Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIRના મુદ્દે ભાવનગર કોંગ્રેસ મેદાનમાં:કાળા કપડાં પહેરી કોંગ્રેસની વિરોધ રેલી, પૂતળા દહનનો પ્રયાસ, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી

    1 day ago

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર, મતદાર યાદી સુધારણા માટેની સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) પ્રક્રિયા સામે ઉઠેલા વાંધાઓ તેમજ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કથિત એકતરફી નિર્ણયોના વિરોધમાં આજે ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. શહેરના ઐતિહાસિક જશોનાથ સર્કલ ખાતે આવેલી ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આગેવાનો અને કાર્યકરો કાળા વસ્ત્રો પરિધાન કરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલને રૂબરૂ મળી આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક રસપ્રદ ઘટના એ બની હતી કે જોગાનુજોગ કલેક્ટરે પણ કાળા રંગનો શર્ટ પહેર્યો હોવાથી કોંગ્રેસના આગેવાનોએ હળવાશની પળો વચ્ચે તેમનો આભાર માન્યો હતો. પૂતળા દહનનો પ્રયાસ અને રસ્તા રોકો આંદોલન આવેદનપત્ર આપ્યા બાદ કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યકરોએ વિરોધ દર્શાવવા પૂતળું સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તકેદારીના ભાગરૂપે તહેનાત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પૂતળા દહનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. જે બાદ રોષે ભરાયેલા કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. જેથી પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. SIR પ્રક્રિયામાં પારદર્શિતા અને ચોકસાઈની માંગણી કલેક્ટર સમક્ષ રજૂ કરાયેલા આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે મતદાર યાદી સાથે જોડાયેલી કોઈપણ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને ચોકસાઈ અનિવાર્ય છે. SIR પ્રક્રિયા દરમિયાન સામાન્ય મતદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી કથિત ગેરરીતિઓની શંકા વધુ પ્રબળ બને છે. કોંગ્રેસે ચૂંટણી તંત્ર સમક્ષ માંગણી કરી છે કે પાત્ર મતદારોના નામ ગેરકાયદે રદ ન થાય, નાગરિકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે અને સમગ્ર પ્રક્રિયા બાબતે જનતામાં રહેલી મૂંઝવણ વહેલી તકે દૂર કરવામાં આવે. શહેર અને જિલ્લા સંગઠનના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા આ વિરોધ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ, ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલિયા તેમજ ભાવનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મુન્નાભાઈ કામલિયા સહિત શહેર અને જિલ્લા કોંગ્રેસના ટોચના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો કાળા વસ્ત્રો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઉપરકોટ કિલ્લાના જીર્ણોદ્ધારને 3 વર્ષ પૂર્ણ:18.5 લાખથી વધુ પ્રવાસીઓએ લીધો આનંદ, આગામી વર્ષે 40 ઇવેન્ટ્સનું આયોજન
    Next Article
    ગોપીશ્રી, શ્રીઅમૃત અને કેટી ક્રિષ્ના સહિતના ઘીના નમુના બિનગુણવત્તા યુક્ત:3142 કિલો ઘીનો જથ્થો જપ્ત, ઘોડાસર, વટવા અને કઠવાડામાં ડિસ્ટ્રીબ્યુટરો પર દરોડા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment