Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોએ સઘન બોટ ચેકિંગ કર્યું:જખૌથી શિયાળબારી સુધી સુરક્ષા મજબૂત કરવા ખાસ ડ્રાઇવ ચલાવાઈ

    13 hours ago

    કચ્છના સરહદી દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા અને તકેદારી વધુ મજબૂત બનાવવાના હેતુથી મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જખૌ સેક્ટરના સમગ્ર દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડોની વિવિધ ટીમો દ્વારા સઘન પેટ્રોલિંગ અને બોટ ચેકિંગ કરવામાં આવતા દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ સક્રિય બનાવવામાં આવી હતી. DySP આર.એમ. ચૌધરીના નેતૃત્વ હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન સીધોડી બીચ, યક્ષ મંદિર, ખીદરત ટાપુ, જખૌ બંદર, ભારતસોલ્ટ અને શિયાળબારી સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. સંવેદનશીલ ગણાતા દરિયાઈ વિસ્તારોમાં અલગ-અલગ ટીમો તૈનાત કરીને દરિયામાં અવરજવર કરતી બોટોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. મરીન કમાન્ડોએ બોટમાં સવાર લોકો તેમજ તેમની અવરજવર અંગે જરૂરી તપાસ કરી હતી. કચ્છનો દરિયાકાંઠો પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદને અડીને આવેલો હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ આ વિસ્તાર મહત્વપૂર્ણ છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ સમયસર ધ્યાને આવે તે માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ચેકિંગ દરમિયાન સ્થાનિક માછીમારો સાથે પણ મરીન કમાન્ડોએ સંવાદ કરી તેમને જરૂરી સૂચનાઓ આપી હતી. દરિયામાં અથવા દરિયાકાંઠાના વિસ્તારમાં કોઈ અજાણી વ્યક્તિ, શંકાસ્પદ હિલચાલ કે શંકાસ્પદ બોટ નજરે પડે તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા માછીમારોને સમજાવવામાં આવ્યા હતા. માછીમારોને દરિયાઈ વિસ્તારમાં સતર્ક રહેવા અને આસપાસની કોઈ અસામાન્ય પ્રવૃત્તિને અવગણના ન કરવા પણ અપીલ કરવામાં આવી હતી. મરીન ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા, DIGP એ.એમ. મુનિયા અને SP એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત કચ્છના જખૌ સેક્ટરમાં હાથ ધરાયેલી કામગીરી દરમિયાન દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં કડક નજર રાખવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં SIRનો વિરોધ, AAP નેતાની અટકાયત:11 મેટ્રો સ્ટેશન બંધ, જંતર-મંતર પર ફોર્સ તૈનાત; CJP મુંબઈમાં પ્રદર્શન કરશે
    Next Article
    4 વર્ષની બાળકીની શ્વાસનળીમાંથી 22 દિવસે ‘નઝરિયા’નો પારો બહાર કઢાયો:રાજકોટની હોસ્પિટલમાં ENT સર્જને બ્રોન્કોસ્કોપીથી નવજીવન આપ્યું, શ્વાસ સમયે સિટી જેવો અવાજ આવે તો અવગણવો નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment