Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIR પૂર્ણ રાજ્યોમાં ફોર્મ-6 બદલાયું:ચૂંટણી પંચે રાતોરાત કર્યો ફેરફાર; નવા વોટરોએ નહીં આપવી પડે વધારાની માહિતી, બે ચૂંટણી કમિશનરોના વિરોધ બાદ નિર્ણય

    9 hours ago

    ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પૂર્ણ થઈ ચૂકેલા રાજ્યોમાં ઑનલાઇન ફોર્મ 6માંથી વધારાનું ઘોષણાપત્ર હટાવી દીધું છે. એટલે કે SIR પૂર્ણ થયા બાદ ફોર્મ 6માં SIR સંબંધિત વધારાની માહિતી માંગવામાં આવશે નહીં. જોકે જે રાજ્યોમાં SIR ચાલી રહ્યું છે, ત્યાં ફોર્મ 6માં આ ઘોષણા હજી પણ દેખાઈ રહી છે. આ ફેરફાર મંગળવારે મોડી રાત્રે ECINET પોર્ટલ પર કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે 26 સપ્ટેમ્બરે તેની જાહેરાત કરી હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, બે ચૂંટણી કમિશનર વિવેક જોશી અને સુખબીર સિંહ સંધુએ આ અંગે વાંધો વ્યક્ત કર્યો હતો. ફોર્મ 6નો ઉપયોગ મતદાર યાદીમાં નામ ઉમેરાવવા માટે થાય છે. ઘોષણાપત્ર જોડવાનું કારણ SIRમાં જૂની મતદાર યાદીમાંથી નવા અને હાલના મતદારોની માહિતી મેળવવામાં આવે છે. નવા મતદારો પાસેથી તેમના અથવા પરિવારના સભ્યોનાં નામ અગાઉની SIRની યાદીમાં હોવા અંગેની માહિતી માંગવામાં આવી હતી. શરૂઆતમાં આ માટે અલગ ઘોષણાપત્ર હતું. બાદમાં આ જ માહિતી ઑનલાઇન Form 6માં ઉમેરવામાં આવી, પરંતુ ડાઉનલોડ કરી શકાય તેવા Form 6માં આ ભાગ સામેલ નહોતો. 1. SIR પૂર્ણ થઈ ચૂકેલા રાજ્યોમાં Form 6માંથી ઘોષણાપત્ર દૂર કરવાનો અર્થ: SIR દરમિયાન મતદાર યાદીની તપાસ અને જૂના રેકોર્ડ સાથે સંબંધિત માહિતી પહેલેથી જ એકત્રિત કરવામાં આવી ચૂકી છે. તેથી SIR પૂર્ણ થયા બાદ નવા મતદાર બનનાર વ્યક્તિને અલગથી એ પૂછવું કે તેના અથવા તેના માતા-પિતા/દાદા-દાદીનું નામ અગાઉની SIRની મતદાર યાદીમાં હતું કે નહીં, જરૂરી માનવામાં આવ્યું નથી. 2. SIR થઈ નથી તેવા રાજ્યોમાં ઘોષણાપત્ર જાળવી રાખવાનો અર્થ: ત્યાં અગાઉની SIRના રેકોર્ડ પરથી નવા મતદાર અથવા તેના પરિવારનો સંબંધ જાણવા માટે આ ઘોષણા લેવામાં આવી રહી છે. એટલે કે SIR શરૂ થાય ત્યાં સુધી આ માહિતી મતદાર યાદીની તપાસ અને જૂના રેકોર્ડ સાથેના મેળાપમાં ઉપયોગી થઈ શકે છે. SIR પછી આ જ ઘોષણા દૂર કરવામાં આવે તો તે રાજ્યમાં પણ નવા મતદારે આ વધારાની માહિતી આપવાની જરૂર રહેશે નહીં અને પ્રક્રિયા સરળ બની જશે. રિપોર્ટ- 2 ચૂંટણી કમિશનરોએ વાંધો ઉઠાવ્યો
    Click here to Read More
    Previous Article
    SIR મુદ્દે I.N.D.I.A. બ્લોકની બેઠક શરૂ:રાહુલ, મમતા સહિત 5 વિપક્ષી પક્ષોના નેતાઓ પહોંચ્યા; કેજરીવાલ, સ્ટાલિન અને ઉદ્ધવની પાર્ટીઓ સામેલ નહીં થાય
    Next Article
    મોડીરાત્રે બુલેટમાં સવાર થઈ કમિશનર ફિલ્ડમાં નીકળ્યા:રાજકોટનાં સોરઠીયા વાડી સર્કલથી ભક્તિનગર સુધીના વિસ્તારમાં ચેકીંગ, ગંદકી કરનાર વેપારીઓ પાસે સફાઈ કરાવી સ્વચ્છતાનાં શપથ લેવરાવ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment