Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ વર્ષે ચોમાસાની ગતિ ધીમી, ગુજરાતમાં 26 જૂન સુધીમાં પહોંચશે:7 દિવસ છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી; યુપીમાં વાવાઝોડાનું એલર્ટ

    6 days ago

    ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે વાતાવરણ સૂકું રહ્યું છે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચુ મહત્તમ તાપમાન સતત બીજા દિવસે ભાવનગરમાં 41.4°C નોંધાયું. રાજ્યના તાપમાનમાં 1.3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. રાહતના સમાચાર એ છે કે, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. આ વર્ષે ચોમાસાની પ્રગતિ ધીમી, ગુજરાતમાં મોડું પહોંચશે આ વર્ષે ચોમાસું તેની નિર્ધારીત ગતિ અને સમય કરતા ધીમુ ચાલી રહ્યું છે. સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસાનું આગમન 10થી 11 જૂનની આસપાસ થતું હોય છે. ભારતીય હવામાન વિભાગના સત્તાવાર ચોપડે મુંબઈમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 11 જૂન માનવામાં આવે છે. પરંતુ, દર વર્ષે કુદરતી પરિબળોના કારણે આ તારીખમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. ચાલુ વર્ષની સ્થિતિ વિશે વાત કરીએ તો ચોમાસું કેરળમાં થોડું મોડું એટલે કે 4 જૂને પહોંચ્યા બાદ મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો સુધી ઝડપથી આગળ વધ્યું હતું. પરંતુ ત્યારબાદ પશ્ચિમી પવનો નબળા પડવાને કારણે તેની ગતિ ધીમી પડી ગઈ છે. હાલ ચોમાસાની રેખા દક્ષિણ કોંકણ (હરનાઈ) આસપાસ અટકેલી છે. હવામાન વિભાગના અહેવાલો મુજબ, મુંબઈમાં આગામી 18થી 19 જૂન આસપાસ પવનો મજબૂત થતાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થવાની સંભાવના સેવાઈ રહી છે. હાલમાં નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણાના વધુ ભાગો તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ ધરાવે છે. 23 જૂન આસપાસ ચોમાસું ગુજરાત પહોંચી તેવી સંભાવના ગુજરાતમાં ચોમાસાના આગમની વાત કરીએ તો સામાન્ય રીતે 15 જૂન આસપાસ થતું હોય છે, પરંતુ આ વર્ષે તેની ગતિ ધીમી હોવાથી દક્ષિણ ગુજરાતમાં 23 જૂન અને સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં 25 જૂન બાદ ચોમાસું પહોંચવાની તેમજ 23થી 26 જૂન વચ્ચે વિધિવત શરૂઆત થવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, સાત દિવસ રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનના વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે. જોકે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 41.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પારો 41 ડિગ્રીને આંબી શકે રાજ્યના પાટનગર અને મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ શકે છે, જેથી બપોરના સમયે સામાન્ય અકળામણ અને ગરમીનો અહેસાસ થશે. રવિવારે (14 જૂન) અમદાવાદનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.9 ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29.0 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હાલના તબક્કે હવામાન વિભાગ દ્વારા માછીમારો માટે કે દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી 7 દિવસ સુધી કોઈ 'વેધર વોર્નિંગ' જાહેર કરવામાં આવી નથી. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પ્રિ-મોન્સૂનની ગતિવિધિઓ જૂન મહિનાના આ અઠવાડિયામાં વેગ પકડશે તેવા મજબૂત સંકેતો મળી રહ્યા છે. 7 દિવસની આગાહી, 3 દિવસ દ. ગુજરાત, ત્યારબાદ સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી ચોમાસાની પ્રગતિ અને પવનની સ્થિતિ નૈઋત્યનું ચોમાસું હાલમાં નિર્ધારિત રેખા પર આગળ વધી રહ્યું છે. ચોમાસાની ઉત્તરીય રેખા (NLM) હાલમાં હરનાઈ, સોલાપુર અને હૈદરાબાદ થઈને પસાર થઈ રહી છે. આગામી 4થી 5 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના બાકીના ભાગો તેમજ પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અત્યંત સાનુકૂળ છે. પશ્ચિમ રાજસ્થાનથી ગંગાના પશ્ચિમ બંગાળ સુધી સર્જાયેલી મોસમી ટ્રફના કારણે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આ પણ વાંચો… ચોમાસું 48થી 72 કલાકમાં MP પહોંચશે, યુપીના 32 જિલ્લાઓમાં વાવાઝોડાનું એલર્ટ, રાજસ્થાન સહિત 20 રાજ્યોમાં વરસાદની સંભાવના મોનસૂન અત્યાર સુધીમાં 19 રાજ્યોમાં પહોંચી ગયું છે. આગામી 48થી 72 કલાકમાં તેના મધ્ય પ્રદેશમાં પ્રવેશવાની સંભાવના છે. રાજ્યના લગભગ 30 જિલ્લાઓમાં આજે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ છે. દેશના ઘણા રાજ્યોમાં પ્રી-મોનસૂન સક્રિય છે. હવામાન વિભાગ મુજબ, આજે 20થી વધુ રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનના 15 જિલ્લાઓમાં આજે વરસાદ પડી શકે છે. રવિવારે ચિત્તોડગઢમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉત્તર પ્રદેશના 32 જિલ્લાઓમાં આજે વરસાદનું એલર્ટ છે. આ દરમિયાન 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. 17 થી 20 જૂન વચ્ચે મોનસૂન સોનભદ્ર અને લલિતપુરના રસ્તે ઉત્તર પ્રદેશમાં પ્રવેશી શકે છે. દિલ્હીમાં રવિવારે મહત્તમ તાપમાન 38.5°C રહ્યું, જે સામાન્ય કરતાં 1.4°C ઓછું છે. સોમવારે હળવા વરસાદ સાથે તેજ પવનો ફૂંકાઈ શકે છે. બિહારના 19 જિલ્લાઓમાં આજે વરસાદ પડી શકે છે. મોનસૂનના પ્રવેશ છતાં ગરમી યથાવત છે. રવિવારે શેખપુરામાં 40°C તાપમાન નોંધાયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    બંગાળ પોલીસે જહાંગીર ખાનની ફરીથી પરેડ કરાવી:4 કલાક રસ્તા પર ઉઘાડા પગે ચલાવ્યો, TMC નેતાએ કાન પકડ્યા અને હાથ જોડ્યા
    Next Article
    ખેડૂતના ટ્રેક્ટર VS પોલીસનું JCB:ટ્રેક્ટર રેલીમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, ગાંધીનગર જવાની જીદ કરતા અમદાવાદ રિંગ રોડ પર પોલીસ-ખેડૂતો સામસામે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment