાં ખાડિયા, જમાલપુર, દરિયાપુર અને શાહપુર જેવા કોટ વિસ્તારના વોર્ડમાં સવારની સરખામણીએ બપોર પછી મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવા વિસ્તારોમાં મતદાન ધીમી ગતિ થવાના કારણે પશ્ચિમ અને નવા વિસ્તારો જેવા કે જોધપુર (25.21 ટકાથી 36.49 ટકા) અને બોડકદેવમાં મતદાનમાં વધારો અન્ય વિસ્તારોની તુલનાએ ઓછો રહ્યો હતો. બપોરે 1થી 5 સુધી મતદાન ટકાવારી સૌથી ઓછુંઃ નવરંગપુરામાં 36.68%, ઠક્કરબાપાનગરમાં 36.29% 8 વોર્ડમાં 40%થી ઓછું મતદાનઃ જોધપુર, ચાંદલોડિયા, સ્ટેડિયમ, નિકોલ, સરદારનગર, નરોડામાં 40%થી ઓછું
    Click here to Read More
    Previous Article
    SIRમાં લાપરવાહીની અસર:હાથીજણ, ચાંદખેડાની આખી સોસાયટી યાદીમાંથી ગાયબ, 1200 મતદાર વંચિત
    Next Article
    ચૂંટણી પંચની સાઇટ ઠપ:RAC પણ મતદાર સ્લિપ ડાઉનલોડ ન કરી શક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment