Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોપીશ્રી, શ્રીઅમૃત અને કેટી ક્રિષ્ના સહિતના ઘીના નમુના બિનગુણવત્તા યુક્ત:3142 કિલો ઘીનો જથ્થો જપ્ત, ઘોડાસર, વટવા અને કઠવાડામાં ડિસ્ટ્રીબ્યુટરો પર દરોડા

    14 hours ago

    અમદાવાદમાં શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ ચેકિંગ કરવામાં આવે છે, જે અંતર્ગત માધુપુરા વિસ્તારમાં એચ.પી ફુડસ નામના વેપારીના ત્યાં દરોડા પાડી 11 જેટલા ઘીના નમુના લેવામાં આવ્યા હતા. 12.93 લાખનો 3142 કિલો ઘીનો જથ્થો જપ્ત ગોપીશ્રી, પ્રસંગ, ખુશાલી, શ્રીઅમૃત અને કેટી ક્રિષ્ના પ્રોડક્ટના ઘીના નમુના સબ સ્ટાન્ડર્ડ આવતા ઘોડાસર, કઠવાડા અને વટવા વિસ્તારમાં આવેલા ઘીના ત્યાં ડિસ્ટ્રિબ્યુટરોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની ટીમે આજે રૂ.12.93 લાખનો 3142 કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અરિહંત માર્કેટિંગને સીલ કરાયું ઘોડાસરમાં આવેલા અરિહંત માર્કેટિંગ પાસે FSSAI મુજબ લાઇસન્સ ન હોવાને લઈને તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સિવાય અન્ય વિસ્તારોમાં આવેલા છે તેના માટે રાજ્ય સરકારને વિગતો મોકલવામાં આવી છે. બેચ નંબર અને લેબોરેટરી ટેસ્ટનો રિપોર્ટ જોવો જોઈએ ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, માધુપુરા વિસ્તારમાં વેપારીના ત્યાંથી ઘીના નમુના લેવામાં આવ્યા હતા જે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા તે યોગ્ય ગુણવત્તાયુક્ત ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેના પગલે ઘીના ડીસ્ટ્રીબ્યુટર અલગ અલગ વિસ્તારમાં હતા, ગાયના ઘીના ડિસ્ટ્રીબ્યુટરોના ત્યાં દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી. 'ઘી ખરીદનારા વેપારીઓએ તેનો બેચ નંબર અને લેબોરેટરી ટેસ્ટનો રિપોર્ટ એકવાર તપાસવો જોઈએ. લુઝ ઘીમાં વેજીટેબલ ફેટ અથવા અન્ય ચીજ વસ્તુની ભેળસેળ કરીને નકલી ઘી બનાવી વેચાણ કરવામાં આવતો હોય છે. જેથી જાહેર જનતાએ પણ આ બાબતે ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.'
    Click here to Read More
    Previous Article
    SIRના મુદ્દે ભાવનગર કોંગ્રેસ મેદાનમાં:કાળા કપડાં પહેરી કોંગ્રેસની વિરોધ રેલી, પૂતળા દહનનો પ્રયાસ, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી
    Next Article
    વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન વધારવા આયોજન:લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન–4 દ્વારા 5 કેન્દ્રો પર 300થી વધુ વિદ્યાર્થીઓએ GKની પરીક્ષા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment