Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન વધારવા આયોજન:લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન–4 દ્વારા 5 કેન્દ્રો પર 300થી વધુ વિદ્યાર્થીઓએ GKની પરીક્ષા આપી

    17 hours ago

    લોહાણા મહાપરિષદ, સૌરાષ્ટ્ર ઝોન–4 દ્વારા માતૃસંસ્થા લોહાણા મહાપરિષદ અને ખીમજી ભગવાનદાસ ચેરી. ટ્રસ્ટ ના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન વધે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે ની ટેવ કેળવાય તેવા હેતુથી આયોજિત જનરલ નોલેજ સ્પર્ધા GK Examનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન–4ના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોન–4 હેઠળ ભાવનગર, સાવરકુંડલા, બાબરા, ધારી અને અમરેલી એમ પાંચ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.,પરીક્ષા સવારે 9:00 વાગ્યે શરૂ થઈ હતી અને 10:30 વાગ્યે પૂર્ણ થઈ હતી. પાંચેય કેન્દ્રો પર ઝોન–4ના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓએ અગાઉથી આપવામાં આવેલી પરીક્ષા ની તૈયારી માટે ની પુસ્તિકા દ્વારા તૈયારી કરી પરીક્ષામાં ભાગ લીધો હતો. તમામ કેન્દ્રો પર પરીક્ષા શિસ્તબદ્ધ અને સુચારુ રીતે યોજાઈ હતી., ભાવનગર કેન્દ્ર ખાતે પરીક્ષા સંયોજક તરીકે નિશાંત ગઢિયા (જોઈન્ટ સેક્રેટરી), યુવા પ્રમુખ વૈભવ ચંદારાણા, ડિસ્ટ્રિક્ટ સમિતિના પ્રમુખ કેતન ખંધેડીયા તથા સેક્રેટરી માધવ મજેઠીયા દ્વારા પરીક્ષા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી, આ પ્રસંગે લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન–4ના પ્રમુખ સુમિતભાઈ એ. ઠક્કર દ્વારા સંકલન કરી ને પરીક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. GK Exam 2026ના સફળ આયોજન બદલ પાંચેય કેન્દ્રોના સંચાલકો, પરીક્ષા ટીમ, તાલુકા તથા જિલ્લા સમિતિના હોદ્દેદારો, કાર્યકરો, વાલીઓ અને તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગોપીશ્રી, શ્રીઅમૃત અને કેટી ક્રિષ્ના સહિતના ઘીના નમુના બિનગુણવત્તા યુક્ત:3142 કિલો ઘીનો જથ્થો જપ્ત, ઘોડાસર, વટવા અને કઠવાડામાં ડિસ્ટ્રીબ્યુટરો પર દરોડા
    Next Article
    જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ડાંગ કોંગ્રેસનું પ્રદર્શન:ચૂંટણી પંચની કામગીરી સામે સવાલ, જવાબદારી નક્કી કરવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment