Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIRની અસર:SIR પછી મતદાર યાદીમાં નામ ન મળતાં કેટલાકને ફેરો

    10 hours ago

    SIR પછી પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મહેસાણાના રાધનપુર રોડ સ્થિત વોર્ડ નં.1 અને નાગલપુર રોડ સ્થિત વોર્ડ નં.10માં કેટલાક મતદારો મતદાન કાર્ડ લઈને આવ્યા હતા, પરંતુ મતદાર યાદીમાં નામ ન હોવાથી તેમને મતદાન કર્યા વગર પરત ફરવું પડ્યું. હતું. રાધનપુર રોડની શિવગંગા સ્કૂલના મતદાન મથકે શીતલકુમાર જાનીએ જણાવ્યું કે, હાલમાં અમે સુમુખ વિસ્તારમાં રહીએ છીએ. મારી પત્નીનું નામ મતદાર યાદીમાં છે અને તેણે મતદાન કર્યું, પરંતુ મારું નામ યાદીમાં નથી. જુના તિરુપતિ શાહિબાગના સરનામામાં ફેરફાર માટે અરજી કરી હતી, છતાં તે બદલાયું નથી. SIR દરમિયાન 2002ના ડેટા ન મળતાં મેં ફોર્મ ભર્યું નહોતું. દેદીયાસણ રાણીવાસની કાજલબેન ઠાકોરે જણાવ્યું કે, ચૂંટણીકાર્ડ કાઢ્યું છે, છતાં અહીં મતદાર યાદીમાં નામ નથી. દેદીયાસણના બુથ પર પણ નામ મળ્યું નથી. નાગલપુર કોલેજના બુથ પર વયસ્ક મહિલાએ જણાવ્યું કે, મારા દીકરાનું નામ યાદીમાં છે, પરંતુ અમારું નામ નથી. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવાં અનેક મતદારો હતા, જેમની પાસે કાર્ડ હતાં, પણ નામ નહીં. ટી.જે.માં મત આપવા મુદ્દે બે ઉમેદવારો વચ્ચે બોલાચાલી બાદ ગેટ બંધ કરાયો વોર્ડ નં.6ના ટી.જે. હાઇસ્કૂલ સંકુલમાં બપોરે 3:50 વાગ્યે બે ઉમેદવારો વચ્ચે મતદારોને મત આપવા મુદ્દે બોલાચાલી થઈ હતી. જેથી મતદારો સિવાયના લોકો પણ ભેગા થઇ ગયા હતા. જેના કારણે બુથમાં કામકાજમાં વિક્ષેપની સ્થિતિ સર્જાઇ હતી. સ્થિતિને કાબૂમાં લેવા એ ડિવિઝન પીઆઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને ભીડને બહાર કાઢી, ગેટ બંધ કરી માત્ર જાળી દ્વારા પ્રવેશ અપાયો હતો.
    Click here to Read More
    Previous Article
    80 વર્ષથી એકપણ મત ચૂક્યા નથી:101 વર્ષની ઉંમરે પણ અંબાલાલ દાદાનો જુસ્સો
    Next Article
    મતદાનનું ગણિત:મનપામાં સમાજ, રોજગારી, ચહેરો, કામ જોઇને મતદાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment