Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરુણકુમાર મહેતાની જીવનયાત્રાથી વિદ્યાર્થીઓ પ્રેરિત:સી. સી. શેઠ કૉલેજમાં ‘હીરો’ પુસ્તક પર વિશેષ સંવાદ અને વાંચન સત્ર યોજાયું

    2 days ago

    અમદાવાદની સી. સી. શેઠ કૉલેજ ઑફ કૉમર્સ અને નવગુજરાત સેન્ટ્રલ લાઈબ્રેરીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક પ્રેરણાદાયી વાંચન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્ર ભારતના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિ અરુણકુમાર મહેતાના જીવન પર આધારિત પુસ્તક ‘હીરો – વન પર્સનાલિટી, ટુ મીનિંગ્સ’ પર કેન્દ્રિત હતું. લેખિકા ચિરંતના ભટ્ટ લિખિત આ પુસ્તક દ્વારા યુવા પેઢીને એક સફળ ઉદ્યોગસાહસિકના સંઘર્ષ અને મૂલ્યોથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ઋષિ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. પાટણથી વૈશ્વિક ફલક સુધીની સફર સત્રના પ્રારંભમાં કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. ધર્મેન્દ્ર મિસ્ત્રીએ અરુણકુમાર મહેતાના જીવનના વિવિધ પાસાઓ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે કેવી રીતે પાટણના નાના ગામથી શરૂ થયેલી તેમની સફર તેમને વૈશ્વિક બિઝનેસ લીડર તરીકે પ્રસ્થાપિત કરી ગઈ. ત્યારબાદ ડૉ. ઋષિ ઠાકરે મહેતાના વ્યાવસાયિક વારસા, તેમની નમ્રતા અને સાદગી વિશે વાત કરતા જણાવ્યું કે, મજબૂત માનવીય મૂલ્યો જ તેમને અન્ય કરતા અલગ પાડે છે. વિદ્યાર્થીઓએ મેળવી સફળતાની ગુરુચાવી આ સત્રમાં અંદાજે 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પુસ્તકમાંથી મેળવેલા બોધપાઠ રજૂ કર્યા હતા. બી.કૉમ. સેમેસ્ટર-2ની વિદ્યાર્થિની સોનુ કુમારીએ કટોકટીના સમયે સંયમ રાખવાની તેમની ક્ષમતા પર ભાર મૂક્યો હતો. જ્યારે એમ.કૉમ. સેમેસ્ટર-2ની સાક્ષી પ્રજાપતિએ વૈશ્વિક સ્તરે વ્યવસાયના વિસ્તરણ અને વ્યાપારી પ્રથાઓના આધુનિકીકરણ વિશે ચર્ચા કરી હતી. અન્ય વિદ્યાર્થિની રાધિકા પાસીએ અરુણકુમાર મહેતાના જીવન પર જૈન મૂલ્યો અને પ્રામાણિકતાના પ્રભાવ વિશે પોતાના મંતવ્યો જણાવ્યા હતા. નૈતિક મૂલ્યોનું મહત્ત્વ કાર્યક્રમમાં કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધાર્મિક સોલંકીએ પણ ખાસ હાજરી આપી હતી. તેમણે અરુણકુમાર મહેતાના નૈતિક વ્યાપારી આચરણો અને આજના સ્પર્ધાત્મક યુગમાં તેની પ્રસ્તુતતા વિશે વાત કરી હતી. સમગ્ર સત્રના અંતે વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓએ એક મહાન વિભૂતિના જીવનમાંથી સંઘર્ષ અને સફળતાના પાઠ શીખ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'નેતાઓ ગીધ જેવા છે':ગંદકી અને પીવાના પાણીમાં કીડાથી મતદારોની કમાન છટકી, કહ્યું- ખાડીપૂરમાં ત્રણ ત્રણ દિવસ પાણી ભરાયેલા
    Next Article
    SIR બાદ સુરત મહાનગરપાલિકામાં 8 લાખ મતદારો ઘટ્યા:ડ્રાફ્ટ યાદી બાદ માત્ર 20 વાંધા સૂચનો આવ્યા, હવે 30 વોર્ડમાં 24.77 લાખ મતદારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment