Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાઇલેન્ડમાં સુરતના રવિ રાંદેરીની 'ગોલ્ડન ગર્જના':25 દેશો વચ્ચે 1 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીતી રચ્યો નવો ઈતિહાસ, તિરંગો ઓઢ્યો ત્યારે આંખમાં આંસુ હતા

    4 days ago

    કહેવાય છે કે જેમના સપનાઓમાં જાન હોય છે, તેમના જ પાંખોમાં ઉડાન હોય છે. થાઇલેન્ડના બેંગકોક ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત 'મિસ્ટર એન્ડ મિસ યુનિવર્સ 2026'ના ગ્લોબલ સ્ટેજ પર આવો જ એક રોમાંચક અને રૂંવાડા ઉભા કરી દે તેવો ઈતિહાસ રચાયો છે. ભારત તરફથી આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રતિનિધિત્વ કરતા સુરતના ફિટનેસ આઇકોન રવિ રાંદેરીએ વૈશ્વિક કક્ષાએ દેશનું નામ સુવર્ણ અક્ષરોથી અંકિત કરી દીધું છે. 25 શક્તિશાળી દેશોના બોડીબિલ્ડર્સ સામે કાંટાની ટક્કર 'માય ફિટનેસ એકેડેમી'ના સીઈઓ અને આંતરરાષ્ટ્રીય કોચ રવિ રાંદેરીએ ૨૫થી વધુ શક્તિશાળી દેશોના દિગ્ગજ બોડીબિલ્ડર્સની હાજરીમાં ભારત દેશનો ડંકો વગાડ્યો છે. 12, 13, અને 14 જૂન દરમિયાન બેંગકોકની પ્રખ્યાત 'અવાના બેંગકોક હોટેલ' ખાતે રમાયેલી આ હાઈ-વોલ્ટેજ સ્પર્ધામાં અમેરિકા, જર્મની, ઈટાલી અને કેનેડા જેવા મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે કાંટાની ટક્કર હતી. પરંતુ, ભારતપુત્ર રવિ રાંદેરીના પ્રચંડ ફિઝિક અને આત્મવિશ્વાસ સામે વિશ્વનો કોઈ પણ બોડીબિલ્ડર ટકી શક્યો નહીં. 1 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીતી રચ્યો નવો રેકોર્ડ આ મેગા કોમ્પિટિશનમાં રવિ રાંદેરીએ પોતાની કલ્પનાતીત ફિટનેસ અને કઠોર મહેનતનું અદભુત પ્રદર્શન કર્યું હતું. તેમણે મોસ્ટ પ્રીમિયમ ગણાતી ઓપન સિનિયર બોડીબિલ્ડિંગ કેટેગરીમાં ચમકતો ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. આ સિવાય, સ્પર્ધાની સૌથી ટફ કેટેગરીઝ ગણાતી માસ્ટર બોડીબિલ્ડિંગ ઓવરઓલ અને માસ્ટર મેન્સ ફિઝિક ઓવરઓલમાં તેઓ વિશ્વના રનર્સ-અપ બન્યા હતા અને ભારતની ઝોળીમાં 2 શાનદાર સિલ્વર મેડલ્સ નાખી દીધા હતા. એક જ વૈશ્વિક મંચ પર ત્રણ-ત્રણ મેડલ જીતીને તેમણે નવો ઈતિહાસ રચી દીધો છે. 6 જાયન્ટ ફેડરેશન્સના સહયોગથી આયોજિત થઈ મેગા ઈવેન્ટ વર્લ્ડ બોડી બિલ્ડિંગ ફેડરેશન (WBBF) અને ઇન્ડિયન બોડી બિલ્ડિંગ ફેડરેશન (IBBF) સહિત વિશ્વના 6 જાયન્ટ ફેડરેશન્સના સંયુક્ત સહયોગથી આ ભવ્ય મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્લોબલ સ્ટેજ પર ફિટનેસ, ફેશન અને અદભુત યુનિટીનો અદભુત નજારો જોવા મળ્યો હતો, જેમાં ભારતીય બોડીબિલ્ડરે સ્ટેજ પર ઉતરતાની સાથે જ સમગ્ર ઓડિયન્સ અને જજીસના દિલ જીતી લીધા હતા. યા તો જીતુંગા, યા મરતે દમ તક લડુંગા – બેભાન થવા છતાં હાર ન માની! રવિ રાંદેરીના આ ચમકતા મેડલ્સ પાછળની કહાની લોહી અને પરસેવાથી લખાયેલી છે. સ્ટેજ પર પગ મૂકતા પહેલાં રવિ રાંદેરીએ કટિબદ્ધતા સાથે એક જ વાત કહી હતી: યા તો જીતુંગા, યા ફિર મરતે દમ તક લડુંગા. અને તેઓ ખરેખર લડ્યા! આ આંતરરાષ્ટ્રીય સફર બિલકુલ આસાન નહોતી. કેમેરાની પાછળ અસહ્ય શારીરિક પીડા હતી, રાતોની ઊંઘ ગાયબ હતી. કડક ડાયટ અને કિલર વર્કઆઉટના કારણે શરીર ઘણીવાર સાથ છોડી દેતું અને તેઓ બેભાન પણ થઈ જતા હતા. છતાં, હાર ન માનવાની તેમની જીદ અને દેશ માટે કંઈક કરી છૂટવાનો જઝબો આખરે થાઇલેન્ડના આકાશમાં વિજયી બનીને ચમક્યો. મેડલ જીત્યા બાદ રવિ રાંદેરીની તિરંગો ઓઢ્યો ત્યારે આંખમાં આંસુ ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ એક વિશેષ નિવેદનમાં રવિ રાંદેરીએ પોતાની લાગણીઓ ઠાલવતા કહ્યું કે, જ્યારે હું તિરંગો ઓઢીને સ્ટેજ પર ઉભો હતો, ત્યારે મારી આંખોમાં ખુશીના આંસુ હતા અને છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. આ મેડલ્સ માત્ર ધાતુના ટુકડા નથી, પણ લોહી-પરસેવો એક કરીને જોયેલા સપનાનું પરિણામ છે. હું આ જીત મારા દેશને અને એ દરેક ભારતીયને સમર્પિત કરું છું જેમણે મારી ક્ષમતા પર વિશ્વાસ રાખ્યો. આ તો બસ વૈશ્વિક મંચ પર ભારતના દબદબાની શરૂઆત છે. 2 લાખ થાઈ બાહ્ટનું ઈનામ, ભારત પરત ફરતા જ ભવ્ય સ્વાગતની તૈયારી આ ઐતિહાસિક સિદ્ધિ સાથે રવિ રાંદેરીને 2 લાખ થાઈ બાહ્ટ (Thai Baht) ની માતબર ઈનામી રકમ અને અપ્રતિમ વૈશ્વિક સન્માન એનાયત કરવામાં આવ્યું છે. વિદેશની ધરતી પર ભારતીય ત્રિરંગો લહેરાવીને ભારત પરત ફરી રહેલા રવિ રાંદેરીએ સાબિત કરી દીધું કે ભારતીય લોહી ગમે તેવા વૈશ્વિક પડકારોને ધૂળ ચટાડી શકે છે. સમગ્ર દેશ આજે આ સુવર્ણ સફળતા પર ગર્વથી ઝૂમી રહ્યો છે. પરંતુ, સિંહ ક્યાંય અટકતો નથી... કારણ કે ખુદ રવિ રાંદેરીના શબ્દોમાં કહીએ તો સફર હજી પૂરો નથી થયો, આ તો બસ શરૂઆત છે!
    Click here to Read More
    Previous Article
    અંગત અદાવતમાં હૂમલામાં ઘવાયેલા મહિલાનું મોત:પારડીમાં મહિલાને છરીના 19 ઘા મારી પિતા - પુત્ર ફરાર થઈ ગયા
    Next Article
    Chhota Udaipur Women protest | પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓએ વિરોધ કર્યો | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment