Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉપરકોટ કિલ્લાના જીર્ણોદ્ધારને 3 વર્ષ પૂર્ણ:18.5 લાખથી વધુ પ્રવાસીઓએ લીધો આનંદ, આગામી વર્ષે 40 ઇવેન્ટ્સનું આયોજન

    1 day ago

    ​જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાને વધુ આકર્ષક અને પ્રવાસીઓ માટે યાદગાર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓને ઇતિહાસની સાથે મનોરંજન અને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે બે નવી ગોલ્ફ કાર્ટ પણ ખરીદવામાં આવી છે. એટલું જ નહીં, આગામી વર્ષ દરમિયાન અંદાજે 40 જેટલા વિવિધ કાર્યક્રમો અને એક્ટિવિટીઝ યોજવાની પણ યોજના છે. પ્રવાસીઓ ઇતિહાસને નવા અને આકર્ષક અંદાજમાં જાણી શકશે ​જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓ માટે હવે નવા અનુભવ અને આકર્ષણો ઉમેરાઈ રહ્યા છે. કિલ્લાના ભવ્ય ઇતિહાસ અને જૂનાગઢની સમૃદ્ધ વિરાસતને રોચક રીતે પ્રવાસીઓ સુધી પહોંચાડવા માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. આ શોના માધ્યમથી પ્રવાસીઓ ઇતિહાસને નવા અને આકર્ષક અંદાજમાં જાણી શકશે. પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે બે નવી ગોલ્ફ કાર્ટ પણ ખરીદવામાં આવી છે. ખાસ કરીને સિનિયર સિટીઝન અને પરિવાર સાથે આવતા પ્રવાસીઓને કિલ્લાની મુલાકાત દરમિયાન વધુ સુવિધા મળશે. ​ફાયર સેફ્ટી અંગે તાલીમ અને અવેરનેસ એક્ટિવિટી યોજાય છે આગામી વર્ષ દરમિયાન પ્રવાસીઓના મનોરંજન માટે લગભગ 40 વિવિધ કાર્યક્રમો અને એક્ટિવિટીઝ યોજવાની યોજના છે. હેતુ માત્ર ઐતિહાસિક સ્થળની મુલાકાત પૂરતો નહીં પરંતુ પ્રવાસીઓને યાદગાર અનુભવ આપવાનો છે. પ્રવાસીઓને વધુ સારી સેવા મળી રહે તે માટે કિલ્લાના સ્ટાફની ટ્રેનિંગ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સ્ટાફને કસ્ટમર સર્વિસ અને વિઝિટર હેન્ડલિંગની તાલીમ આપવામાં આવે છે. સાથે જ હેલ્થ એન્ડ સેફ્ટી, ફર્સ્ટ એઈડ તેમજ ફાયર સેફ્ટી અંગે પણ નિયમિત તાલીમ અને અવેરનેસ એક્ટિવિટી યોજવામાં આવે છે. આ વર્ષે 40 ઈવેન્ટ્સનું આયોજન કરાશે ઉપરકોટ સવાણી હેરીટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડના રોહિત શુક્લાએ જણાવ્યું હતું કે ઐતિહાસિક ઉપેરકોટ કિલ્લાના જીર્ણોદ્ધાર પછી પ્રવાસીઓ માટે ખુલેલા 3 વર્ષ પૂર્ણ થયા છે. આ 3 વર્ષોમાં આપણો પ્રયાસ રહ્યો છે કે અહીં આવનાર હર એક પ્રવાસીને ઉપેરકોટના ગૌરવશાળી ઇતિહાસની સાથે એક બેહતર અને યાદગાર અનુભવ પ્રાપ્ત થાય. ગત 26 સપ્ટેમ્બર 2026ના રોજ લાઈટ એન્ડ સાઉન્ડ શોનો એક પ્રીવિયુ શો રાખવામાં આવ્યો હતો, જેનાથી જૂનાગઢ, સૌરાષ્ટ્ર અને ઉપેરકોટના ઇતિહાસને રોચક રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે.પ્રવાસીઓની ક્વેરીઝ સોલ્વ કરી તેમને બેહતર સુવિધાઓ આપવાનો અમારો ઉદ્દેશ્ય છે. આ વર્ષે બે નવી ગોલ્ફ કાર્ટ ખરીદવામાં આવી છે અને આગામી 29 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર 2027 સુધી 40 જેટલી ઇવેન્ટ્સ કરવાની યોજના છે. ત્રીજી વર્ષગાંઠની ઊજવણી કરવામાં આવી હતી ઉપરકોટ કિલ્લાના જીર્ણોદ્ધાર બાદ તેનું ઉદ્ઘાટન ભૂપેન્દ્રભાઈ પટેલે 28 સપ્ટેમ્બર 2023ના રોજ કર્યું હતું અને આજે તેને 3 વર્ષ પૂરા થતા ત્રીજી એનિવર્સરી મનાવવામાં આવી રહી છે. આ 3 વર્ષમાં 18.5 લાખથી ઉપર પ્રવાસીઓ પ્રવાસનો આનંદ લઈ ચૂક્યા છે. ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે પ્રવાસીઓના મનોરંજન માટે પપેટ શો, કારાઓકે, કેક કટિંગ અને મેજિકલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી પ્રવાસીઓ એક નવો અને સારો અનુભવ લઈને જાય.
    Click here to Read More
    Previous Article
    ભારતને એશિયન ગેમ્સના 9મા દિવસે 8 મેડલ:જેવલિનમાં યશવીરને સિલ્વર, રોહિતને બ્રોન્ઝ; શ્રીશંકર, ગુલવીર અને ઈશાએ પણ સિલ્વર જીત્યા
    Next Article
    SIRના મુદ્દે ભાવનગર કોંગ્રેસ મેદાનમાં:કાળા કપડાં પહેરી કોંગ્રેસની વિરોધ રેલી, પૂતળા દહનનો પ્રયાસ, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment