Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIRમાં લાપરવાહીની અસર:હાથીજણ, ચાંદખેડાની આખી સોસાયટી યાદીમાંથી ગાયબ, 1200 મતદાર વંચિત

    4 days ago

    હાથીજણની પુષ્પક સિટીના એક હજારથી વધુ રહીશો કોર્પોરેશનની ચૂંટણીમાં મત આપવાથી વંચિત રહી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, તેઓ અત્યાર સુધી નજીકની સ્કૂલમાં મત આપવા જતા હતા, પરંતુ આ વખતે સ્કૂલ પર મત આપવા ગયા ત્યારે ખબર પડી કે, તેઓનું નામ મતદાર યાદીમાં જ નથી. આથી રહીશોએ આસપાસનાં તમામ બુથ પર તપાસ કરતા જાણવા મળ્યું કે, આ સોસાયટીનું નામ જ મતદાર યાદીમાંથી ગાયબ છે. આમ સોસાયટીના 1 હજાર જેટલા લોકો મત આપવાથી વંચિત રહી ગયા હતા. સોસાયટીના રહીશ સુરેશસિંહ રાજપૂતે જણાવ્યું કે, જ્યારે એસઆઈઆરની પ્રક્રિયા વખતે અમે બીએલઓને તમામ દસ્તાવેજ આપ્યા હતા. બીએલઓએ પણ કોઈ ક્વેરી ન હોવાનું કહ્યું હતું. આથી અમે આગળની કોઈ કાર્યવાહી કરી ન હતી. અગાઉની ચૂંટણીમાં અમે મત આપી ચૂક્યા છીએ. એસઆઈઆરમાં નવું સરનામું અપડેટ થયું ન હોવાથી મતદારોએ જૂના સરનામે વોટ આપવા જવું પડ્યું હતું. મતદાનમથકો બદલાઈ જતાં ઘણાએ એકથી બીજી જગ્યાએ ધક્કા ખાવા પડ્યા હતા. રાજ્ય ચૂંટણી કમિશનર જવાબ આપે - મતદારોને ધક્કે કેમ ચડાવ્યા? એપ્રિલની દઝાડતી ગરમીમાં મતાધિકારનો ઉપયોગ કરવા નીકળેલો નાગરિક જ્યારે એક બુથથી બીજા બુથ ભટકતો રહે અને અંતે નિરાશ થઈ ઘરે પરત ફરે, ત્યારે એ લોકશાહીનું પર્વ નહીં પણ સિસ્ટમની નિર્લજ્જતા ગણાય. ‘મતદાર સ્લિપ નથી આવી’ કે ‘બુથ બદલાઈ ગયું’ - આ માત્ર બહાનાં નથી, પણ આખા શહેરની કડવી વાસ્તવિકતા છે. તથ્યો પર નજર કરીએ તો, SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝિન) બાદ અમદાવાદમાં 8.24 લાખ લોકોનાં નામ યાદીમાંથી કમી કરાયાં હતાં. સ્વાભાવિક છે કે, મતદારો ઘટશે તો ટકાવારી ઊંચી જ દેખાવાની! તંત્ર પોતાની પીઠ ભલે થાબડે, પણ એ હજારો લોકોનું શું જેઓ તંત્રની લાપરવાહીને કારણે મતાધિકારથી વંચિત રહી ગયા? ચૂંટણી પંચ કહે છે, મતદાર સ્લિપ ફરજિયાત નથી અને ઓનલાઇન ચેક કરી શકાશે, પણ સાહેબ શું દરેક મતદાર ટેક-સેવી છે? ગરીબ વસતીમાં રહેતો માણસ આજે પણ એ કાગળની કાપલી પર જ નિર્ભર છે. જરૂરિયાતના સમયે તમારી વેબસાઇટ ખૂલતી નથી અને બુથ પર કોઈ રસ્તો બતાવનાર નથી. એસઆઈઆર બાદ બૂથ ઘટાડાયાં અને બદલાયાં, પણ શું તેની જાણ જનતા સુધી પહોંચી? શું લોકો ગલીએ ગલીએ પૂછતા ફરશે? સીધો તર્ક છે- જો તમે રસ્તો જ નહીં બતાવો, તો લોકો ભટકવાના જ છે. એસઆઈઆરની કામગીરી બાદ આ કામ તો પ્રાથમિકતા હતી. રાજકીય પક્ષો પોતાના ‘ગઢ’ સાચવવામાં વ્યસ્ત હતા અને વહીવટી તંત્ર માત્ર સ્લોગન અને હોર્ડિંગ્સ લગાવવામાં જો એક પણ વ્યક્તિ માહિતીના અભાવે મત ન આપી શકે, તો એ સીધેસીધી સિસ્ટમની જ હાર છે. રાજ્ય ચૂંટણી પંચ, જિલ્લા ચૂંટણી અધિકારીએ જવાબ આપવો પડશે કે આખરે લોકશાહીના નામે જનતાને ધક્કે કેમ ચડાવી? ચાંદખેડામાં 200 રહીશો મત ન આપી શક્યા ચાંદખેડાની આર્યન કાસા સોસાયટીના 200 રહીશો મતદાનથી વંચિત રહી ગયા હતા. સોસાયટીમાં કોઈને મતદાર સ્લિપ પણ અપાઈ નહોતી. સોસાયટીના અગ્રણી સૂર્યકાંતભાઈએ કહ્યું કે, અમારી સોસાયટી નવી બની છે. આ કારણે કોઈ ઉમેદવાર અહીં આવ્યા નથી. કેટલાક સભ્યો મત આપવા ગયા હતા, પરંતુ મત આપી શક્યા નહિ.
    Click here to Read More
    Previous Article
    ધારી પાલિકાની ચૂંટણી:6 વોર્ડની 28 બેઠકોમાં 4 બેઠક બિનહરીફ થતા 24 બેઠકોમાં મતદાન થયું: કુલ 20,279 મતદારો નોંધાયા
    Next Article
    SIRની અસર:SIR છતાં 13 વોર્ડમાં મતદાન ઘટ્યું, 10 વોર્ડમાં 0.22થી 2.6 ટકાનો વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment