Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રામાં 140 વર્ષ જૂનું ફુલેશ્વર મહાદેવ મંદિર:શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તો ઉમટ્યા, વિશેષ શણગાર કરાયા

    1 day ago

    આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજ્યભરના શિવાલયોમાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. ધ્રાંગધ્રા શહેરની મધ્યમાં આવેલું 140 વર્ષથી વધુ જૂનું અને રાજાશાહી સમયનું ફુલેશ્વર મહાદેવ મંદિર પણ ભક્તોથી ભરાઈ ગયું હતું. શ્રાવણ માસ દરમિયાન આ મંદિરમાં હજારોની સંખ્યામાં શિવભક્તો દર્શન કરવા આવે છે. ભક્તો મહાદેવના શિવલિંગ પર બીલીપત્ર, દૂધ અને જળ ચઢાવી પૂજા અર્ચના કરે છે. મંદિરમાં દરરોજ સાંજે આરતી બાદ શિવ સ્તુતિ, શિવ મહિમ્ન પાઠ, માનસ પૂજા અને રુદ્રાષ્ટકમ જેવા પાઠ શિવભક્તો દ્વારા કરવામાં આવે છે. શ્રાવણ માસના દર સોમવારે શિવલિંગને વિવિધ શણગારથી સજાવવામાં આવે છે. જેમાં રુદ્રાક્ષનું શિવલિંગ, બરફનું શિવલિંગ, બાર જ્યોતિર્લિંગના દર્શન અને મહાકાલેશ્વર સ્વરૂપ જેવા અલગ અલગ શણગારનો સમાવેશ થાય છે. શ્રાવણ માસની અમાસના દિવસે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો મહાપ્રસાદનો લાભ લે છે. શહેરની મધ્યમાં આવેલું અને વર્ષો જૂનું હોવાને કારણે આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શિવભક્તો અહીં દર્શનનો લાભ લેવા અચૂક આવે છે.
    Click here to Read More
    Previous Article
    કેરળના શિક્ષક ગુરુ પ્રસાદને સસ્પેન્ડ કરવા મામલે પાટણમાં વિરોધ:સાવરકર પર પ્રશ્ન પૂછવા બદલ સસ્પેન્શન રદ કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગ
    Next Article
    પાટણ જનતા હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના પ્રથમ PET-CT સ્કેન સેન્ટરનો પ્રારંભ:પ્રથમ દિવસે 7 દર્દીઓના વિનામૂલ્યે PET-CT સ્કેન, દર્દીઓએ હવે અમદાવાદ નહીં જવું પડે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment