Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIR બાદ સુરત મહાનગરપાલિકામાં 8 લાખ મતદારો ઘટ્યા:ડ્રાફ્ટ યાદી બાદ માત્ર 20 વાંધા સૂચનો આવ્યા, હવે 30 વોર્ડમાં 24.77 લાખ મતદારો

    2 days ago

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકશાહીના પર્વ સમાન આ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદીમાં અત્યંત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2021ની છેલ્લી ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદારોની સંખ્યામાં 8.11 લાખનો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જે રાજકીય આલમ અને વહીવટી તંત્ર માટે ભારે આશ્ચર્યનો વિષય બન્યો છે. 2021ની સરખામણીએ 8.11 લાખ મતદારો ઘટ્યા વહીવટી તંત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર, સુરત પાલિકાના તમામ 30 વોર્ડ માટે ગયા સોમવારે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં સૌથી મોટો ફેરફાર મતદારોની કુલ સંખ્યામાં જોવા મળ્યો છે. વર્ષ 2021માં જ્યારે પાલિકાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે સુરત શહેરમાં કુલ 32.88 લાખ નોંધાયેલા મતદારો હતા. જોકે, તાજેતરમાં થયેલી એસઆઈઆરની કામગીરી અને મતદાર યાદીના શુદ્ધિકરણ બાદ આ આંકડો ઘટીને હવે 24.77 લાખ પર પહોંચી ગયો છે. આમ, સીધો 8.11 લાખ મતદારોનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ ડુપ્લીકેટ નામોનું કમી થવું, મૃત્યુ પામેલા મતદારોના નામ દૂર કરવા અથવા કાયમી ધોરણે અન્ય શહેરોમાં સ્થળાંતર કરી ગયેલા લોકોના નામ હટાવવા જેવા કારણો જવાબદાર હોવાનું મનાય છે. 30માંથી 18 વોર્ડમાં 25-25 હજાર મતદારો ઘટ્યા માત્ર મતદારો જ નહીં, પરંતુ મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યામાં પણ મોટો કાપ મૂકવામાં આવ્યો છે. 2021ની ચૂંટણી વખતે શહેરમાં કુલ 3185 મતદાન મથકો હતા, જે હવે ઘટાડીને 2587 કરી દેવામાં આવ્યા છે. આ આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, 30 વોર્ડ પૈકીના 18 વોર્ડ એવા છે જ્યાં સરેરાશ 25-25 હજાર જેટલા મતદારો ઘટ્યા છે. આટલા મોટા પાયે ફેરફાર થયો હોવા છતાં, જનતા કે રાજકીય પક્ષો તરફથી જોવા મળેલી ઉદાસીનતાએ તંત્રને અચરજમાં મૂક્યું છે. પાલિકાએ આ નવી યાદી સામે વાંધા-સૂચનો મંગાવવા માટે જે સમય આપ્યો હતો, તેમાં સમગ્ર સુરત શહેરમાંથી માત્ર 20 જેટલા જ વાંધા સૂચનો પ્રાપ્ત થયા છે. પ્રાથમિક યાદી બાદ માત્ર 20 વાંધા સૂચનો મળ્યા સામાન્ય રીતે ચૂંટણી પૂર્વે જ્યારે મતદાર યાદીમાં થોડા પણ નામો કમી થાય ત્યારે રાજકીય પક્ષો દ્વારા વહીવટી તંત્ર સામે મોરચો માંડવામાં આવતો હોય છે, પરંતુ 8 લાખથી વધુ નામો ઓછા થવા છતાં કોઈ મોટી પ્રતિક્રિયા જોવા મળી નથી. હાલમાં વાંધા-સૂચનો મંગાવવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે અને હવે વહીવટી તંત્ર આ 20 વાંધાઓનો નિકાલ કરીને આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની તૈયારીમાં છે. આ અંતિમ યાદી જાહેર થયા બાદ જ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગનું વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થશે. સુરત જેવા સતત વિકસતા શહેરમાં મતદારોની સંખ્યામાં આટલો મોટો ઘટાડો એ વહીવટી દ્રષ્ટિએ શુદ્ધિકરણની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    અરુણકુમાર મહેતાની જીવનયાત્રાથી વિદ્યાર્થીઓ પ્રેરિત:સી. સી. શેઠ કૉલેજમાં ‘હીરો’ પુસ્તક પર વિશેષ સંવાદ અને વાંચન સત્ર યોજાયું
    Next Article
    સુરતના લિંબાયતમાં રહેણાક મકાનમાં ભીષણ આગ:મીઠી ખાડી પાસેના મકાનમાં ઓચિંતા આગ લાગતા 5ના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment