Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    80 વર્ષથી એકપણ મત ચૂક્યા નથી:101 વર્ષની ઉંમરે પણ અંબાલાલ દાદાનો જુસ્સો

    8 hours ago

    101 વર્ષની ઉંમરે પણ લોકશાહી પ્રત્યે અડગ વિશ્વાસ દર્શાવતા વિરમપુરા ગામના અંબાલાલભાઈ પટેલ મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા પહોંચ્યા. છેલ્લા 80 વર્ષથી સતત મતદાન કરતા દાદાએ આ વખતે પણ પોતાનો કિંમતી મત આપી યુવાનોને પ્રેરણા આપી. “મારી ઉંમર જ પુરાવો” કહી તેઓએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું અને ગરમી જેવા બહાના છોડીને મતદાન કરવાની અપીલ કરી. ગરમી જેવા બહાના કાઢીને પોતાનો કિંમતી મત ન આપતા નવ યુવાન મતદારોને મહેસાણા નજીક આવેલ વિરમપુરા ના અંબાલાલભાઈ પટેલે 101 વર્ષની ઉંમરે પણ મહાનગરપાલિકામાં પોતાનો કિંમતી મત આપીને મતદાન કરવાની પ્રેરણા આપી હતી અંબાલાલ દાદાના કહેવા મુજબ પોતે છેલ્લા 80 વર્ષથી વોટીંગ કરે છે ગમે તેવું કામ હોય પણ તે પડતું મૂકીને અત્યાર સુધી એક પણ મતદાન તેઓ ચૂક્યા નથી પહેલાની ચૂંટણી શાંતિપૂર્વક યોજાતી અને અત્યારની ચૂંટણી હડમહડા વાળી થઈ ગઈ હોવાનું કહીને અત્યારની ચૂંટણીમાં જવાનીયા બહુ હોબાળા કરતા હોવાનું તેમણે કહ્યું હતું અંબાલાલ દાદાએ પોતાના જમાના ની ચૂંટણીમાં વ્યક્તિ ગામનો છે કે નહીં તે જ જોવાતું અને હાલ દુનિયાભરના બધા પુરાવા માંગવામાં આવે છે મતદાન કરવા ગયા ત્યારે પોતાની પાસે પણ આધાર કાર્ડ માંગતા તેમણે મારી ઉંમર જ પુરાવો છે નું કહીને તમામ પુરાવાનો બસ્ફુ મતદાનમાં રોકાયેલા સ્ટાફ ને આપતા તે ચોંકી ગયો હતો
    Click here to Read More
    Previous Article
    Gas and acidity during heat waves? Which superfoods to eat from morning to night
    Next Article
    SIRની અસર:SIR પછી મતદાર યાદીમાં નામ ન મળતાં કેટલાકને ફેરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment