Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પંચની સાઇટ ઠપ:RAC પણ મતદાર સ્લિપ ડાઉનલોડ ન કરી શક્યા

    4 days ago

    મ્યુનિ. ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાર સ્લિપ ન મળવાની ફરિયાદના કારણે લોકો બુથ સુધી પહોંચવામાં હાલાકી થઈ હતી. આ અંગે કલેક્ટર સુજિતકુમારને પૂછતા તેઓ તેમણે અધિક નિવાસી કલેક્ટરને પૂછવા કહ્યું હતું. અધિક નિવાસી કલેક્ટર ભાવિન સાગરને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે રાજ્ય ચૂંટણી પંચ સ્લિપની વ્યવસ્થા કરતું નથી. મતદારો પોતાના બૂથ ઓનલાઇન જોઈ શકે છે. તેમને જ્યારે એવું કહ્યું કે, ઓનલાઇન સ્લિપમાં મતદાનમથક તરીકે વોર્ડનું નામ જ આવે છે તો તેમણે પોતે પોતાની મતદાર સ્લિપ કાઢવા પ્રયાસ કર્યો, પણ વેબસાઇટ ધીમી હોવાથી તેઓ તેમની ઓનલાઇન મતદાર સ્લિપ જોઈ જ શક્યા નહિ. મતદાનમથક બદલાઈને 3 કિલોમીટર દૂર, સિનિયર સિટીઝન ગરમીમાં હેરાન સવારે 7થી 1 સવારે 9 વાગ્યાની આસપાસ સાઉથ બોપલના સિવિક સેન્ટર ખાતે આવેલા મતદાન મથકે મતદારો મૂંઝવણમાં હતાં. એક મતદાર પાર્થ બુચે જણાવ્યું કે, દર વખતે અહીં મતદાનમથક હોય છે, પરંતુ હવે બદલાતા તેમને લગભગ 3 કિલોમીટર દૂર જવું પડી રહ્યું છે. બોપલની બી. કે. સ્કૂલ ખાતે પણ આવી જ સ્થિતિ હતી. સિનિયર સિટિઝન બબાભાઈ ઠાકોરે જણાવ્યું કે, અગાઉ ઘર નજીક મતદાનમથક હતું, પરંતુ હવે તેને બોપલ BRTS પાસે ખસેડવામાં આવ્યું છે. વર્ષોથી એક જ જગ્યાએ મતદાન કરતા હોવા છતાં અચાનક ફેરફાર થતા કારણ સમજાતું નથી.
    Click here to Read More
    Previous Article
    SIRની અસર:SIR છતાં 13 વોર્ડમાં મતદાન ઘટ્યું, 10 વોર્ડમાં 0.22થી 2.6 ટકાનો વધારો
    Next Article
    રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખર્ચમાં કાપ:ફ્લાઇંગ સ્ક્વોડ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વેબ કાસ્ટિંગ નહીં કરી પૈસા બચાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment