Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIR મુદ્દે I.N.D.I.A. બ્લોકની બેઠક શરૂ:રાહુલ, મમતા સહિત 5 વિપક્ષી પક્ષોના નેતાઓ પહોંચ્યા; કેજરીવાલ, સ્ટાલિન અને ઉદ્ધવની પાર્ટીઓ સામેલ નહીં થાય

    10 hours ago

    દિલ્હીમાં આજે વિપક્ષી દળોના I.N.D.I.A. બ્લોકની બેઠક શરૂ થઈ ગઈ છે. તેમાં TMCનાં મમતા બેનર્જી, RJDના તેજસ્વી યાદવ, કોંગ્રેસના રાહુલ ગાંધી, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને સમાજવાદી પાર્ટીના નેતાઓ કૉન્સ્ટિટ્યુશન ક્લબ ઑફ ઇન્ડિયા પહોંચી ચૂક્યા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બેઠકમાં સામેલ નહીં થાય. તેમની જગ્યાએ પાર્ટીના અન્ય નેતાઓ બેઠકમાં પહોંચ્યા છે. મમતા બેનર્જી એક દિવસ પહેલાં જ દિલ્હી પહોંચી ગયાં હતાં. આ બેઠકમાં AAP, DMK અને શિવસેના (UBT) તરફથી કોઈ નેતા સામેલ નહીં થાય. બેઠકમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR અને ચૂંટણી પંચની અંદર સામે આવેલા મતભેદો પર ચર્ચા થશે. બીજી તરફ, વિપક્ષની બેઠકને લઈને દિલ્હીમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કે વિપક્ષી ગઠબંધન ચૂંટણી જીતે ત્યારે ECIને તાળી આપે છે અને હારે ત્યારે ગાળો આપે છે. I.N.D.I.A. બ્લોકની છેલ્લા 3 વર્ષ દરમિયાન આ 8મી બેઠક હશે. જ્યારે આ વર્ષની બીજી બેઠક હશે. આ પહેલાં 8 જૂને SIR અને ચૂંટણી પંચની સ્વતંત્રતાના મુદ્દે વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી. જોકે, તેમાં AAP અને DMK સામેલ થયા નહોતા. સંસદમાં CEC વિરુદ્ધ પ્રસ્તાવ લાવવા અંગે ચર્ચા શક્ય બેઠકમાં SIRને લઈને ચૂંટણી પંચની અંદર સામે આવેલા મતભેદો અંગે ચર્ચા થશે. આ સાથે જ CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગને લઈને આગળની રણનીતિ પર પણ વાતચીત થઈ શકે છે. કેટલાક અહેવાલો મુજબ, બેઠકમાં સંસદમાં તેમની વિરુદ્ધ પ્રસ્તાવ લાવવા અને વિપક્ષી પક્ષોની સંયુક્ત કાર્યવાહી અંગે પણ ચર્ચા થઈ શકે છે. AAP-DMK અગાઉની બેઠકમાં આવ્યા નહોતા, પરંતુ સંયુક્ત પત્ર પર હસ્તાક્ષર કર્યા INDIA બ્લોકની બેઠક લગભગ સાડા ત્રણ મહિના બાદ યોજાઈ રહી છે. આ પહેલાં 8 જૂનની બેઠકમાં 23 પક્ષો સામેલ થયા હતા. તેમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિત અનેક મોટા નેતાઓ પહોંચ્યા હતા. AAP અને DMK આ બેઠકમાં સામેલ થયા ન હતા. જોકે, SIRના મુદ્દે વિપક્ષી પક્ષોએ 28 જૂને CJI સૂર્યકાંતને સંયુક્ત પત્ર મોકલ્યો હતો. તેમાં ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. AAP અને DMKએ પણ આ સંયુક્ત પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. I.N.D.I.A. બ્લોકની બેઠક સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચે આપેલ લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ભારતે એશિયન ગેમ્સમાં ત્રીજો ગોલ્ડ જીત્યો:નીરુ-કિનાને મિક્સ્ડ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો, તીરંદાજીમાં મહિલા ટીમ બાદ મિક્સ્ડ ટીમ પણ ચેમ્પિયન
    Next Article
    SIR પૂર્ણ રાજ્યોમાં ફોર્મ-6 બદલાયું:ચૂંટણી પંચે રાતોરાત કર્યો ફેરફાર; નવા વોટરોએ નહીં આપવી પડે વધારાની માહિતી, બે ચૂંટણી કમિશનરોના વિરોધ બાદ નિર્ણય

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment