Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં SIRનો વિરોધ, AAP નેતાની અટકાયત:11 મેટ્રો સ્ટેશન બંધ, જંતર-મંતર પર ફોર્સ તૈનાત; CJP મુંબઈમાં પ્રદર્શન કરશે

    15 hours ago

    SIR પ્રક્રિયા વિરુદ્ધ દિલ્હીમાં લેફ્ટ, AAP અને સ્ટુડન્ટ યુનિયને શુક્રવારે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. AAP નેતા સૌરભ ભારદ્વાજ જેવા જંતર-મંતર પહોંચ્યા, તેમને અટકાયતમાં લેવામાં આવ્યા. પ્રદર્શન માટે AISA (ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશન), RJD સાંસદ મનોજ ઝા અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે લોકોને જંતર-મંતર પર જોડાવાની અપીલ કરી છે. જંતર-મંતર પર પોલીસ અને RAF તૈનાત કરવામાં આવી છે. સાવચેતીના પગલા તરીકે આસપાસના 11 મેટ્રો સ્ટેશનોના આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાં જનપથ, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય, રાજીવ ચોક, સેવા તીર્થ, મંડી હાઉસ અને લોક કલ્યાણ માર્ગ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. કોકરોચ જનતા પાર્ટી આજે સાંજે 4 વાગ્યાથી મુંબઈના શિવાજી પાર્કમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન કરવાની છે. CJPના કન્વીનર અભિજીત દીપકેએ 24 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જ્ઞાનેશ કુમાર આ દેશના સૌથી મોટા દેશદ્રોહી છે. લોકોનો મત આપવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે. જોકે, પોલીસે આ પ્રદર્શનની મંજૂરી આપી નથી. આ સમગ્ર વિવાદ 23 સપ્ટેમ્બરે ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ શરૂ થયો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ 10 મહિનામાં 14 વખત લેખિત વાંધો નોંધાવ્યો હતો. તેમનું કહેવું હતું કે કેટલાક નિર્ણયો તેમની જાણકારી વિના લેવામાં આવ્યા હતા. SIR દરમિયાન અત્યાર સુધી 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 13.37 કરોડ નામ કપાયા છે. ચૂંટણી પંચ મુજબ દેશમાં કુલ 96.88 કરોડથી વધુ મતદારો છે, એટલે કે લગભગ 14.1% મતદારોનાં નામ SIRમાં કાપી નાખવામાં આવ્યા છે. SIR સામે દિલ્હી-મુંબઈમાં વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    બર્થ ડે પર લવલીનાનો ગોલ્ડન પંચ:એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારી બીજી ભારતીય મહિલા બોક્સર; ભારત 12 ગોલ્ડ સાથે નંબર-6 પર
    Next Article
    કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોએ સઘન બોટ ચેકિંગ કર્યું:જખૌથી શિયાળબારી સુધી સુરક્ષા મજબૂત કરવા ખાસ ડ્રાઇવ ચલાવાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment