Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 વર્ષની બાળકીની શ્વાસનળીમાંથી 22 દિવસે ‘નઝરિયા’નો પારો બહાર કઢાયો:રાજકોટની હોસ્પિટલમાં ENT સર્જને બ્રોન્કોસ્કોપીથી નવજીવન આપ્યું, શ્વાસ સમયે સિટી જેવો અવાજ આવે તો અવગણવો નહીં

    13 hours ago

    રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલ ખાતે એક અત્યંત સંવેદનશીલ અને જટિલ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 4 વર્ષની બાળકીનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. દીવની રહેવાસી 4 વર્ષની બાળકીના શ્વાસનમાર્ગમાં છેલ્લા 22 દિવસથી બ્રેસલેટનો 1 સેન્ટિમીટર જેટલો મોટો ‘નઝરિયા’નો પારો એટલે કે મોતી ફસાયેલો હતો. ખાનગી હોસ્પિલના નિષ્ણાત ENT સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરે પોતાની સુઝબુઝ અને કૌશલ્યથી આ અત્યંત મુશ્કેલ બ્રોન્કોસ્કોપી સર્જરી પાર પાડી બાળકીને નવજીવન આપ્યું છે. બાળકી રમતા-રમતા બ્રેસલેટમાંથી પારો ગળી ગઈ હતી બાળકીના પિતાના જણાવ્યા અનુસાર, આશરે 22 દિવસ પહેલાં રમતા-રમતા બ્રેસલેટમાંથી છૂટો પડેલો આ મોતી બાળકીના શ્વાસમાર્ગમાં ઊંડે ઉતરી ગયો હતો. ત્યારપછીના દિવસો પરિવાર માટે ભારે માનસિક યાતનાભર્યા રહ્યા હતા. બાળકી સતત સૂકી ઉધરસ અને શ્વાસ લેવાની તકલીફથી પીડાતી હતી. સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર કરાવવામાં આવી હોવા છતાં તેને કોઈ રાહત મળતી ન હતી. શરૂઆતમાં લેવાયેલો ચેસ્ટ એક્સ-રે પણ સામાન્ય આવ્યો હતો, જેના કારણે સાચી પરિસ્થિતિનો તુરંત તાગ મળ્યો ન હતો. જોકે બાળકીની તકલીફ સતત વધતી રહેતાં પરિવારજનોએ વધુ તપાસ કરાવવાનું નક્કી કર્યું હતું. અંતે ચેસ્ટ સીટી સ્કેન કરવામાં આવતા સ્પષ્ટ થયું કે બાળકીની શ્વાસનળીના જમણા મુખ્ય ભાગ એટલે કે રાઇટ મેઇન બ્રોન્કસમાં કોઈ બાહ્ય વસ્તુ ગંભીર રીતે ફસાયેલી છે. ડોક્ટરે રિજિડ બ્રોન્કોસ્કોપી દ્વારા મોતી કાઢવાનો નિર્ણય કર્યો પરિસ્થિતિની ગંભીરતાને સમજીને પરિવારજનો તાત્કાલિક બાળકીને લઈને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા. અહીં જાણીતા ENT સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરે કેસની જટિલતા તપાસી અને સમય બગાડ્યા વિના જનરલ એનેસ્થેસિયા હેઠળ રિજિડ બ્રોન્કોસ્કોપી (Rigid Bronchoscopy) દ્વારા મોતી બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો. 'પારો કઠણ અને લપસણો હોવાથી કાઢવો મુશ્કેલ હતો' આ સર્જરી ટેક્નિકલી ખૂબ જ પડકારજનક હતી. જમણા મુખ્ય બ્રોન્કસમાં ફસાયેલો આશરે 1 સેન્ટિમીટરનો નઝરિયાનો પારો ગોળ, ખૂબ જ કઠણ અને અત્યંત લપસણો હતો. સર્જન માટે સૌથી મોટો સવાલ એ હતો કે શ્વાસનળીની અંદર મોતી અને બ્રોન્કસની દિવાલ વચ્ચે ફોર્સેપ્સ મૂકવા માટે જગ્યા ખૂબ જ નગણ્ય હતી. મોતીનો ગોળાકાર અને લીસો આકાર હોવાથી તેને પકડવો મુશ્કેલ હતો અને તે એટલો કઠણ હતો કે તેને અંદર તોડીને ટુકડાઓમાં બહાર કાઢવો પણ શક્ય ન હતો. જરાક સરખી ચૂક થાય તો મોતી વધુ ઊંડે સરી પડે અથવા શ્વાસમાર્ગને કાયમી નુકસાન પહોંચે તેમ હતું. 'ચીરો કે ટાંકા વગર ગણતરીની મિનિટોમાં પૂર્ણ જો કે, ડૉ. ઠક્કરે પોતાની અનુભવી એરવે એન્ડોસ્કોપિક કુશળતાનો ઉપયોગ કરીને બ્રોન્કોસ્કોપિક ફોર્સેપ્સ વડે અત્યંત સાવચેતીથી મોતીને એક જ પ્રયાસમાં પકડી લીધું અને સફળતાપૂર્વક બહાર ખેંચી કાઢ્યું. આ સમગ્ર પ્રક્રિયા એન્ડોસ્કોપિક રીતે, શરીર પર એક પણ ચીરો કે ટાંકા વગર ગણતરીની મિનિટોમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ જટિલ કામગીરી સફળ થવાથી બાળકી પર તોળાતું મોટું ઓપરેશન ટળ્યું હતું, કારણ કે જો એન્ડોસ્કોપી નિષ્ફળ ગઈ હોત તો બાળકીની છાતી ખોલીને Thoracotomy કે Tracheostomy જેવી અત્યંત જોખમી સર્જરી કરવી પડી હોત, જે નાના બાળકની જિંદગી માટે ખૂબ જોખમી સાબિત થઈ શકતી હતી. બાળકીને નવજીવન મળતા પિતાએ હૃદયપૂર્વક ડૉક્ટરનો આભાર માન્યો હતો. 'શ્વાસ લેતી વખતે સીટી જેવો અવાજ આવે તો અવગણવું નહીં' ડૉ. હિમાંશુ ઠક્કરે તમામ વાલીઓને એક મહત્વપૂર્ણ અને આંખ ઉઘાડનારી અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, નાના બાળકોની પહોંચમાં નઝરિયાના મોતી, માર્બલ, લખોટી, બ્રેસલેટ, દાગીનાના નાના ભાગો કે રમકડાંના ગોળ સ્પેરપાર્ટ્સ ક્યારેય ન રાખવા જોઈએ. આવી વસ્તુઓ જો ભૂલથી પણ શ્વાસનળીમાં જતી રહે તો તે ત્યાં ચુસ્તપણે ફસાઈને બાળકના શ્વાસ રુંધી શકે છે. જો કોઈ બાળકને આવી ઘટના બાદ સતત ઉધરસ રહે, શ્વાસ લેતી વખતે સીટી જેવો અવાજ આવે કે અન્ય તકલીફ થાય તો તેને સામાન્ય શરદી-ઉધરસ માનીને અવગણવું નહીં. ઘણીવાર પ્રારંભિક એક્સ-રે સામાન્ય આવે તો પણ શ્વાસમાર્ગમાં Foreign Body હોવાની શક્યતા નકારી શકાતી નથી. બાળકીનો આ કિસ્સો દર્શાવે છે કે યોગ્ય સમયે સાચું નિદાન અને અનુભવી નિષ્ણાતની સમયસૂચકતા માસૂમનો જીવ બચાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોએ સઘન બોટ ચેકિંગ કર્યું:જખૌથી શિયાળબારી સુધી સુરક્ષા મજબૂત કરવા ખાસ ડ્રાઇવ ચલાવાઈ
    Next Article
    "Growing In Stature With Time": Harbhajan On India Star. Not Sooryavanshi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment