Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ખુલ્લા વાહનોમાં કચરાનું વહન:AAP નેતા વિશાલ પરમારે મહાનગરપાલિકા અને RTOની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

    1 day ago

    સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા દ્વારા કચરાના વહન માટે ઉપયોગમાં લેવાતા વાહનો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા વિશાલ પરમારે આક્ષેપ કર્યો છે કે, કચરો ડમ્પિંગ સાઇટ સુધી લઈ જતી વખતે નિયમો અને સ્વચ્છતાના ધોરણોનું પાલન થતું નથી. પરમારના જણાવ્યા અનુસાર, કચરો ભરેલા ટ્રેક્ટર સહિતના વાહનો જાહેર રસ્તાઓ પર ખુલ્લેઆમ પસાર થાય છે. કચરો ઢાંક્યા વિના લઈ જવાના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે, જેનાથી રસ્તા પરથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ કચરામાંથી નીકળતી દુર્ગંધ લોકોના આરોગ્ય માટે પણ ચિંતાજનક હોવાનું તેમણે જણાવ્યું હતું. વિશાલ પરમારે ભારપૂર્વક કહ્યું કે, કચરો વહન કરતા વાહનોએ તેને ઢાંકીને ડમ્પિંગ સાઇટ સુધી લઈ જવો જોઈએ, જેથી રસ્તામાં કચરો ન પડે અને ગંદકી ફેલાતી અટકે. તેમણે કેટલાક કચરા વાહનોમાં RTO માન્ય નંબર પ્લેટ ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે, કારણ કે નિયમોનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા તંત્ર દ્વારા આવા વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. વિશાલ પરમારે વધુમાં જણાવ્યું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં જે કામગીરી થવી જોઈએ તે વાસ્તવિકતામાં દેખાતી નથી. તેમણે આક્ષેપ કર્યો કે સુરેન્દ્રનગર શહેરમાં સ્વચ્છ ભારત મિશન માત્ર કાગળ પર જ સીમિત રહ્યું છે. તેમણે મહાનગરપાલિકાની કાર્યપ્રણાલી પર પણ સવાલ ઉઠાવ્યા. મહાનગરપાલિકા જનતા પાસેથી ટેક્સ, વેરો અને અન્ય સેવાઓ (જેમ કે જન્મ-મરણના દાખલા) માં નિયમોનું પાલન કરાવે છે, પરંતુ પોતાના વહીવટી તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોનું પાલન ન થતું હોય તો તે સામાન્ય નાગરિકો સાથે અન્યાય સમાન છે. આ મામલે મહાનગરપાલિકા તંત્ર દ્વારા કચરો વહન કરતા વાહનો અંગે યોગ્ય તપાસ કરી, વાહનોમાં જરૂરી સલામતી વ્યવસ્થા, નંબર પ્લેટ અને કચરો ઢાંકીને વહન કરવામાં આવે છે કે નહીં તેની ખાતરી કરવા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટથી મેટોડા જતા 25 હજાર વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે:વાગુદડ પાસે રૂ.2 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણકાર્ય પૂરજોશમાં, જોકે હજુ પોણો વર્ષ ડાયવર્ટ થઈ જવું પડશે
    Next Article
    વલસાડમાં વશીયર બ્રિજ વિવાદ ઘેરાયો:કોંગ્રેસે કલેક્ટર કચેરી બહાર રામધૂન બોલાવી ધરણાં કર્યા, બ્રિજ મામલે નિષ્પક્ષ તપાસની માંગ; યુથ કોંગ્રેસની ભૂખ હડતાળ યથાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment