Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIRના મુદ્દે ભાવનગર કોંગ્રેસ મેદાનમાં:જશોનાથ સર્કલથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસની કાળા વસ્ત્રો પેહરી વિરોધ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, પૂતળું સળગાવવાનો પ્રયાસ, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ

    8 hours ago

    કલેકટરએ પણ કાળા વસ્ત્ર પહેરેલા હોવાથી કોંગ્રેસે કાર્યકરોએ આભાર માન્યો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા SIR પ્રક્રિયા અંગે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કથિત એકતરફી નિર્ણયોના વિરોધમાં આજે શહેરના જશોનાથ સર્કલથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસની કાળા વસ્ત્રો પેહરી વિરોધ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જોકે પૂતળું સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સફળ રહ્યા ન હતા, આવેદનપત્ર પાઠવી રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી, શહેરના જશોનાથ સર્કલ ખાતે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી વિરોધ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલા વસ્ત્રો પેહરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ કોંગ્રેસના દ્વારા SIR પ્રક્રિયા અંગેના વાંધા-સૂચનો અને પક્ષની વિવિધ માંગણીઓ ભાવનગર કલેક્ટર ડો.મનીષ બંસલ ને રજુ કરવામાં આવી હતી, આવેદનપત્ર આપતી વેળાએ કોંગ્રેસના કાર્યકર આગેવાનોએ કલેકટરનો આભાર માન્યો હતો કારણ કે, જોગા નું જોગ કલેક્ટર એ પણ કાળા શર્ટ પેહર્યો હતો અને તેણે આવેદનપત્ર સ્વીકાર્યું હતું... આ આવેદનપત્રમાં SIR પ્રક્રિયા દરમિયાન મતદારોને પડતી મુશ્કેલીઓ, પ્રક્રિયા અંગેની સ્પષ્ટતા તથા કથિત ગેરરીતિઓના મુદ્દે કોંગ્રેસ દ્વારા ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવામાં આવશે. કોંગ્રેસનું કહેવું છે કે મતદાર યાદી સાથે જોડાયેલી કોઈપણ પ્રક્રિયામાં પારદર્શિતા અને ચોકસાઈ અત્યંત જરૂરી છે. પાત્ર મતદારોના નામ અંગે કોઈ મુશ્કેલી ઊભી ન થાય, મતદારોને જરૂરી માર્ગદર્શન મળે અને સમગ્ર પ્રક્રિયા અંગે લોકોમાં રહેલી મૂંઝવણ દૂર થાય તે માટે ચૂંટણી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ, ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલિયા, ભાવનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મુન્નાભાઈ કામલિયા સહિત શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પંચ સામે કોંગ્રેસનું આવેદન અને વિરોધ પ્રદર્શન:SRIમાં ગેરરીતિ અને મતદારોના નામ રદ કરવા મામલે વિરોધ, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
    Next Article
    રાજકોટનાં આજી-ન્યારીમાં નર્મદાનાં નીર બંધ!:સિંચાઇ વિભાગ દ્વારા કેનાલના રિપેરીંગનું કારણ આપી પાણી વિતરણ બંધ કરાયુ, 2-3 દિવસમાં સૌની યોજના અંતર્ગત પાણી શરૂ થવાની સંભાવના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment