Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપ્રીમ કોર્ટમાં આજે SIR સંબંધિત અરજીઓ પર સુનાવણી:વિપક્ષની બે અરજીઓ, ચૂંટણી કમિશનરોને 48 સવાલ પૂછવાની મંજૂરી માગી

    10 hours ago

    ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRના મુદ્દે વિપક્ષ સતત હુમલો કરી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ મંગળવારે ચૂંટણી પંચ અને SIR સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ સહિત INDIA બ્લોકે બે અરજીઓ કરી છે. પહેલી અરજી 12 ઑક્ટોબરે, જ્યારે બીજી અરજી 16 નવેમ્બરે કરવામાં આવી હતી. સોમવારે કરાયેલી અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને બંને ચૂંટણી કમિશનરોને 48 સવાલો પૂછવાની મંજૂરી માગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે 27 ઑક્ટોબરે થનારી સુનાવણી મુલતવી રાખી હતી. તેના એક દિવસ પહેલાં એટલે કે 26 નવેમ્બરે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું. ચૂંટણી પંચે કહ્યું- તમામ નિર્ણયો સહમતિથી લેવામાં આવ્યા ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કાઉન્ટર એફિડેવિટ રજુ કર્યું હતું. પંચે કહ્યું હતું કે SIR અંગેના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા છે. નિર્ણયો પર CEC જ્ઞાનેશ કુમાર, કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશી ત્રણેયની સહમતિ હતી. કોર્ટમાં રજુ કરાયેલા એફિડેવિટ પર પણ ત્રણેયની સહી છે. આ સોગંદનામું તે અરજીના જવાબમાં રજુ કરવામાં આવ્યું હતું, જેમાં સુપ્રીમ કોર્ટે ECI, CEC અને અન્ય અધિકારીઓને નોટિસ આપી હતી. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ગયા મહિને 'ઇન્ડિયન એક્સપ્રેસ'એ અહેવાલ આપ્યો કે બે ચૂંટણી કમિશનરોએ SIRના ફોર્મ 6માં કરવામાં આવેલા ફેરફારો સામે વાંધો ઉઠાવ્યો હતો. આ આધારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી. વિપક્ષની સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ પહેલી- 12 ઓગસ્ટે કરી વિપક્ષી નેતાઓએ 12 ઓક્ટોબરે દિલ્હીના બારાખંભા રોડથી સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરી હતી. તે જ દિવસે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને SIRને લઈને અરજી પણ કરવામાં આવી હતી. આ અરજી 12 વિપક્ષી પાર્ટીઓના 13 નેતાઓએ દાખલ કરી હતી. બીજી- 16 નવેમ્બરે કરી વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કરી. તેમાં તેમણે ચૂંટણી પંચને SIR અંગે 48 પ્રશ્નો પૂછવાની મંજૂરી માગી છે. કોંગ્રેસે 48 પ્રશ્નોની યાદી પણ આપી છે. તેમાં પૂછવામાં આવ્યું છે કે SIR દરમિયાન ચૂંટણી પંચે કયા-કયા નિર્ણયો લીધા, કયા નિર્ણયો મંજૂર કર્યા અને કયા નિર્ણયો સામે વાંધો ઉઠાવ્યો. મામલે 15 ઓક્ટોબરે પ્રથમ સુનાવણી, ચૂંટણી પંચને નોટિસ જારી આ અરજી પર સુપ્રીમ કોર્ટે 15 ઓક્ટોબરે પ્રથમ સુનાવણી કરી હતી. આ દરમિયાન CJI સૂર્યકાંતે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કોર્ટને ડરાવી-ધમકાવીને દબાણ કરી શકે નહીં. આવી કોશિશો વ્યર્થ છે. તેના પર કોઈ ધ્યાન આપતું નથી. CJI સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો:82,300 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 પોઈન્ટ વધ્યો; ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી
    Next Article
    ટ્રાફિક સમસ્યા દૂર કરવા વેપારીઓને રોડ પરથી ખસેડાશે:શહેરના વેજીટેબલ માર્કેટમાં ખાણીપીણીના વેપારીઓને પણ જગ્યા ફાળવવામાં આવશે, નિયત કરેલું ભાડું ચૂકવવું પડશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment