Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાનનું ગણિત:મનપામાં સમાજ, રોજગારી, ચહેરો, કામ જોઇને મતદાન કર્યું

    9 hours ago

    મહેસાણા મહાનગરપાલિકાની સૌપ્રથમ ચૂંટણીમાં 58.46% ટકા મતદાન થયું છે. જે નગરપાલિકા (65.33 ટકા) કરતાં 6.87 ટકા ઓછું થયું છે. શહેરમાં આસપાસના 16 જેટલા ગામો ભળવા છતાં એસઆઇઆરમાં મતદારોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી મતદાનની ટકાવારી પર અસર દેખાઇ રહી છે. જોકે, ટ્રેન્ડ જોતાં મનપામાં ફરી ભાજપ સત્તા કબજે કરશે. જોકે, ક્યાંક જ્ઞાતિ સમીકરણો તો ક્યાંક નારાજગીને લઇ પેનલ તૂટી શકે છે. ઉલ્લેખનિય છે કે, 13 વોર્ડની 52 બેઠકોમાં સત્તા હાંસલ કરવા માટે 27 બેઠકો જરૂરી છે. ભાજપ ચૂંટણી પહેલાં જ 5 બેઠક બિનહરીફ મેળવી ચૂક્યો છે. તે જોતાં હવે 22 બેઠકની જરૂર છે. જે મતદાનના ટ્રેન્ડ અને શિક્ષિત મતદારોના ઊંચા મતદાનને લઇ ભાજપને જ ફાયદો થશેનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. એસઆઈઆર બાદ યોજાયેલી મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં આકરી ગરમી છતાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોરના સમયને બાદ કરતાં મતદાન મોટા પ્રમાણમાં અને સ્વયંભૂ થયું હતું. વિવિધ વર્ગના મતદારો સાથેની ચર્ચામાં જાણવા મળ્યું કે, મત આપતી વખતે સમાજ, રોજગારી, ઉમેદવારનો ચહેરો અને કરવામાં આવેલા વિકાસકાર્યો મુખ્ય મુદ્દા રહ્યા હતા. ઘણા મતદારોએ સ્પષ્ટ બોલવાનું ટાળ્યું હતું, પરંતુ ચર્ચામાં સમાજ આધારિત મતદાનનો ઝુકાવ સ્પષ્ટ જણાયો હતો. આ સાથે 13 વોર્ડની 47 બેઠકો માટે 122 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું છે. યુવાન કમલેશભાઈએ જણાવ્યું કે, ઉમેદવારનો ચહેરો અને તે કામમાં કેટલો ઉપયોગી સાબિત થશે તે ધ્યાનમાં રાખીને મત આપ્યો. વયસ્ક મોહનભાઈએ કહ્યું, સમાજના લોકો છે એટલે ધ્યાનમાં લેવું પડે. હીરલબેને રોજગારીને મહત્વનો મુદ્દો ગણાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    SIRની અસર:SIR પછી મતદાર યાદીમાં નામ ન મળતાં કેટલાકને ફેરો
    Next Article
    Rishabh Pant Admits To "Pressure", Welcomes "Break" As Captaincy Calls vs KKR Backfire

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment