Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજી રેલવે યાર્ડમાં કામગીરી:29 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર દરમિયાન ટ્રેનોના સંચાલન પર અસર, કોટા–અસારવા એક્સપ્રેસ સહિતની ટ્રેનો આંશિક રદ

    1 day ago

    ઉદયપુર–હિંમતનગર રેલવે ખંડમાં શામળાજી–ન્યૂ મોડાસા નવી રેલવે લાઇનના કામને પગલે શામળાજી યાર્ડમાં નોન-ઇન્ટરલોકિંગ (NI) કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે, જ્યારે એક ટ્રેનના સંચાલન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોટા–અસારવા અને કાનપુર સ્પેશિયલ ટ્રેનો આંશિક રદ રેલવે દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, ટ્રેન નંબર 19822 કોટા–અસારવા એક્સપ્રેસ 29 સપ્ટેમ્બર અને 2 ઓક્ટોબર 2026ના રોજ ઉદયપુર–અસારવા વચ્ચે આંશિક રદ રહેશે. જ્યારે ટ્રેન નંબર 19821 અસારવા–કોટા એક્સપ્રેસ 30 સપ્ટેમ્બર અને 3 ઓક્ટોબરના રોજ અસારવા–ઉદયપુર વચ્ચે આંશિક રદ રહેશે. આ ઉપરાંત, ટ્રેન નંબર 01905 કાનપુર–અસારવા સ્પેશિયલ 5 ઓક્ટોબરના રોજ ઉદયપુર–અસારવા વચ્ચે અને ટ્રેન નંબર 01906 અસારવા–કાનપુર સ્પેશિયલ 29 સપ્ટેમ્બર તથા 6 ઓક્ટોબરના રોજ અસારવા–ઉદયપુર વચ્ચે આંશિક રદ રહેશે. અસારવા–ચિત્તોડગઢ મેમૂ એક કલાક મોડી દોડશે ટ્રેન નંબર 69243 અસારવા–ચિત્તોડગઢ મેમૂ 4 અને 5 ઓક્ટોબર 2026ના રોજ તેના નિર્ધારિત રૂટ પર આશરે એક કલાક મોડી દોડશે. રેલવે દ્વારા મુસાફરોને મુસાફરી શરૂ કરતાં પહેલાં NTES પર ટ્રેનના સમય અને સંચાલન અંગેની તાજી માહિતી તપાસી લેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં જમીન દફ્તર કર્મીઓની હડતાલનો 9મો દિવસ:પડતર ગ્રેડ પેની માગ સાથે અચોક્કસ મુદતની હડતાલ ચાલુ, અરજદારોના કામ અટક્યા
    Next Article
    SIR મુદ્દે કોંગ્રેસના સવાલો સામે ભાજપનો પલટવાર:ખોટા નેરેટિવથી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, EVM બાદ ચૂંટણી પંચ નિશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment