Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIR મુદ્દે કોંગ્રેસના સવાલો સામે ભાજપનો પલટવાર:ખોટા નેરેટિવથી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, EVM બાદ ચૂંટણી પંચ નિશાન

    1 day ago

    ગીર સોમનાથમાં SIR મુદ્દે કોંગ્રેસ ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવી રહી છે. ગીર સોમનાથ ભાજપ પ્રમુખ ડો. સંજય પરમારે કોંગ્રેસના આક્ષેપોને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ ચૂંટણી પંચ વિશે ખોટી વાતો ફેલાવી રહી છે. ડો. સંજય પરમારે જણાવ્યું કે, વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર તથા ચૂંટણી પંચ સામે પ્રશ્નો ઉભા કર્યા. જોકે, ત્રણેય ચૂંટણી કમિશનરોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આંતરિક મતભેદના આક્ષેપો નકારી કાઢ્યા. ભાજપ પ્રમુખે Form-6 અંગેના કોંગ્રેસના સવાલોનો પણ જવાબ આપ્યો. તેમણે દાવો કર્યો કે Form-6 ભરવાની પ્રક્રિયા માન્ય છે, તેમાં કોઈ ગેરકાયદેસર ફેરફાર નથી. ચૂંટણી પંચ મુજબ, SIR-2026 માટે નવા મતદારો Form-6 અને Declaration Form ભરી શકે છે. ડો. પરમારે કહ્યું કે SIRનો હેતુ યોગ્ય નાગરિકનું નામ મતદાર યાદીમાંથી ન નીકળી જાય અને અયોગ્ય વ્યક્તિનું નામ સામેલ ન થાય તે છે. ચૂંટણી પંચનો પણ આ જ હેતુ છે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે જ્યારે ચૂંટણી પરિણામ વિરોધમાં આવે છે, ત્યારે EVM અને ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવવામાં આવે છે. તેમના મતે, EVM પછી હવે ચૂંટણી પંચને નિશાન બનાવવાનો પ્રયાસ છે.
    Click here to Read More
    Previous Article
    શામળાજી રેલવે યાર્ડમાં કામગીરી:29 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર દરમિયાન ટ્રેનોના સંચાલન પર અસર, કોટા–અસારવા એક્સપ્રેસ સહિતની ટ્રેનો આંશિક રદ
    Next Article
    મિત્રોને બર્થડે પાર્ટી આપવા માટે લઈ જવાતો દારૂ થારમાંથી પકડાયો:મધ્યપ્રદેશથી ધોળકા બોટલો લઈને જતો શખ્સ દબોચાયો, 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment