Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટથી મેટોડા જતા 25 હજાર વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે:વાગુદડ પાસે રૂ.2 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણકાર્ય પૂરજોશમાં, જોકે હજુ પોણો વર્ષ ડાયવર્ટ થઈ જવું પડશે

    1 day ago

    રાજકોટથી મેટોડા જતા રોડ ઉપર વાગુદડ પાસે જર્જરિત બ્રિજ તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે. અહીં રૂ.2 કરોડના ખર્ચે 7.5 ફૂટનો બ્રિજ નિર્માણ પામી રહ્યો છે. જેનું કામ માર્ચ - 2027 સુધીમાં પૂર્ણ થઈ જશે. જે બાદ અહીંથી પસાર 25 હજારથી વધુ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે. હાલ અહીં બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે તેને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાગુદડ પાસે નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. અગાઉ વરસાદ વચ્ચે આ જર્જરિત બ્રિજને તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના સ્થાને નવા બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. 29 જૂન, 2026 ના ઇફકોન્સ પ્રોજેક્ટસ પ્રાઇવેટ લિમિટેડ એજન્સી દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 45 મીટરનો આ બ્રિજ છે. જેના સમારકામના લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ડાયવર્ટ થઈને જવું પડે છે. જેમાં એક ડાયવર્ઝન બાજુમાં જ સિક્સ લેન રોડ ઉપરથી છે. જ્યારે ટ્રાફિક હોય ત્યારે ભારે વાહનોને એક કિલોમીટર ફરીને જવું પડે છે. રાજકોટથી મેટોડા જતા લોકો માટે આ બ્રિજ મહત્વપૂર્ણ છે. મેટોડા જીઆઇડીસી હોવાથી ત્યાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને રાજકોટથી ઉદ્યોગપતિઓ અને તેના કર્મચારીઓ આ રોડ ઉપરથી જ પસાર થાય છે. એક અંદાજ મુજબ દિવસ દરમિયાન આ રોડ પરથી 25,000 જેટલા લોકોની અવર-જવર થાય છે. જેથી નવો બ્રિજ બનતા હજારો લોકોને ડાયવર્ઝન અને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ જનતા હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના પ્રથમ PET-CT સ્કેન સેન્ટરનો પ્રારંભ:પ્રથમ દિવસે 7 દર્દીઓના વિનામૂલ્યે PET-CT સ્કેન, દર્દીઓએ હવે અમદાવાદ નહીં જવું પડે
    Next Article
    સુરેન્દ્રનગરમાં ખુલ્લા વાહનોમાં કચરાનું વહન:AAP નેતા વિશાલ પરમારે મહાનગરપાલિકા અને RTOની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment