Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતને એશિયન ગેમ્સના 9મા દિવસે 8 મેડલ:જેવલિનમાં યશવીરને સિલ્વર, રોહિતને બ્રોન્ઝ; શ્રીશંકર, ગુલવીર અને ઈશાએ પણ સિલ્વર જીત્યા

    2 days ago

    ભારતને એશિયન ગેમ્સના 9મા દિવસે 8 મેડલ મળ્યા. યશવીર સિંહે જેવલિન થ્રોમાં 85.72 મીટરના પર્સનલ બેસ્ટ સાથે સિલ્વર અને રોહિત યાદવે 84.35 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ જીત્યો. આ પહેલાં શ્રીશંકર મુરલીએ લોંગ જમ્પમાં 8.07 મીટરના જમ્પ સાથે સિલ્વર પોતાના નામે કર્યો. ગુલવીર સિંહે 1500 મીટરમાં 3 મિનિટ 36.72 સેકન્ડના સમય સાથે સિલ્વર જીત્યો. સોમવારે ઈશા સિંહે મહિલાઓની 25 મીટર પિસ્તોલમાં સિલ્વર મેળવ્યો. પારુલ ચૌધરીએ 5000 મીટરમાં બ્રોન્ઝ, વિત્યા રામરાજે 400 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ અને પિંકી બલ્હારાએ કુરાશના -78 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ જીત્યો. આ મેડલ સાથે ભારતના ખાતામાં હવે 45 મેડલ થઈ ગયા છે. તેમાં 4 ગોલ્ડ, 20 સિલ્વર અને 21 બ્રોન્ઝ સામેલ છે. ભારત મેડલ ટેલીમાં 12મા સ્થાન પર છે. શૂટિંગમાં ભારતના 12 મેડલ થઈ ગયા છે, જેમાં 1 ગોલ્ડ, 7 સિલ્વર અને 4 બ્રોન્ઝ સામેલ છે. ઈશાએ શૂટઆઉટમાં ગોલ્ડ ગુમાવ્યો ઈશા સિંહે મહિલાઓની 25 મીટર પિસ્તોલમાં સિલ્વર જીત્યો. ફાઈનલમાં ઈશા અને ચીનની જિયાઓ જિયારુઈશુઆનના 38-38 પોઈન્ટ રહ્યા. ત્યારબાદ શૂટઆઉટ થયો, જેમાં જિયાઓએ જીત મેળવી. ઈશાએ 580 અંક સાથે ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું હતું. મનુ ભાકર મેડલ ઈવેન્ટ સુધી પહોંચી શક્યાં નહીં. પારુલ અને વિથ્યાને બ્રોન્ઝ પારુલ ચૌધરીએ મહિલાઓની 5000 મીટર રેસમાં 15 મિનિટ 14.61 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ જીત્યો. વિથ્યા રામરાજે મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં 54.75 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ જીત્યો. તેમણે પી.ટી. ઉષાનો 42 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. ઉષાએ 1984ના લોસ એન્જેલિસ ઓલિમ્પિકમાં 55.42 સેકન્ડનો સમય નોંધાવ્યો હતો. અનૂ રાઘવન 55.88 સેકન્ડ સાથે પાંચમા સ્થાને રહ્યાં. કુરાશમાં પિંકી બલ્હારાએ મહિલાઓના -78 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ જીત્યો. સેમિફાઇનલમાં તેમને દક્ષિણ કોરિયાની મો સુમિને 5-0થી હરાવ્યાં. હોકીમાં બાંગ્લાદેશને 10-0થી હરાવ્યું ભારતે પુરુષ હોકીના પૂલ-Aની છેલ્લી મેચમાં બાંગ્લાદેશને 10-0થી હરાવીને સતત પાંચમી જીત નોંધાવી. હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરથી 4 ગોલ કર્યા, જ્યારે શિલાનંદે 2 અને અભિષેક, સુખજીત, જુગરાજ તથા મંદીપે 1-1 ગોલ કર્યો. ભારત પૂલ-Aમાં ટોચ પર રહ્યું અને 1 ઓક્ટોબરે સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે રમશે. બોક્સિંગમાં 3 મેડલ પાક્કા કપિલ પોખરિયાએ પુરુષોના 90 કિગ્રા ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાના કિમ ગિચાએને 5-0થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું અને મેડલ પાક્કો કર્યો. લવલીના બોરગોહેને મહિલાઓના 75 કિગ્રા ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાની સિયૉંગ સુયોનને 5-0થી હરાવી. પ્રિયંકાએ મહિલાઓના 60 કિગ્રા ક્વાર્ટર ફાઇનલમાં તાજિકિસ્તાનની મિઝગોના સમાદોવાને 5-0થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. આ ત્રણેયના મેડલ પાક્કા થઈ ગયા છે.
    Click here to Read More
    Previous Article
    Taylor Swift, Brittany Mahomes And Madison Beer Lead NFL's Growing WAG Marketing Push
    Next Article
    ઉપરકોટ કિલ્લાના જીર્ણોદ્ધારને 3 વર્ષ પૂર્ણ:18.5 લાખથી વધુ પ્રવાસીઓએ લીધો આનંદ, આગામી વર્ષે 40 ઇવેન્ટ્સનું આયોજન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment