Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIR સામે કોંગ્રેસની દિલ્હી કૂચ, ગુજરાતથી 3000 નેતા-કાર્યકર્તાઓ પહોંચ્યા:રામલીલા મેદાનમાં યોજાનારા વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ જોડાશે, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ

    1 day ago

    સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)માં ગોટાળાના આક્ષેપ સાથે ઈન્ડિયા ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મોરચો ખોલ્યો છે. SIRના વિરોધમાં કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા આજે (1 નવેમ્બર) દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી યોજવામાં આવી રહી છે. ગુજરાતથી પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત 3000 જેટલા નેતા-કાર્યકર્તાઓ બસો ભરીને દિલ્હી પહોંચ્યા છે. પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં ગુજરાતથી કોંગ્રેસનો કાફલો દિલ્હી પહોંચ્યો દિલ્હીના રામલીલા મેદાનમાં આજે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ INDIA ગઠબંધન દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશાળ રેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત INDIA ગઠબંધનના મોટા ભાગના નેતાઓ જોડાવાના છે. આ રેલીમાં ગુજરાત કોંગ્રેસના પણ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે. પ્રદેશ પ્રમુખ દ્વારા જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખને કાર્યકર્તાઓને દિલ્હી લાવવાની જવાબદારી સોંપી હતી. ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ દ્વારા બસો અને ખાનગી વાહનો મારફતે કાર્યકર્તાઓને દિલ્હી લઈ જવામાં આવ્યા છે. અંદાજે 3 હજારથી વધુ કોંગ્રેસના કાર્યકરો દિલ્હી પહોંચ્યા છે. તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખ, પ્રદેશ સંગઠનમાં નેતાઓ પણ દિલ્હી પહોંચી ગયા છે. SIR પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે યોજાનારી આ રેલીમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકરો પણ વિરોધ નોંધાવશે. NSUI, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને સેવા દળના કાર્યકર્તાઓ દ્વારા પોતાની રીતે ટ્રેન અને બસ મારફતે દિલ્હી પહોંચ્યા છે. શું છે SIR વિવાદ? SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ચૂંટણી પંચ તરફથી મતદાર યાદીની તપાસ અને તેને અપડેટ કરવાની પ્રક્રિયા છે. જેનો હેતુ મૃત્યુ પામેલા, ડુપ્લીકેટ અને અયોગ્ય મતદારોના નામ દૂર કરવા અને યોગ્ય મતદારોા નામની યાદી બનાવી રાખવાનો છે. SIRની પ્રક્રિયા વર્ષ 2025-26માં શરૂ થઈ હતી. જેને લઈ દેશભરમાં વિવાદ સર્જાયો છે. વિપક્ષી દળો અને અનેક સામાજિક સંગઠનોનો આરોપ છે કે, આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં યોગ્ય મતદારોા નામ દૂર કરવામાં આવ્યા છે. આ મુદ્દાને લઈને જ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ અને દિલ્હીમાં પ્રદર્શન થયા છે.
    Click here to Read More
    Previous Article
    અબ તક 21, ગુજરાતમાં દે ધનાધન એન્કાઉન્ટર:દાદાની પોલીસ હવે યોગી બાબાના પગલે? પૂર્વ IPS બોલ્યા-સજા આપવી ખાખીનું નહીં પણ કોર્ટનું કામ
    Next Article
    140 કરોડ નાગરિકોને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બન્યા:પાલનપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી નવા એપીએમસી સુધી એકતા દોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment