Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારી પાલિકાની ચૂંટણી:6 વોર્ડની 28 બેઠકોમાં 4 બેઠક બિનહરીફ થતા 24 બેઠકોમાં મતદાન થયું: કુલ 20,279 મતદારો નોંધાયા

    4 days ago

    ધારી નગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં કુલ 28 બેઠકોમાંથી 4 બેઠકોના ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ જાહેર થતાં ચૂંટણીની રસપ્રદતા વધી હતી. બાકીની 6 વોર્ડની 24 બેઠકો માટે મતદાન યોજાયું હતું. 20 હજારથી વધુ મતદારોમાંથી 12,764એ મતાધિકારનો ઉપયોગ કર્યો આ ચૂંટણીમાં કુલ 20,276 મતદારો નોંધાયેલા હતા, જેમાંથી 12,764 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોની પસંદગી કરી હતી. જેનું કુલ મળીને 62.95 ટકા મતદાન નોંધાયું હતું. મતદાનમાં પુરુષ મતદારોની ભાગીદારી મહિલાઓની તુલનામાં વધુ જોવા મળી હતી. પુરુષ મતદાન 66.5 ટકા રહ્યું હતું, જ્યારે મહિલા મતદાન 59.61 ટકા નોંધાયું હતું. અમરેલી જિલ્લાના ધારીને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને યુવાનોમાં આ ચૂંટણી ઉત્સાહ ભરી જોવા મળી હતી. મતદાન દરમિયાન લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. 98 વર્ષીય વૃદ્ધનો લોકશાહી પ્રત્યે ઉમળકો‎ રાજુલા તાલુકાના ડુંગર ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહજનક દૃશ્ય જોવા મળ્યું હતું. 98 વર્ષીય સુરેશભાઇ સોદરવા લાકડીના ટેકે ચાલીને મતદાન મથક સુધી પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમની ઉંમર હોવા છતાં મતદાન પ્રત્યેનો ઉમળકો લોકોએ વખાણ્યો હતો. પોલીસ જવાને પણ વૃદ્ધની મદદ કરી તેમને સલામત રીતે મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા. ડુંગર ગામે મતદાન માટે લોકોની સારી ભીડ જોવા મળી હતી. લોકશાહીમાં મતદાન કરવું દરેક નાગરિકની ફરજ હોવાનું સુરેશભાઇએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કરુણ અકસ્માત:માલવીયા પીપરીયા નજીક હિટ‎એન્ડ રન દુર્ઘટનામાં યુવાનનું મોત‎
    Next Article
    SIRમાં લાપરવાહીની અસર:હાથીજણ, ચાંદખેડાની આખી સોસાયટી યાદીમાંથી ગાયબ, 1200 મતદાર વંચિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment