Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જનતા હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના પ્રથમ PET-CT સ્કેન સેન્ટરનો પ્રારંભ:પ્રથમ દિવસે 7 દર્દીઓના વિનામૂલ્યે PET-CT સ્કેન, દર્દીઓએ હવે અમદાવાદ નહીં જવું પડે

    1 day ago

    પાટણ જનતા હોસ્પિટલ અને રિસર્ચ ફાઉન્ડેશન (જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ) ખાતે સમગ્ર ઉત્તર ગુજરાતનું સૌપ્રથમ PET-CT સ્કેન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. મુંબઈના દાનવીર વિનોદભાઈ હરિભાઈ ઝવેરીના સહયોગથી શરૂ થયેલી આ સુવિધા ઉત્તર ગુજરાતના કેન્સરના દર્દીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રથમ દિવસે 7 દર્દીઓના વિનામૂલ્યે PET-CT સ્કેન સેન્ટરના પ્રારંભિક દિવસે ન્યુક્લિયર મેડિસિન નિષ્ણાત ડો. કરણ સિંહ પીપરેની દેખરેખ હેઠળ કુલ 7 દર્દીઓના વિનામૂલ્યે PET-CT સ્કેન કરવામાં આવ્યા હતા. જેમાં બેચરભાઈ ઠાકોર, શૈલેષભાઈ સોલંકી, ફરીદાબેન પઠાણ, બકાજી ઠાકોર, ભરતભાઈ પ્રજાપતિ, સતીબેન ઠાકોર અને રમીલાબેન પંચાલનો સમાવેશ થાય છે. કેન્સરના નિદાન અને સારવારમાં PET-CT મહત્વપૂર્ણ PET-CT સ્કેન ટેક્નોલોજી કેન્સરની વહેલી અને સચોટ તપાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ટેક્નોલોજી દ્વારા કેન્સરનું સ્ટેજિંગ, સારવારની અસરનું મૂલ્યાંકન તેમજ દર્દીની સ્થિતિનું મોનિટરિંગ વધુ અસરકારક રીતે કરી શકાય છે. ઉત્તર ગુજરાતના દર્દીઓને અમદાવાદ નહીં જવું પડે આ આધુનિક સુવિધા શરૂ થતાં પાટણ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોના કેન્સરના દર્દીઓને PET-CT સ્કેન માટે અમદાવાદ જેવા મોટા શહેરો સુધી જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. જરૂરિયાતમંદ દર્દીઓને હવે ઉત્તર ગુજરાતમાં જ ઝડપી અને ગુણવત્તાયુક્ત નિદાન સેવા ઉપલબ્ધ બનશે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે મોટી રાહત પાટણમાં શરૂ થયેલું PET-CT સેન્ટર કેન્સરના દર્દીઓ માટે તબીબી સુવિધા ઉપરાંત આર્થિક અને સમયની દૃષ્ટિએ પણ રાહતરૂપ બનશે. ઘરઆંગણે આધુનિક તપાસની સુવિધા મળવાથી ઉત્તર ગુજરાતના અનેક દર્દીઓને સમયસર નિદાન અને સારવારમાં મદદ મળશે.
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રામાં 140 વર્ષ જૂનું ફુલેશ્વર મહાદેવ મંદિર:શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તો ઉમટ્યા, વિશેષ શણગાર કરાયા
    Next Article
    રાજકોટથી મેટોડા જતા 25 હજાર વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે:વાગુદડ પાસે રૂ.2 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણકાર્ય પૂરજોશમાં, જોકે હજુ પોણો વર્ષ ડાયવર્ટ થઈ જવું પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment