Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડીરાત્રે બુલેટમાં સવાર થઈ કમિશનર ફિલ્ડમાં નીકળ્યા:રાજકોટનાં સોરઠીયા વાડી સર્કલથી ભક્તિનગર સુધીના વિસ્તારમાં ચેકીંગ, ગંદકી કરનાર વેપારીઓ પાસે સફાઈ કરાવી સ્વચ્છતાનાં શપથ લેવરાવ્યા

    9 hours ago

    રાજકોટને સ્વચ્છ, સુંદર અને ગંદકી મુક્ત બનાવવાના હેતુ સાથે રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી, સ્વચ્છતા ચેકિંગ તેમજ જનજાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં શહેરના જાહેર સ્થળો, મુખ્ય માર્ગો, બજારો, હોકર્સ ઝોન તેમજ ખાણી-પીણીના ધંધાર્થીઓના વિસ્તારોમાં સ્વચ્છતા બાબતે લોકો જાગૃત થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સતત ફિલ્ડ વિઝીટ કરી રહ્યા છે. ત્યારે ગત મોડીરાત્રે બુલેટ પર સવાર થઈને ફિલ્ડ વિઝિટ કરી હતી અને રાત્રિના સમયે રૂબરૂ મુલાકાત લઈ સ્વચ્છતા વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગંદકી કરનારા વેપારીઓની પાસે સફાઈ કરાવી સ્વચ્છતાનાં શપથ લેવરાવ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ મિશનર તુષાર સુમેરાએ સોરઠીયા વાડી સર્કલથી ભક્તિનગર સુધીના વિસ્તારમાં તેમજ મુખ્ય રોડ અને હોકર્સ ઝોન રૂબરૂ પહોંચી સ્વચ્છતાની સઘન ચકાસણી હાથ ધરી હતી. મોડીરાત્રે કરાયેલી આ ચેકિંગ ઝુંબેશ દરમિયાન મુખ્ય માર્ગોની સ્વચ્છતા, રસ્તાની આસપાસ કચરો કે ગંદકી ન થાય તે માટેની ગોઠવણ, હોકર્સ ઝોનમાં કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા અને જાહેર સ્થળોની સફાઈની સ્થિતિનું રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ગંદકી કરનાર વેપારીઓ પાસે સ્થળ પર જ સફાઈ કરાવવામાં આવી હતી. આ સાથે કમિશનરે તમામ વેપારીઓ અને ધંધાર્થીઓ પાસે સ્વચ્છતાના શપથ પણ લેવરાવ્યા હતા. કમિશનરે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્થળ પર વિગતવાર ચર્ચા કરી હતી તથા જ્યાં સફાઈની જરૂરિયાત જણાઈ ત્યાં કામગીરી વધુ અસરકારક બનાવવા અને જાહેર સ્થળોએ નિયમિત દેખરેખ રાખવા અંગે કડક સૂચનાઓ આપી હતી. ખાસ કરીને હોકર્સ ઝોનના ધંધાર્થીઓ દ્વારા કચરાનો યોગ્ય નિકાલ થાય અને પોતાના વ્યવસાયની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રહે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ રાત્રિ ચેકિંગ દરમિયાન સ્થાનિક નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે ભારે જાગૃતિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્વચ્છતા જાળવતા જાગૃત નાગરિકોએ આ ઝુંબેશમાં સહભાગી બની “સ્વચ્છતા સંકલ્પ પત્ર” ભર્યા હતા. નાગરિકોએ પોતાના ઘર તેમજ આસપાસના જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, માત્ર પોતે જ સ્વચ્છતા જાળવવા પૂરતું સીમિત ન રહેતા, પોતાના પરિવારજનો, મિત્રો અને આસપાસના અન્ય લોકોને પણ સ્વચ્છતા અંગે જાગૃત કરવા તથા જાહેર સ્થળો પર કચરો નહીં ફેંકવા પ્રેરિત કરવાનો નિશ્ચય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મુલાકાત દરમિયાન મ્યુ. કમિશનરે સફાઈનું નિરીક્ષણ કરવાની સાથે કરાઓકે મ્યુઝીકનો આનંદ પણ માણ્યો હતો. જેમાં કરાઓકે મ્યુઝીક દ્વારા ગીતો ગાઇ રહેલા ગ્રૂપ સાથે બેસી જુના ગીતો સાંભળ્યા હતા. તેમજ ગ્રુપના સભ્યો અને કાર્યકમ માણવા આવેલા લોકો પાસે પણ સફાઈનાં શપથ લેવડાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    SIR પૂર્ણ રાજ્યોમાં ફોર્મ-6 બદલાયું:ચૂંટણી પંચે રાતોરાત કર્યો ફેરફાર; નવા વોટરોએ નહીં આપવી પડે વધારાની માહિતી, બે ચૂંટણી કમિશનરોના વિરોધ બાદ નિર્ણય
    Next Article
    OpenAI Employees Warned Of Security Gaps, Company Ignored Them: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment