Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત-નવસારીમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં વરસાદ ભુક્કા બોલાવશે:5 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, ગુજરાતનો દરિયો તોફાની બની શકે; જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું

    1 day ago

    હવામાન વિભાગે આગામી 5 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને આજે 1 જુલાઈના સુરત અને નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેઘરાજા ભુક્કા બોલાવશે તેવી સંભાવના છે. દરિયો તોફાની બનવાની આશંકાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. બીજી તરફ દેશની વાત કરીએ તો, ઉત્તર ભારતમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મહત્વનું છે કે,આ વર્ષે જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશ વરસાદમાં 80 ટકાની ઘટ નોંધાઈ છે. અને રાજ્યમાં જૂન મહિનામાં સરેરાશ સવા ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આજે 1 જુલાઈથી 5 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ સુધી વાવાઝોડા સાથે વીજળી થવાની પણ શક્યતા છે અને પવનની સ્પીડ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 1 જુલાઈના દક્ષિણ ગુજરાતના સુરત નવસારી દમણ વલસાડ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને રાજકોટ જુનાગઢ વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે પણ વરસાદ જમાવટ કરી શકે હવામાન વિભાગ દ્વારા આવતીકાલ(2 જુલાઈ) માટે પણ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી દમણ , ડાંગ વલસાડ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને રાજકોટ જુનાગઢ વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. આજે 1 જુલાઈએ સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વાપી તાલુકામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો. જ્યારે 10 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વાપીમાં પાંચ ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચલા રોડ, કચીગામ રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા તો રેલવે અંડર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. સુરતમાં ઉધના નજીક રોડ બેસી જતા એસટી બસ ખૂંપી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે. રાજ્યના વરસાદની તસવીરો… જમ્મુ-કાશ્મીરના ડોડામાં બુધવારે સવારે 2 વખત વાદળ ફાટ્યું. ભલેસાના કલાલગીસર વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે પૂર આવ્યું. પુષ્કળ કાટમાળ પહાડી પરથી વહીને રસ્તા પર આવી ગયો. જેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા. બીજી તરફ, અરુણાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર ચાલુ છે. અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે. અંજો જિલ્લાના સારતી ગામમાં ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મોત થયું.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    જૂનમાં GST કલેક્શન ₹1.94 લાખ કરોડ થયું:ગયા વર્ષ કરતાં 14% વધુ, એપ્રિલમાં રેકોર્ડ ₹2.42 લાખ કરોડનું કલેક્શન રહ્યું હતું
    Next Article
    નાસીરનગર ડિમોલિશનમાં ઓર્ડર કરનારી મોટી માછલીઓને બચાવવા કારસો?:સ્થળ પર હાજર સુરત મનપાના રામજીવાલા સહિત 5 એન્જિનિયર સસ્પેન્ડ, પાંચેય સામે હાઇકોર્ટમાં અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment